@સલમાન ખાન, મંતવ્ય ન્યૂઝ – જામનગર
- જામનગર લાલપુરમાં 9 વર્ષની બાળકી પર દુષ્કર્મ
- નવ વર્ષની બાળકી પર સંબંધીએ આચર્યુ દુષ્કર્મ
- એકલી ઘરમાં રહેલ બાળકી પર દુષ્કર્મ
- દુષ્કર્મ આચરી આરોપી નાસી છુટ્યો
- બાળકીની માતાએ લાલપુર પોલીસમાં નોંધાવી ફરિયાદ
- પોલીસે તપાસ શરૂ કરી
છેલ્લા એક મહિનામાં છોટી કાશી તરીકે ઓળખતા અને પવિત્ર ભૂમિ તરીકેની નામના ધરાવતા હાલારમાં દુષ્કર્મની ફરિયાદ પર ફરિયાદ સામે આવી રહી છે. ગઈ કાલે શાળાના આચાર્યએ બાળકી સાથે અડપલા કર્યાનનો બનાવ હજુ તાજો જ છે ત્યાં આજે લાલપુર તાલુકાના એક ગામડામાં માત્ર નવ વર્ષીય બાળકી પર બળાત્કારની ઘટના સામે આવી જેને લઈને વધુ એક વખત જીલ્લો બદનામ થયો છે.બાળકીના નજીકના સબંધી એ જ આ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું.
જામનગર જીલ્લામાં ચકચારી બનેલ જધન્ય ઘટનામાં લાલપુર પંથકના એક ખોબા જેવડા ગામમાં ગુરુવારે પરિવારના સભ્યો પોતાની વાડીએ કામ કરવા ગયા હતા ત્યારે પડોશમાં જ રહેતા તેના જ પરિવારના એક સગીર નરાધમે નવ વર્ષની બાળકીને પર નજર બગાડી હતી. બાળકીના ઘરે કોઈ ન હોવાનું જાણી ગયેલ શખ્સ તેણીની પાસે જઈ બળજબરી પૂર્વક બળાત્કાર ગુજારી બાળકીને પીંખી નાખી લોહી લુહાણ કરી નાખી હતી.
આરોપીના બદકૃત્યની અતિ પીડાથી બાળકી રડવા લાગતા આરોપી પોબારા ભણી નાશી ગયો હતો.દરમીયાન કામ પરથી આવેલ પરિવારે રડતી બાળકીની હાલત જોઈએ પરિસ્થિતિને પામી ગયા હતા.માસૂમ બાળકીએ રડતા રડતા સમગ્ર ઘનતા અંગે પરિવારને જણાવતા તેણીને હોસ્પિટલ પહોચાડી સારવાર અપાવી પોલીસમાં જાણ કરી હતી.જેને લઈને પોલીસે આરોપી સામે બળાત્કાર અને પોક્સો એક્ટ મુજબ ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરવા તજવીજ શરુ કરી છે.
