Today Special: માનવ સભ્યતાના અણમોલ વારસાને સુરક્ષિત રાખવા માટે અને એનું મહત્વ આવનારી પેઢીને સમજાય એ માટે દર વર્ષે સમગ્ર દુનિયામાં ‘વર્લ્ડ હેરિટેજ ડે’ (World Heritage Day 2026) મનાવવામાં આવે છે.
વિશ્વભરમાં વ્યાપ્ત માનવ સભ્યતાની અમૂલ્ય સાંસ્કૃતિક તથા પ્રાકૃતિક ધરોહરની ઓળખ અને તેનું રક્ષણ કરવાની આ ખાસ દિવસની નેમ છે. જૂની-પુરાણી ઇમારતો, દર્શનીય સ્મારકો તથા કુદરતી સૌંદર્યથી સભર સ્થળો ન કેવળ આપણા પર્યટન ક્ષેત્રને પ્રોત્સાહન આપે છે બલ્કે આગામી પેઢીઓને આપણા ભવ્ય અતીત સાથે જોડે છે.

‘વર્લ્ડ હેરિટેજ ડે’નો ઉદ્દેશ્ય (Purpose of ‘World Heritage Day’)
દુનિયાભરની ઐતિહાસિક ઈમારતો, સ્મારકો અને સાંસ્કૃતિક ધરોહર દરેક સંસ્કૃતિની આગવી ઓળખ હોય છે અને એથીયે વધુ ઇતિહાસનો એક મહત્વપૂર્ણ ભાગ હોય છે. આ જ અણમોલ વારસાને સુરક્ષિત રાખવા માટે અને એનું મહત્વ આવનારી પેઢીને સમજાય એ માટે દર વર્ષે સમગ્ર દુનિયામાં ‘વર્લ્ડ હેરિટેજ ડે’ મનાવવામાં આવે છે.
આ વિશેષ દિવસ આપણને યાદ કરાવે છે કે, આપણા વડવાઓની સંસ્કૃતિ, ઇતિહાસ (Culture & History) સંભાળવાની જવાબદારીનો અહેસાસ કરાવે છે.
આજના સમયમાં ઝડપથી થઇ રહેલા શહેરીકરણ અને પ્રદૂષણ (Pollution)ના કારણે અનેક એતિહાસિક ઇમારતો અને સ્થળો જોખમમાં મૂકાઇ ગયા છે! આ સંજોગોમાં આ ખાસ દિવસ વધારે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શાળા, કોલેજા અને અનેક સ્વૈચ્છીક સંસ્થાઓ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરે છે જેથી લોકો પોતાના વારસાની રક્ષા કરવા માટે આગળ આવી શકે!
આ વિશેષ દિવસ મનાવવાનો મૂળ હેતુ વિશ્વભરમાં વ્યાપ્ત અમૂલ્ય સાંસ્કૃતિક તથા પ્રાકૃતિક ધરોહરનું રક્ષણ કરવાનો છે અને એ અંગે લોકોમાં જાગૃતિ વર્ધન કરવાનો છે.

‘વર્લ્ડ હેરિટેજ ડે’ નો ઇતિહાસ (History of World Heritage Day 2026)
પ્રત્યેક વર્ષે મનાવવામાં આવતો ‘વિશ્વ વારસા દિવસ’ 18 એપ્રિલે જ શા માટે મનાવવામાં આવે છે?
વર્ષ 1982માં ‘ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઑન મૉન્યૂમેન્ટ્સ એન્ડ સાઇટ્સ’ (International Council on Monuments and Sites) દ્વારા આ વિશેષ દિવસ મનાવવાની શરુઆત કરવામાં આવી હતી. ત્યાર બાદ, વર્ષ 1983માં યૂનેસ્કો (UNESCO) દ્વારા એને અધિકૃત માન્યતા પ્રદાન કરવામાં આવી હતી, આ ઘડીથી જ વૈશ્વિક સ્તરે આ વિશેષ દિવસ મનાવવાના શ્રીગણેશ થયા હતા!
વર્ષ 2026માં આ દિવસ મનાવવાની શરુઆતથી લઇને આજ સુધીમાં 43 વર્ષ પૂર્ણ થઇ ચૂક્યા છે જે આ વૈશ્વિક પહેલનું સાતત્ય અને મહત્તા દર્શાવે છે.

‘વિશ્વ વારસા દિવસ 2026’ની થીમ (Theme)
પ્રતિ વર્ષ આ ખાસ દિવસને એક નિર્ધારિત વિષય સાથે સંલગ્ન કરીને ઉજવવામાં આવે છે. આ વર્ષ 2026ની થીમ છે…
‘Emergency Response to Living Heritage in the Context of Conflicts and Disasters’
અર્થાત્
‘સંઘર્ષો અને આપત્તિઓના સંદર્ભમાં જીવંત વારસા માટે કટોકટી પ્રતિભાવ’
આ દિવસને ‘ઇન્ટરનેશનલ ડે ફોર મૉન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સ’ના નામે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે અત્યંત સંવેદનશીલ વિષયવસ્તુ સાથે એની ઉજવણી કરવામાં આવી રહી છે.
યુદ્ધ, આપત્તિ અથવા તો કોઇપણ સંકટ (War & Disasters)ના સમયે આપણી અણમોલ સાંસ્કૃતિક ધરોહર જેમ કે, જૂના ભવ્ય મંદિરો, ઈમારતો તથા પરંપરાઓની શી રીતે રક્ષા કરવી? આ કેવળ નુકસાન થયા પછી સુધાર પ્રક્રિયા નથી પરંતુ, અગાઉથી જ એના બચાવ અંગેની તૈયારીએ સુનિશ્ચિત કરવા પર કેન્દ્રિત છે.

શી રીતે સંસ્કૃતિની રક્ષા કરવી?
આવા સ્થળો પર પર્યટકો (Tourists)નો ધસારો જોવા મળતો હોય છે અને આના કારણે એમને નુકસાન પણ પહોંચી શકે છે. આપણે તો કેવળ નાના-નાના પ્રયાસો જ કરવાના રહેશે….જેમાં આવા અમૂલ્ય ઐતિહાસિક સ્થળો (Historical Places & Monuments) પર ગંદકી ન ફેલાવવી, એમની ઉચિત સંભાળ રાખવી અને અન્યોને પણ એમ કરવા માટે પ્રેરણા આપવી! આવા નાનકડા પ્રયાસો પણ મોટું પરિવર્તન લાવી શકે છે.
આ વિશેષ અવસર પર સંગ્રહાલયો અને ઐતિહાસિક સ્થળો પર વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને જે પૈકીના અનેક સ્થળો પર નિશુલ્ક પ્રવેશ, ગાઇડ, સંગોષ્ઠી અને જનજાગૃતિ અભિયાનોનું આયોજન થાય છે.

અંતે નિષ્કર્ષ એ છે કે, આપણે હંમેશાં યાદ રાખવું કે આ સ્મારકો માત્ર પથ્થરની સંરચનાઓ નથી પણ સમાજની સામૂહિક સ્મૃતિ, ઓળખ અને સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે.
આ પણ વાંચો: ભાષાકીય આધાર પર બનાવવામાં આવેલું ભારતનું પ્રથમ રાજ્ય…આજે 1 એપ્રિલ…’ઓડિશા ડે’ની ઉજવણી…
આ પણ વાંચો: આ કેવળ માનસિક સ્વાસ્થ્ય સમસ્યા નથી…આ છે ન્યૂરોડેવલપમેન્ટલ ડિસઓર્ડર…આજે 2 એપ્રિલ… ‘વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ’…
