કિસમિસમાં ઘણા પોષક તત્વો હોય છે, જેમ કે આયર્ન, પોટેશિયમ, વિટામિન બી, કેલ્શિયમ, મેગ્નેશિયમ, કાર્બોહાઈડ્રેટ, ફાઇબર વગેરે. તમે શિયાળામાં કિસમિસ પણ ખાઈ શકો છો, કારણ કે તે શિયાળામાં ગરમી આપે છે . કિસમિસ ખાવાથી શરીરમાં એનિમિયા થતો નથી, જે તમને એનિમિયાથી બચવા માટે મદદ કરે છે. તેમાં વિટામિન બી કોમ્પ્લેક્સ હોય છે, જે લોહીની રચનામાં ઉપયોગી થાય છે. કારણકે કિસમિસમાં વિટામિન બી કોમ્પ્લેક્સ હોય છે, જે લોહીની રચનામાં ઉપયોગી છે. કિસમિસ ખાવાના કેટલાક ફાયદાઓ પણ છે,તો કેટલીક આડઅસર પણ છે જાણો…
![]()
કિસમિસ ખાવાના ગેરફાયદા:
કેટલાક લોકોને કિસમિસ ખાવાથી એલર્જીની સમસ્યા થવા લાગે છે. જો તમે પહેલી વાર કિસમિસ ખાધી હોય અને ત્વચા પર થતી કોઈપણ પ્રકારની ફોલ્લીઓ, ત્વચા પર ખંજવાળ આવે તો કિસમિસ ન ખાશો .

કિસમિસના વધારે સેવનથી શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ શકે છે. ઘણા લોકોને કિસમિસના સેવનથી ઝાડા, ઊલટી , તાવ પણ જોવા મળે છે.
વધારે કિસમિસ ખાવાથી ગેસની સમસ્યા પણ થઈ શકે છે.
જો તમને ડાયાબિટીઝ છે, તો કિસમિસ ખાવાનું ઓછું રાખો. તેનાથી ટાઇપ -2 ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે.

વધુ કિસમિસ ખાવાથી શરીરમાં કેલરી વધી શકે છે અને કેલરીમાં વધારો પણ વજનમાં વધારો કરી શકે છે. વજન વધવાના કારણે તમે બીજી ઘણી બીમારીઓનો ભોગ બની શકો છો.
