Today Special/ ‘જ્યાં જળ વહે છે ત્યાં સમાનતા વિકસે છે’…22 માર્ચના રોજ પીવાના સ્વચ્છ પાણી અંગેની જાગૃતિ પહેલ ‘વર્લ્ડ વોટર ડે’…

દુનિયાભરમાં સૌ કોઈ માટે વર્ષ 2030 સુધીમાં ‘જળ અને સ્વચ્છતા’ની ઉપલબ્ધિ પ્રાપ્ત કરવી એ ‘વર્લ્ડ વોટર ડે’ (World Water Day 2026)નો મુખ્ય ઉદ્દેશ્ય છે…

Lifestyle Trending
World Water Day 2026, પીવાનું પાણી, સમાનતા, વસતી, 22 માર્ચ

Today Special: વિશ્વના ઘણા ભાગોમાં પીવાના સ્વચ્છ પાણીની અછત એક ગંભીર સમસ્યા બની રહી છે. આ જ મુદ્દા અંગે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 22 માર્ચે ઉજવવામાં આવે છે ‘વર્લ્ડ વોટર ડે’ (World Water Day 2026, 22 March)…

‘વર્લ્ડ વોટર ડે’ (World Water Day 2026)નો ઇતિહાસ

પાણી એટલે જીવન…માનવ જીવનના અસ્તિત્વથી લઈને ખેતી, ઉદ્યોગ અને પર્યાવરણ સુધી દરેક ક્ષેત્રમાં પાણી અતિ મહત્વપૂર્ણ સંસાધન છે. પરંતુ વિશ્વના ઘણા ભાગોમાં પીવાના સ્વચ્છ પાણીની અછત એક ગંભીર સમસ્યા બની રહી છે. આ જ મુદ્દા અંગે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 22 માર્ચે ઉજવવામાં આવે છે ‘વર્લ્ડ વોટર ડે’… સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા ઉજવાતા આ દિવસનો હેતુ છે, પાણીનું મહત્વ સમજાવવું
અને તેના સંરક્ષણ માટે લોકોમાં જાગૃતિ (Awareness) લાવવી.

World Water Day 2026, પીવાનું પાણી, સમાનતા, વસતી, 22 માર્ચ

વર્ષ 1993 થી પ્રત્યેક વર્ષે 22 માર્ચના રોજ આ ખાસ દિવસ મનાવવાની યુએન દ્વારા શરુઆત કરવામાં આવી છે અને આ વાર્ષિક કાર્યક્રમ તાજા પાણીના મહત્વ પર કેન્દ્રિત છે.

પાણી પ્રકૃતિનું એવું અમૂલ્ય દાન છે જે વગર જીવન (Life) શક્ય નથી. ‘વર્લ્ડ વોટર ડે’ આપણે યાદ અપાવે છે કે, પાણીનું દરેક ટીપું કિંમતી છે. આથી પાણી બચાવો અને આપણા ગ્રહ (Earth)ના ભવિષ્યને સુરક્ષિત બનાવો.

World Water Day 2026, પીવાનું પાણી, સમાનતા, વસતી, 22 માર્ચ

‘વિશ્વ જળ દિવસ’ (World Water Day 2026)નો ઉદ્દેશ્ય

તમે જરા કલ્પના તો કરી જુઓ કે, એક ગામમાં એક નાની બાળકી હાથમાં ડોલ, ઘડો કે કોઇ પ્લાસ્ટિકનું વાસણ લઈને પાણી લેવા માટે લાંબી લાઈનમા ઊભી છે. તેના માટે પાણી મેળવવું દૈનિક સંઘર્ષ (Daily Struggle) બની ગઈ છે. વિશ્વમાં આજે પણ કરોડો લોકોને સ્વચ્છ પીવાનું પાણી (Drinking Water) સરળતાથી ઉપલબ્ધ નથી.

આ જ હકીકત આપણને યાદ અપાવે છે કે, પાણી કેટલું કિંમતી સંસાધન છે. અને દુનિયાભરમાં એ વિષયક જાગૃતિ કેળવવા માટે જ ઉજવાય છે ‘વિશ્વ જળ દિવસ’..!

વિશ્વ જળ દિવસનો મુખ્ય હેતુ છે સતત વિકાસ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સહયોગ કરવાનો છે અને એ પૈકીનો એક છે વર્ષ 2030 સુધીમાં સૌ કોઈ માટે ‘જળ અને સ્વચ્છતા’ (Water & Cleanliness)ની ઉપલબ્ધિ પ્રાપ્ત કરવી!

World Water Day 2026, પીવાનું પાણી, સમાનતા, વસતી, 22 માર્ચ

વિશ્વના 2 અબજથી વધુ લોકો માટે સુરક્ષિત પેયજળ ઉપલબ્ધ નથી

દુનિયાભરના અધ્યયનો દર્શાવે છે કે, લગભગ 2 અબજ લોકોને સુરક્ષિત પીવાનું પાણી સુદ્ધાં ઉપલબ્ધ નથી. પાણીની અછત વિશ્વના અનેક દેશોમાં આજે ગંભીર સમસ્યા બની રહી છે. જળવાયુ પરિવર્તન પાણીના સ્ત્રોતોને પ્રતિકૂળ અસરો (Climate Change affects Water Resources) પહોંચાડી રહ્યું છે. આથી પાણીનું સંરક્ષણ (Water Conservation) આજે વિશ્વ માટે મહત્વપૂર્ણ પડકાર બની ગયો છે!

