Not Set/ #કોરોનાનોકહેર/ અડાલજમાં પરિવારનાં મોભીનાં મોતથી માતમ; તો ઘરનાં બાકીનાં તમામ 4 લોકો પોઝિટિવ

ચેતીજજો, જરાપણ ગફલતમાં ન રહેતા, જો ગફલતમાં રહ્યા તો આ કોરોના પોતાનો કહેર વરસાવવામાં કશું બાકી રાખે તેમ નથી. માનવામાં પણ ન આવે તેવી પરિસ્થિતિ કોરોનાના કહેરથી આજકાલ સર્જાઇ રહી હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. જી હા, કાળમુખો કોરોના ગાંઘીનગરમાં કહેર વરસાવી રહ્યો છે અને તેનો જીવતો જાગતો દાખલો સામે આવ્યો છે. ગાંધીનગરનાં અડાલજમાં આવેલ સ્વાગત […]

Gujarat Uncategorized

ચેતીજજો, જરાપણ ગફલતમાં ન રહેતા, જો ગફલતમાં રહ્યા તો આ કોરોના પોતાનો કહેર વરસાવવામાં કશું બાકી રાખે તેમ નથી. માનવામાં પણ ન આવે તેવી પરિસ્થિતિ કોરોનાના કહેરથી આજકાલ સર્જાઇ રહી હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. જી હા, કાળમુખો કોરોના ગાંઘીનગરમાં કહેર વરસાવી રહ્યો છે અને તેનો જીવતો જાગતો દાખલો સામે આવ્યો છે. ગાંધીનગરનાં અડાલજમાં આવેલ સ્વાગત સીટીમાં રહેતા એક પરિવાર પર જાણે આભ તૂટ્યું હોય તેવી રીતે સમગ્ર પરિવાર કોરોનાની ઝપેટમાં આવી ગયો છે. ગઈકાલે પરિવારના મોભીનું કોરોનાથી મોત થતા ઘરમાં માતમ છવાયુ હતું, તો આજે એજ પરિવારનાં બાકીનાં તમામ ચાર સભ્યો કાળમુખા કોરોનાની ચપેટમાં આવી જતા હાહકાર મચી જવા પામ્યો છે. આજે બપોર બાદ મૃતકના ભાઈ અને પુત્રીનો કોરના રિપોર્ટ પોઝિટિવ  આવ્યો છે. તો આજે સવારે મૃતકના માતા અને પુત્ર નાં કોરના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આમ એક જ ઘરમાં એક મોત અને 4 લોકોનાં કોરોના પોઝિટીવ આવતા હડકંપ મચી ગયો છે. 

જુઓ આ સંપૂર્ણ અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતનાં માધ્યમથી…………….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન