Today Special/ શારીરિક આરોગ્ય જેટલું જ મનનું સ્વાસ્થ્ય જરુરી…એ વિશે આજે 30 માર્ચે મનાવાય છે ‘વર્લ્ડ બાઈપોલર ડે’….

વર્લ્ડ બાઈપોલર ડે’ (World Bipolar Day) નો સંદેશ છે માનસિક આરોગ્ય અંગે ખુલ્લેઆમ વાત કરો અને જરૂર પડે ત્યારે મદદ લેવાની હિંમત રાખો…

Trending Lifestyle
World Bipolar Day, માનસિક સ્વાસ્થ્ય, સારવાર, મૂડ સ્વિંગ્સ, 30 માર્ચ
Today Special: માનસિક આરોગ્ય પણ શારીરિક આરોગ્ય જેટલું જ મહત્વપૂર્ણ છે. પરંતુ હજુ પણ ઘણા લોકો માનસિક બીમારીઓ વિશે ખુલ્લેઆમ વાત કરવામાં સંકોચ અનુભવે છે. આ જ કારણસર, દર વર્ષે 30 માર્ચે ‘વર્લ્ડ બાઈપોલર ડે’ (World Bipolar Day, 30th March) ઉજવવામાં આવે છે. આ દિવસનો મૂળ હેતુ છે બાઈપોલર ડિસઓર્ડર (Bipolar Disorder) અંગે જાગૃતિ ફેલાવવી અને માનસિક આરોગ્ય અંગેનું સમાજમાં વ્યાપ્ત કલંક દૂર કરવું.
World Bipolar Day, માનસિક સ્વાસ્થ્ય, સારવાર, મૂડ સ્વિંગ્સ, 30 માર્ચ

‘વર્લ્ડ બાઈપોલર ડે’ (World Bipolar Day) માનસિક સ્વાસ્થ્યની જાગૃતિ

એક વ્યક્તિ ક્યારેક ખૂબ ખુશ અને ઉત્સાહિત લાગે છે… તો ક્યારેક અચાનક જ ઊંડા દુઃખ અને નિરાશામાં ડૂબી જાય છે. આવો ભાવનાત્મક ઉતાર-ચઢાવ ક્યારેક સામાન્ય લાગતો હોય છે. પરંતુ જ્યારે આ ફેરફારો અતિશય અને લાંબા સમય સુધી રહે ત્યારે તે બાઈપોલર ડિસઓર્ડરનું લક્ષણ હોઈ શકે છે. આ માનસિક આરોગ્ય (Mental Health)અંગે જાગૃતિ લાવવા માટે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે ‘વર્લ્ડ બાઈપોલર ડે’…
માનસિક આરોગ્ય સ્વસ્થ જીવન માટે અત્યંત મહત્વપૂર્ણ છે. વર્લ્ડ બાઈપોલર ડે આપણે યાદ અપાવે છે કે માનસિક આરોગ્ય અંગે જાગૃતિ અને સહાનુભૂતિ સમાજને વધુ સંવેદનશીલ બનાવી શકે છે.
World Bipolar Day, માનસિક સ્વાસ્થ્ય, સારવાર, મૂડ સ્વિંગ્સ, 30 માર્ચ
શું છે આ બાઈપોલર ડિસઓર્ડર?
બાઈપોલર ડિસઓર્ડર (Bipolar Disorder) એક માનસિક સ્વાસ્થ્યની સ્થિતિ છે જેમાં વ્યક્તિના મૂડમાં અતિશય ફેરફાર (Mood Swings) થાય છે.
બાઈપોલર ડિસઓર્ડરના મુખ્ય 2 તબક્કા
1. મેનિયા (Mania)– ખૂબ ઉત્સાહ, ઊર્જા અને ઉતાવળ
2. ડિપ્રેશન (Depression)– ઊંડું દુઃખ, થાક અને નિરાશા
આ સ્થિતિ વ્યક્તિના દૈનિક જીવન, કામ અને સંબંધો પર અસર કરી શકે છે.
વિશ્વભરમાં લાખો લોકો બાઈપોલર ડિસઓર્ડરથી પ્રભાવિત છે. પરંતુ ઘણી વખત લોકો યોગ્ય સારવાર (Treatment) લેતા નથી કારણ કે, તેઓ માનસિક આરોગ્ય અંગેશરમ કે ભય અનુભવે છે. આથી નિષ્ણાતો કહે છે કે જાગૃતિ અને સમજણ વધારવી ખૂબ જ જરૂરી છે.
World Bipolar Day, માનસિક સ્વાસ્થ્ય, સારવાર, મૂડ સ્વિંગ્સ, 30 માર્ચ
ડોક્ટરો કહે છે કે, બાઈપોલર ડિસઓર્ડરનો યોગ્ય સારવારથી સફળતાપૂર્વક સંભાળ રાખી શકાય છે.
ઉપચારમાં સામેલ છે
1. દવાઓ
2. મનોવિજ્ઞાનિક સલાહ
3. પરિવાર અને મિત્રોની સહાય
સમયસર નિદાન અને સારવાર વ્યક્તિને સામાન્ય જીવન જીવવામાં મદદ કરે છે.
World Bipolar Day, માનસિક સ્વાસ્થ્ય, સારવાર, મૂડ સ્વિંગ્સ, 30 માર્ચ
માનસિક આરોગ્ય નિષ્ણાતો (Mental health experts) કહે છે કે, બાઈપોલર ડિસઓર્ડર વિશે સમાજમાં જાગૃતિ વધારવી ખૂબ જ જરૂરી છે. કારણ કે માનસિક બીમારીઓ (Diseases) કોઈની પણ સાથે થઈ શકે છે.
અંતે નિષ્કર્ષ એક જ છે, માનસિક આરોગ્ય અંગે ખુલ્લેઆમ વાત કરો અને જરૂર પડે ત્યારે મદદ લેવાની હિંમત રાખો. આ વિશેષ દિવસ આ બાબતનો દ્યોતક છે.

આ પણ વાંચો: આજે 25 માર્ચ…માનવ ઇતિહાસના સૌથી ક્રૂર અને અમાનવીય અપરાધો પૈકીની એક ગુલામી પ્રથાનો ‘આંતરરાષ્ટ્રીય સ્મૃતિ દિવસ’…

આ પણ વાંચો: ‘જ્યાં જળ વહે છે ત્યાં સમાનતા વિકસે છે’…22 માર્ચના રોજ પીવાના સ્વચ્છ પાણી અંગેની જાગૃતિ પહેલ ‘વર્લ્ડ વોટર ડે’…

આ પણ વાંચો: પ્રત્યેક વ્યક્તિને સમાનતા અને સન્માન સહિત જીવવાનો પૂર્ણ અધિકાર…1 માર્ચે ‘શૂન્ય ભેદભાવ દિવસ’ની ઉજવણી…