શ્રદ્ધા કપૂરની ‘હસીના પારકર’ આગામી 22 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવાની છે તે પહેલાં આ કેસ થવાના કારણે ફિલ્મ મેકર્સ પણ ચિંતામાં આવી ગયા છે.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર એક ક્લોધિંગ કંપની સાથે હસીના પારકરના નિર્માતાએ કરાર કર્યો હતો કે તે ફિલ્મ પ્રમોશનમાં શ્રદ્ધા કપૂર તેમની બ્રાંડનું પ્રમોશન પણ કરશે.
પરંતુ આ કરારનું ઉલંઘન કરવામાં આવ્યું છે. શ્રદ્ધા કપૂર બ્રાન્ડનું પ્રમોશન ન કરતી હોવાથી કંપનીએ તેના વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાવી છે.
