Vaccine/ કોરોનાની વેક્સીનને લઈ CM રુપાણીનું મહત્વનું નિવેદન, કહ્યું -વેક્સીન સુરક્ષિત છે, બધાને..

આ ચર્ચાઓ વચ્ચે વડા પ્રધાનથી લઈને મુખ્યમંત્રી અને સાંસદ સુધી, બીજા તબક્કામાં કોરોના રસીની માત્રા લેવાના છે, ત્યારે આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યુ છે.

Gujarat Others

દેશમાં કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે 16 જાન્યુઆરીથી રસીકરણ શરુ કરવામાં આવ્યું છે. હજી સુધીમાં 7 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચુકી છે, ત્યારે આ રસીકરણ વચ્ચે એવું કહેવામાં આવી રહ્યું છે કે, નેતાઓ અત્યાર સુધી રસી કેમ નથી લઈ રહ્યા?

આ ચર્ચાઓ વચ્ચે વડા પ્રધાનથી લઈને મુખ્યમંત્રી અને સાંસદ સુધી, બીજા તબક્કામાં કોરોના રસીની માત્રા લેવાના છે, ત્યારે આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યુ છે.

કોરોના વેક્સીનેશનને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ કે, “અમે પહેલા દિવસથી જ તૈયાર હતા પણ વડાપ્રધાને મુખ્યમંત્રીની કોન્ફરન્સમાં સ્પષ્ટ કહ્યુ હતું કે, જે લોકોએ કોરોના કાળમાં લોકોની સેવા કરી તેવા ડૉક્ટર, હેલ્થ વર્કર, અમુક લોકોએ આ મહામારીમાં પોતાના જીવ પણ ગુમાવ્યા છે, વેક્સીન પર પ્રથમ તેમનો અધિકાર છે. પહેલા તે વેક્સીન લે પછી બાકીનાનું નક્કી કરીશું. તો મુખ્યમંત્રી, મંત્રીઓ વેક્સીન ના લે એટલા માટે અમે લીધી નહતી.

તેમને વધુમાં કહ્યું કે, વડાપ્રધાને જાહેરાત કરી છે તો અમે સહર્ષ સ્વીકારીને આવકારીશું અને નક્કી થશે તે પ્રમાણે અવશ્ય વેક્સીન લઇશું. વેક્સીન સુરક્ષિત છે અને બધાએ વેક્સીન લેવી જોઇએ અને તો જ કોરોનાનો અંત આવશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…