World Water Day 2026, પીવાનું પાણી, સમાનતા, વસતી, 22 માર્ચ

વર્ષ 2026નો વિષય છે જળ અને લૈંગિક સમાનતા…સૌ કોઇને જળ સંકટ પ્રભાવિત કરે છે પરંતુ સમાન રીતે નહિં! જ્યાં પણ શુદ્ધ જળની આપૂર્તિ નથી થતી ત્યાં ઘણી જ અસમાનતાઓ વિકસે છે અને એની સૌથી વધારે અસર મહિલાઓ અને કન્યાઓ ( Women & Girls) પર પડે છે. વાસ્તવમાં, જળ પ્રબંધન પ્રણાલીઓ મહિલાઓને નેતૃત્વના અધિકારો (Leadership Rights)થી વંચિત રાખે છે. મહિલાઓ પરનું ભારણ દૂર થાય અને એમને પણ સમાજમાં સમાન અધિકારો પ્રાપ્ત થાય એ અંગેના પ્રયાસો કરવાની વિશ્વની તમામ સરકાર ઉપરાંત, નાગરિકોની પણ ફરજ છે.

ભારતની શું સ્થિતિ છે?

ભારત (India)માં પણ પાણીનું સંચાલન એક મોટો મુદ્દો બનીને ઉભરી રહ્યો છે. દેશના અનેક વિસ્તારોમાં ભૂગર્ભ જળસ્તર (Groundwater level) સતત ઘટી રહ્યું છે. વરસાદનું અનિયમિત પ્રમાણ અને વધતી વસતી પાણીની સમસ્યાને વધુ ગંભીર બનાવી રહ્યા છે. સરકાર અને વિવિધ સંસ્થાઓ દ્વારા આ અંગે અનેક કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે જેવા કે,

1. વર્ષાજળ સંચય (Rainwater Harvesting)

2. નદી સંરક્ષણ અભિયાન (River Conservation Campaign)

3. પાણી બચાવો અભિયાન (Save Water Campaign)

World Water Day 2026, પીવાનું પાણી, સમાનતા, વસતી, 22 માર્ચ

જળ સંરક્ષણના વિવિધ પગલાં

પર્યાવરણ નિષ્ણાતો કહે છે કે, પાણી બચાવવું માત્ર સરકારની જવાબદારી નથી. દરેક નાગરિક પણ પાણી બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. આના ઉપાયો આ મુજબ છે…

1. અનાવશ્યક રીતે પાણી વહેવા ન દેવું

2. વરસાદી પાણીનું સંચય કરવું

3. પાણીનો સમજદારીથી ઉપયોગ કરવો

4. આરઓ થી વહેતા પાણીનો ફરીથી ઉપયોગ કરવો

5. નળને ખુલ્લા ન રાખવા અને પાણીનો વગાડ અટકાવવો

આવા નાના-નાના પગલાં પાણીના સંરક્ષણમાં મોટું યોગદાન આપી શકે છે.

World Water Day 2026, પીવાનું પાણી, સમાનતા, વસતી, 22 માર્ચ

‘વિશ્વ જળ દિવસ’ 2026નું થીમ

વિશ્વ જળ દિવસના ઉત્સવથી દુનિયાને એવા લગભગ 21 લાખ લોકો વિશે જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવે છે જેમને સુરક્ષિત પાણી સુદ્ધાં પ્રાપ્ય નથી! આ માટે સંયુક્ત રાષ્ટ્રનો જળ એવં સ્વચ્છતા સમન્વય તંત્ર, યુએન વોટર દ્વારા આ વિશેષ દિવસની થીમ નિર્ધારિત કરવામાં આવે છે. વર્ષ 2024માં વિષય હતો…શાંતિ માટે જળનો ઉપયોગ, વર્ષ 2025 ની થીમ હતી ગ્લેશિયર સંરક્ષણ અને વર્ષ 2026માં વિષય (Theme) રહેશે…

‘જળ અને લિંગ’-જ્યાં જળ વહે છે ત્યાં સમાનતા વિકસે છે

અર્થાત્

‘Water and Gender’-Where Water Flows, Equality Grows

પાણી વિના જીવનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે પરંતુ, વિશ્વમાં વધતી વસતી અને પર્યાવરણ (Environment)માં થતાં પરિવર્તનોને કારણે પાણીની સમસ્યા વધુ ગંભીર બની રહી છે.

અંતે નિષ્કર્ષ એ જ છે કે, જો આજે આપણે પાણી બચાવીશું તો આવતી પેઢી (Next Generation) માટે આ કિંમતી સંસાધન સુરક્ષિત રહી શકશે.


આ પણ વાંચો: ચામડીનો રંગ, જાતિ કે વંશના આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ અસ્વીકાર્ય…આજે ‘આંતરરાષ્ટ્રીય જાતીય ભેદભાવ વિરોધ

આ પણ વાંચો: આજે 8 માર્ચ…વિશ્વભરમાં ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ ની ઉજવણી…સ્ત્રીના સમાન અધિકારોને પ્રોત્સાહન..!

આ પણ વાંચો: પ્રત્યેક વ્યક્તિને સમાનતા અને સન્માન સહિત જીવવાનો પૂર્ણ અધિકાર…1 માર્ચે ‘શૂન્ય ભેદભાવ દિવસ’ની ઉજવણી…