Jetpur News/ ઓઝત નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવાના આક્ષેપ, ખેડૂતોમાં રોષ; GPCBની કામગીરી સામે સવાલ

જેતપુરના ડાઇંગ ઉદ્યોગોમાંથી ઓઝત નદી (Ozat River Pollution)માં કથિત રીતે કેમિકલયુક્ત પાણી છોડાતા ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે પ્રદૂષિત પાણીના કારણે માછલીઓ અને પશુઓના મોત થઈ રહ્યા છે તેમજ ખેતીને ભારે નુકસાન થઈ રહ્યું છે. અનેક રજૂઆતો છતાં કાર્યવાહી ન થતાં ખેડૂતોએ જવાબદારો સામે કડક પગલાં લેવાની માંગ સાથે સમયસર ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચેતવણી આપી છે.

Top Stories Gujarat Others Breaking News
જેતપુરમાં Ozat River Pollutionનો મુદ્દો ગરમાયો, ખેડૂતોની ઉગ્ર આંદોલનની ચેતવણી

Jetpur News: જેતપુરના ડાઇંગ ઉદ્યોગોમાંથી ઓઝત નદી (Ozat River Pollution)માં ઝેરી કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાના આક્ષેપો ફરી એકવાર ઉગ્ર બન્યા છે. નદી પ્રદૂષિત થતા ખેડૂતો,પશુપાલકો અને ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. ખેડૂતોનો દાવો છે કે કેમિકલયુક્ત પાણીના કારણે મોટી સંખ્યામાં માછલીઓના મોત થયા છે, પશુઓના મૃત્યુ થઈ રહ્યા છે અને ખેતીની જમીન પણ બિનઉપજાઉ બની રહી છે. જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

Ozat River Pollution: ખેડૂતોમાં ભારે રોષ

જેતપુરથી માધવપુર સુધી વહેતી ઓઝત (Ozat River Pollution) અને ઉબેણ નદીમાં ડાઇંગ ઉદ્યોગોનું કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. ખેડૂત હિતરક્ષક સમિતિના આગેવાનોના જણાવ્યા મુજબ તાજેતરમાં વરસાદનો લાભ લઈને નદીમાં ઝેરી પાણી છોડવામાં આવ્યું હતું, જેના કારણે મોટી સંખ્યામાં માછલીઓના મોત થયા છે અને નદી કાંઠાની ખેતીને ભારે નુકસાન પહોંચ્યું છે.

ખેડૂતોનો આક્ષેપ છે કે અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ (GPCB) અને સંબંધિત વિભાગો દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. ખેડૂતોનું કહેવું છે કે પ્રદૂષિત પાણીના કારણે પશુઓના મોત થઈ રહ્યા છે, ચામડીના રોગો વધી રહ્યા છે અને ખેતી માટેનું પાણી પણ ઉપયોગમાં લઈ શકાય તેવી સ્થિતિમાં રહ્યું નથી.

વધાવી ગામના ખેડૂતોના જણાવ્યા મુજબ ઓઝત નદી (Ozat River Pollution)નું પ્રદૂષિત પાણી દૂર સુધી પહોંચતા આસપાસના અનેક ગામો પ્રભાવિત થયા છે. તાજેતરમાં ઝેરી પાણી પીવાથી એક ગાભણ પશુનું મોત થયાનો પણ દાવો કરવામાં આવ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે નદીનું પાણી શુદ્ધ કરવા અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા હવે સમય આવી ગયો છે.

યુવા ખેડૂતોએ સરકારની ઓર્ગેનિક ખેતીની નીતિ સામે પણ સવાલો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે જ્યારે નદીનું પાણી જ પ્રદૂષિત હોય ત્યારે ઓર્ગેનિક ખેતી શક્ય નથી. ખેડૂતોનું કહેવું છે કે જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

ઓઝત નદી (Ozat River Pollution)માં પ્રદૂષણના આક્ષેપોને લઈને ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. હવે ખેડૂતોની માંગ છે કે નદીમાં કેમિકલયુક્ત પાણી છોડનાર જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને નદીને પ્રદૂષણમુક્ત બનાવવા માટે સરકાર તાત્કાલિક અસરથી પગલાં ભરે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ રજૂઆતોને કેટલા ગંભીરતાથી લે છે.


આ પણ વાંચો:ગાંધીનગરમાં GPCB કચેરીએ બાલાસિનોરના ગ્રામજનોનો વિરોધ: પ્રદૂષિત પાણીથી 18 ગામ પ્રભાવિત હોવાનો આરોપ

આ પણ વાંચો:અમદાવાદના અસારવામાં પ્રદૂષિત પાણી મુદ્દે બબાલ: AMC કર્મચારીઓનો ઘેરાવ, પોલીસ બોલાવવી પડી

આ પણ વાંચો:જેતપુરમાં ભાદર નદી કાંઠાના 4 ગામોના ખેડૂતોએ પ્રદૂષિત પાણી છોડવા મુદ્દે નોંધાવ્યો વિરોધ