Vadodara News/ વડોદરાના નંદેસરીમાં ગટરમાં દેખાયું લીલું કેમિકલયુક્ત પાણી

સ્થાનિકોના આક્ષેપ મુજબ, વરસાદ દરમિયાન કેટલીક કંપનીઓ તરફથી કેમિકલયુક્ત પાણી (Chemical Water)ગટરોમાં છોડવામાં આવે છે

Gujarat Vadodara
વડોદરા (Vadodara)ના નંદેસરી વસાહતમાં ગટરમાં લીલા રંગનું કેમિકલયુક્ત પાણી (Chemical Water)દેખાતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે

Vadodara News :  વડોદરા (Vadodara)ના નંદેસરી વસાહતમાં ગટરમાં લીલા રંગનું કેમિકલયુક્ત પાણી (Chemical Water)દેખાતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે. ગટરમાં દેખાઈ રહેલા આ ઝેરી પાણીના કારણે ફરી એકવાર ઔદ્યોગિક પ્રદૂષણનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.

સ્થાનિકોના આક્ષેપ મુજબ, વરસાદ દરમિયાન કેટલીક કંપનીઓ તરફથી કેમિકલયુક્ત પાણી ગટરોમાં છોડવામાં આવે છે. જેના કારણે વસાહતના ગટર અને આસપાસના વિસ્તારમાં ઝેરી પાણી જોવા મળતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ગ્રામજનોનું કહેવું છે કે અગાઉ પણ કેમિકલયુક્ત પાણીના કારણે પશુઓના મોત થયાની ઘટના સામે આવી હતી. આવી સ્થિતિમાં ફરી ગટરમાં લીલા રંગનું પાણી દેખાતા લોકોમાં ભય અને રોષ જોવા મળી રહ્યો છે.

સ્થાનિકોએ કંપની સંચાલકોની કથિત બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કરી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા તાત્કાલિક તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે. ગટરમાં છોડવામાં આવતું પાણી ક્યાંથી આવે છે અને તેમાં કયા પ્રકારના કેમિકલ્સ છે તેની તપાસ કરવાની પણ માંગ ઉઠી છે.

હાલ આ પાણીના સેમ્પલની વૈજ્ઞાનિક તપાસ અને સત્તાવાર રિપોર્ટ બાદ જ પાણીમાં કયા પ્રદૂષક તત્વો છે તે સ્પષ્ટ થઈ શકશે. જો આક્ષેપો સાચા સાબિત થાય તો જવાબદાર સામે નિયમ મુજબ કાર્યવાહી કરવાની માંગ સ્થાનિકો કરી રહ્યા છે.


આ પણ વાંચો : ધ્રાંગધ્રામાં DCW કંપની સામે પ્રજાનો આક્રોશ: કેમિકલયુક્ત પાણીના આક્ષેપ બાદ GPCBની કાર્યવાહી પર સવાલો

આ પણ વાંચો :ઓઝત નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવાના આક્ષેપ, ખેડૂતોમાં રોષ; GPCBની કામગીરી સામે સવાલ

આ પણ વાંચો : સિહોર-ધાંધળીમાં ઔદ્યોગિક પ્રદૂષણનો મુદ્દો ગરમાયો, ઝેરી ધુમાડા અને કેમિકલયુક્ત પાણી અંગે ગ્રામ પંચાયતની રજૂઆત