Today Special/ શહેરોની ભીડ-ભાડમાં ચકલીનું ચીં-ચીં ક્યાં ખોવાઇ ગયું? સંરક્ષણ હેતુ દર વર્ષે 20 માર્ચના રોજ ‘વિશ્વ ચકલી દિવસ’ ની ઉજવણી…

‘વિશ્વ ચકલી દિવસ’ (World Sparrow Day 2026)નો હેતુ પરિપૂર્ણ કરવા ચકલીનું સંરક્ષણ કરવું એ આજે ભારતમાં એક મહત્વપૂર્ણ અભિયાન બની ગયું છે…

Trending Lifestyle
World Sparrow Day 2026, ભારત, ચકલી એવોર્ડ, માળા, NFS

Today Special: અત્યંત ઝડપથી લુપ્ત થવાની અણીએ પહોંચેલી ચકલી પક્ષીના સંરક્ષણના ઉદ્દેશ્યથી દર વર્ષે 20 માર્ચના રોજ ‘વિશ્વ ચકલી દિવસ’ (World Sparrow Day 2026, 20 March) મનાવવામાં આવે છે.

એક સમય હતો જ્યારે ઘરના આંગણામાં, બારી પર અને છતના ખૂણામાં ચકલીનું ચીં-ચીં સંભળાતુ હતુ…પરંતુ આજે શહેરોની ભીડ-ભાડમાં આ નાનકડું પક્ષી ધીરે ધીરે ગાયબ થતું જોવા મળી રહ્યું છે.

World Sparrow Day 2026, ભારત, ચકલી એવોર્ડ, માળા, NFS

‘વિશ્વ ચકલી દિવસ’ (World Sparrow Day 2026)નો ઇતિહાસ

અત્યંત ઝડપથી લુપ્ત થવાની અણીએ પહોંચેલી આ પક્ષીના સંરક્ષણના ઉદ્દેશ્યથી દર વર્ષે 20 માર્ચના રોજ આ વિશેષ દિવસ મનાવવામાં આવે છે. એ મનાવવાની શરુઆત વર્ષ 2010 માં ‘નેચર ફોરએવર સોસાયટી’ નામની સંસ્થાએ કરી હતી. પ્રતિ વર્ષ 20 માર્ચના રોજ ‘નેચર ફોરએવર સોસાયટી’,ભારત અને ઈકો-સિસ એક્શન ફાઉન્ડેશન, ફ્રાન્સ (Eco-Sys Action Foundation, France)ના સહયોગથી આ વિશેષ દિવસ મનાવવામાં આવે છે.

એક સમય હતો જ્યારે ઘરના આંગણામાં, બારી પર અને છતના ખૂણામાં ચકલીનું ચીં-ચીં સંભળાતુ હતુ…પરંતુ આજે શહેરોની ભીડ-ભાડમાં આ નાનકડું પક્ષી ધીરે ધીરે ગાયબ થતું જોવા મળી રહ્યું છે. ચકલીની સંખ્યામાં થઇ રહેલા ઘટાડા વિષયક જાગૃતિ લાવવા માટે દર વર્ષે 20 માર્ચના રોજ ‘વર્લ્ડ સ્પેરો ડે’ ઉજવવામાં આવે છે .

આ દિવસની શરૂઆત ભારત (India)માંથી થઈ હતી અને આજે વિશ્વભરમાં આ નાનકડા પક્ષીના સંરક્ષણ (Bird Protection) માટે પ્રયાસો થઈ રહ્યા છે.

World Sparrow Day 2026, ભારત, ચકલી એવોર્ડ, માળા, NFS

‘વિશ્વ ચકલી દિવસ’ મનાવવાનું મહત્વ

એક દ્રશ્યની કલ્પના કરો કે, સવારના સમયે એક જૂના ઘરની બારી પાસે એક ચકલી બેઠી છે અને તેના મધુર અવાજથી આસપાસનું વાતાવરણ જીવંત બની જાય છે. એક સમય એવો હતો જ્યારે ભારતના ગામડાં અને શહેરો (Villages & Cities)માં ચકલીઓ સામાન્ય રીતે જોવા મળતી હતી. પરંતુ હવે શહેરોમાં ચકલી જોવા મળવી એ જાણે કે સપનું બનતું જાય છે અને એ જ મોટી ચિંતાનો વિષય છે.

