Lifestyle News : શિયાળાની સીઝન પૂરી થયા પછી રજાઈ કે કંપલને મહિનાઓ સુધી કબાટ, પલંગ કે પેટીમાં બંધ કરી દેવામાં આવે છે. લાંબા સમય સુધી બંધ જગ્યાએ રહેવાને કારણે તેમાં અંદર ભેજ (Moisture) ફસાઈ જાય છે, જેના લીધે સીલન અને ખરાબ વાસ આવવા લાગે (Remove Musty Smell From Quilt) છે. કેટલીકવાર આ વાસ ફૂગ (Mold/Fungus) થવાને કારણે પણ હોઈ શકે છે.
Remove Musty Smell From Quilt : રજાઈમાંથી દુર્ગંધ દૂર કરવા માટેના સરળ સ્ટેપ્સ
રજાઈને બહાર કાઢીને સૌથી પહેલાં ખુલ્લી જગ્યાએ અથવા તડકામાં 3 થી 4 કલાક માટે મૂકો. તેને વચ્ચે-વચ્ચે ફેરવતા રહો જેથી અંદર સુધી હવા પહોંચે. માત્ર પરફ્યુમ કે સ્પ્રે છાંટવાથી વાસ દૂર થશે નહીં.લેબલ રજાઈ ધોતા પહેલાં તેના પર આપેલું સફાઈનું લેબલ (Care Label) જરૂર તપાસો. જો મશીન કે હેન્ડ વોશની છૂટ હોય તો જ ઘરે ધોવો, નહિતર હેવી રજાઈને ડ્રાય ક્લીન કરાવવી વધુ યોગ્ય રહેશે.ધોયા પછી અથવા તડકામાં રાખ્યા પછી રજાઈ સહેજ પણ ભીની કે ભેજવાળી ન રહેવી જોઈએ. અધકચરી સૂકાયેલી રજાઈને ફરી મૂકી દેવાથી ફૂગ અને ગંદી વાસ ફરીથી આવી શકે છે.
ફૂગ અને ભેજથી બચાવવા માટેની ખાસ ટિપ્સ
જો રજાઈ પર ફૂગના ડાઘ કે સતત તીવ્ર વાસ આવતી હોય, તો તેને પ્રોપર વોશ કરીને જ ઉપયોગમાં લો. જરૂર પડે તો પ્રોફેસનલ ક્લીનર્સની મદદ લો.રજાઈને ફરીથી પેક કરતી વખતે જગ્યા સંપૂર્ણપણે સૂકી અને સ્વચ્છ હોવી જોઈએ. પેકિંગ બેગ કે કબાટમાં ભેજ ન રહે તે માટે મોઈશ્ચર એબ્સોર્બર કે લીમડાના પાન/કપૂરની ગોળીઓનો ઉપયોગ કરી શકાય છે.
આ પણ વાંચો :બનાવો સૌની પસંદની રેસિપી…ઢાબા સ્ટાઇલ કડાઈ પનીર…એ જ મજાનો સ્વાદ ઘરે બેઠા..!
આ પણ વાંચો :અનિયમિત ઊંઘની આદત હાર્ટ એટેકનું જોખમ વધારશે: જાણો ડૉક્ટરની ચેતવણી
આ પણ વાંચો :ટીવી બંધ હોવા છતાં વીજળીનું મીટર ચાલે છે? લાઈટ બિલ વધવાના આ સાચા કારણો જાણી લો
