Today Special: ખ્રિસ્તી ધર્મના મહત્વપૂર્ણ તહેવારોમાં ‘ગુડ ફ્રાઇડે’ (Good Friday) અને ‘ઈસ્ટર’ અત્યંત મહત્વપૂર્ણ તહેવારો માનવામાં આવે છે. આજે 5 એપ્રિલના રોજ ‘ઈસ્ટર સન્ડે’નો તહેવાર (Easter Sunday Festival, 5 April) છે અને આ વિશેષ પર્વ પર એનું મહત્વ જાણીએ…

આજે છે ઈસ્ટરનો તહેવાર (Easter Sunday)
ખ્રિસ્તી ધર્મની માન્યતાઓ અનુસાર, ગુડ ફ્રાઇડેના દિવસે ઈસા મસીહ (Jesus Christ)ને શૂળીએ અર્થાત્ વધસ્તંભ (Crucify on the Cross) પર ચડાવવામાં આવ્યા હતા. એના બરાબર બે જ દિવસો પછી એમનો પુનર્જન્મ થયો હતો. આ જ ઘટનાની સ્મૃતિને તાજી કરવા માટે ઈસ્ટર સન્ડે મનાવવામાં આવે છે.

બાઇબલ શું કહે છે?
ખ્રિસ્તી ધર્મગ્રંથ બાઇબલ અનુસાર, પુનર્જીવિત (Resurrection) થયા બાદ યેશુ લગભગ 40 દિવસો સુધી પૃથ્વી પર રહ્યાં હતા. આ દરમિયાન એમણે પોતાના અનુયાયીઓને પ્રેમ, ક્ષમા, દયા અને કરુણા (Love, Forgiveness, Mercy and Compassion)નો માર્ગ બતાવ્યો હતો અને ત્યાર બાદ, એમનું સ્વર્ગ (Heaven)માં ગમન થયું હતુ. આ જ કારણે ગુડ ફ્રાઇડેથી ઈસ્ટર સુધીનો સમય ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ માટે અત્યંત ભાવનાત્મક હોય છે…પહેલા શોક…ત્યાર બાદ પ્રાર્થના અને અંતે ખુશીનું પર્વ..!
ઈસ્ટર સન્ડે 2026ને 5 એપ્રિલ રવિવારના રોજ મનાવવામાં આવશે. 3 એપ્રિલ, શુક્રવારે ગુડ ફ્રાઇડે હતો. આની વચ્ચેનો એક દિવસ ‘હોલી વીક’ (Holy Week)નો ભાગ માનવામાં આવે છે જે શોક અને પ્રતીક્ષાનો સમય ગણાય છે.

પ્રતિ વર્ષ ઈસ્ટર (Easter Festival)ની તારીખ કેમ બદલાયા કરે છે?
ઈસ્ટર હંમેશા રવિવારના દિવસે જ મનાવવામાં આવે છે, પણ એની તારીખ તો દર વર્ષે બદલાઇ જાય છે. એનું કારણ ખગોળીય ગણના પર આધારિત છે.
વાસ્તવમાં આ તહેવાર વસંત વિષુવ (Spring Equinox) પછી આવનારી પ્રથમ પૂર્ણિમાના આગળના રવિવારે મનાવવામાં આવે છે. આ જ કારણે દર વર્ષે એની તારીખ જુદી-જુદી હોય છે.
આ વર્ષે વસંત ઋતુની પ્રથમ પૂનમ 2 એપ્રિલે હતી જેને પાશ્ચલ મૂન (Paschal Moon) કહેવાય છે. આથી આ તહેવાર આજે અર્થાત્ 5 એપ્રિલે ઈસ્ટરના રુપમાં મનાવવામાં આવશે.

શી રીતે મનાવાય છે ઈસ્ટર સન્ડે?
આ દિવસે વિવિધ ચર્ચમાં વિશેષ પ્રાર્થના કરવામાં આવે છે. લોકો એક બીજાને શુભકામનાઓ આપે છે અને પરિવાર સાથે મળીને આ દિવસે પરસ્પર ખુશીઓ વહેંચે છે. દુનિયાભરના અનેક દેશોમાં રંગબેરંગી ઇંડા, મીઠાઇઓ અને સાજ સજ્જા (Easter Eggs, Sweets, Chocolates)નું વિશેષ મહત્વ હોય છે. ખ્રિસ્તી સમુદાયના લોકો પોતાના ઘરને ફૂલો અને મીણબત્તીઓ (Flowers & Candles)થી સજાવે છે જે અંધકાર પર પ્રકાશના વિજયને દર્શાવે છે.

અંતે નિષ્કર્ષ એ છે કે, ઈસ્ટરનું પાવન પર્વ આખા વિશ્વને એક સંદેશ આપે છે કે, જીવનમાં ભલે ને ગમે તેટલી મુશ્કેલીઓ આવે, આશા અને નવીન પ્રારંભની હંમેશા સંભાવનાઓ હોય જ છે!
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: આ કેવળ માનસિક સ્વાસ્થ્ય સમસ્યા નથી…આ છે ન્યૂરોડેવલપમેન્ટલ ડિસઓર્ડર…આજે 2 એપ્રિલ… ‘વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ’…