પર્યાવરણ નિષ્ણાતો (Environment Experts)ના મતે, ચકલીની સંખ્યામાં થતા ઘટાડાની પાછળ કેટલાક મુખ્ય કારણો જવાબદાર છે. જેમાં ઝડપથી વધતુ શહેરીકરણ, જૂના મકાનોની જગ્યાએ આધુનિક બિલ્ડિંગ, ખોરાકના સ્ત્રોતમાં ઘટાડો, રેડિએશન અને પ્રદૂષણ (Radiation & Pollution) …આના કારણે, ચકલી માટે શહેરોમાં રહેવા માટેનું યોગ્ય વાતાવરણ ઘટતું ગયું છે.

બ્રિટનની રોયલ સોસાયટી ઓફ પ્રોટેક્શન ઓફ બર્ડઝ દ્વારા વિશ્વના વિવિધ ભાગોમાં અનુસંધાન અને ભારત સહિત અનેક મોટા દેશોના અધ્યયનના આધારે ચકલીને રેડ લિસ્ટ કરવામાં આવી છે. એનો અર્થ એ છે કે, આ પક્ષી પૂર્ણ રીતે લુપ્ત થવાના આરે છે!

World Sparrow Day 2026, ભારત, ચકલી એવોર્ડ, માળા, NFS

ભારતમાંથી થઇ હતી સંરક્ષણની શરુઆત

ચકલીનું સંરક્ષણ આજે ભારતમાં એક મહત્વપૂર્ણ અભિયાન બની ગયું છે. ભારતમાં શરૂ થયેલી આ પહેલને આગળ વધારવામાં Nature Forever Society ની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે.

આ સંસ્થા દ્વારા લોકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે કે, ઘરમાં બર્ડ નેસ્ટ બોક્સ (Nest Box) લગાવવું, પાણી માટે નાના વાસણ રાખવા અને ચકલીઓ માટે દાણા-પાણી (Dana-Pani) મૂકવા જેથી આ પક્ષીઓને ફરીથી શહેરોમાં રહેવા માટે અનુકૂળ વાતાવરણ મળી શકે.

ચકલી કેવળ એક પક્ષી નથી…પરંતુ તે પર્યાવરણના સંતુલનમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

ચકલીઓ જીવાતોને નિયંત્રિત (Insects Control) કરે છે અને કુદરતી પર્યાવરણને સંતુલિત રાખવામાં મદદ કરે છે. નિષ્ણાતોના મતે, જો ચકલી જેવી સામાન્ય પ્રજાતિઓ ગાયબ થવા લાગે તો તે પર્યાવરણ માટે પ્રતિકૂળતાની ચેતવણીનો સંકેત હોઈ શકે છે.

પર્યાવરણ પ્રેમીઓ કહે છે કે ચકલીને બચાવવી જરાય મુશ્કેલ નથી. જો લોકો પોતાના ઘરમાં થોડું ચણ-પાણી રાખે અને ચકલી માટે નાનકડા માળા બનાવે તો આ ટચૂકડું પંખી ફરીથી શહેરોમાં જોવા મળી શકે છે.

World Sparrow Day 2026, ભારત, ચકલી એવોર્ડ, માળા, NFS

નેચર ફોરએવર સોસાયટી (NFS)ની સ્થાપના

આની શરુઆત ભારતના નાસિક શહેર (Nasik, India) થી કરવામાં આવી હતી. ત્યાંના નિવાસી મોહમ્મદ દિલાવર દ્વારા ચકલીની લુપ્ત થઇ રહેલી પ્રજાતિને સંરક્ષિત કરવાના પ્રયાસોના ભાગરુપે ‘નેચર ફોરએવર સોસાયટી’ની સ્થાપના કરી હતી. અમેરિકાના ટાઇમ મેગેઝીન દ્વારા વર્ષ 2008 માં એને ‘હીરોઝ ઓફ ધ એન્વાયર્મેન્ટ’ (Heroes of the Environment)નું બિરુદ આપવામાં આવ્યું હતુ.

સૌપ્રથમ વાર, ‘વર્લ્ડ સ્પેરો ડે’ ની વર્ષ 2010 માં ઉજવણી થઇ હતી. વર્ષ 2011ની 20 માર્ચના રોજ પર્યાવરણ અને ચકલી સંરક્ષણના કાર્ય કરનારા વ્યક્તિ અથવા સંસ્થાને પ્રશંસિત અને સન્માનિત કરવા માટે NFS દ્વારા ગુજરાતના અમદાવાદ (Ahmedabad, Gujarat)માં ‘ચકલી પુરસ્કાર’ (Chakli Award)ની પણ શરુઆત કરવામાં આવી.

વિશ્વ ચકલી દિવસની 2026ની થીમ શી છે?

દર વર્ષે વિશ્વ ચકલી દિવસ અલગ-અલગ થીમ સાથે મનાવવામાં આવે છે અને આ વર્ષ 2026ની થીમ (Theme) છે,

‘આઈ લવ સ્પેરો’ (I Love Sparrow)

અર્થાત્

‘હું ચકલીને પ્રેમ કરું છું’….

World Sparrow Day 2026, ભારત, ચકલી એવોર્ડ, માળા, NFS

‘વર્લ્ડ સ્પેરો ડે’નો સંદેશ

આ વિશેષ દિવસ મનાવવા માટે દેશના વિભિન્ન ભાગોમાં એમના સંરક્ષણ અંગેના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને ઘર કે ઓફિસની છત પર પંખીઓને દાણા-પાણી આપવા માટે માટીના વાસણ, ચણ અને કૃત્રિમ માળા નિશુલ્ક વિતરિત કરવામાં આવે છે. આ ઉપરાંત, ઝૂ (Zoo)ના મુલાકાતીઓને આ દિવસે એમને બચાવવા અંગે માર્ગદર્શન પણ આપવામાં આવે છે.

અંતે નિષ્કર્ષ એ છે કે, પ્રકૃતિને બચાવવા માટેના નાનકડા પ્રયત્નો પણ મોટો ફેરફાર લાવી શકે છે અને એ જ ‘વર્લ્ડ સ્પેરો ડે’નો સંદેશ છે.

હાલ સારી વાત એ છે કે, કૃત્રિમ માળાઓ તથા છત પર દાણા-પાણી મૂકવાથી ગાયબ થઇ રહેલી ચકલીઓ જેને હિન્દીમાં ‘ગોરૈયા’ અથવા ‘ચિડિયા’ કહેવાય છે, એ પાછી આપણા ધાબાઓ પર પરત ફરીને કલરવ કરી રહી છે!


આ પણ વાંચો: બાળકની ભાષા, કલ્પનાશક્તિ અને વિચારોની શક્તિના વિકાસ અંગેની જાગૃતિ…આજે ‘આંતરરાષ્ટ્રીય રીડ ટૂ મી’ દિવસ…

આ પણ વાંચો: આજે રિસાયકલ કરો…આગામી પેઢીનું ભવિષ્ય બચાવો…આજે 18 માર્ચે ‘ગ્લોબલ રિસાયક્લિંગ ડે’ની વૈશ્વિક ઉજવણી..!

આ પણ વાંચો: પ્રત્યેક વ્યક્તિને સમાનતા અને સન્માન સહિત જીવવાનો પૂર્ણ અધિકાર…1 માર્ચે ‘શૂન્ય ભેદભાવ દિવસ’ની ઉજવણી…