Today Special: સદીઓ સુધી લાખો લોકોને જબરદસ્તી તેમના ઘરોમાંથી દૂર લઈ જવામાં આવ્યા અને ગુલામ તરીકે વેચવામાં આવ્યા. આ લોકો હતા ગુલામી પ્રથાના વેપારના શિકાર અને આ જ દુઃખદ ઇતિહાસને યાદ કરવા માટે દર વર્ષે 25 માર્ચે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય ગુલામી પ્રથાના શિકાર લોકોનો સ્મૃતિ દિવસ (Slavery Remembrance Day 2026)….

માનવ ઇતિહાસમાં કેટલીક એવી ઘટનાઓ છે જે આપણને દુઃખ અને શરમ બંનેનો અનુભવ કરાવે છે. એવી જ એક કાળી ઘટના છે ટ્રાન્સએટલાન્ટિક ગુલામ વેપાર…સદીઓ સુધી લાખો લોકોને જબરદસ્તી તેમના ઘરોમાંથી દૂર લઈ જવામાં આવ્યા અને ગુલામ તરીકે વેચવામાં આવ્યા. આ દુઃખદ ઇતિહાસ (The Transatlantic Slave Trade)ને યાદ કરવા માટે દર વર્ષે 25 માર્ચે ઉજવવામાં આવે છે ગુલામીના શિકારોની સ્મૃતિનો આંતરરાષ્ટ્રીય દિવસ (International Day of Remembrance of the Victims of Slavery)….

આંતરરાષ્ટ્રીય ગુલામી પ્રથાના શિકાર લોકોનો ગુલામી સ્મૃતિ દિવસ (Slavery Remembrance Day 2026)
તમે જરા કલ્પના તો કરી જુઓ…એક જહાજ સમુદ્રમાં આગળ વધી રહ્યું છે પરંતુ આ કોઇ સામાન્ય મુસાફરી નથી…આ જહાજમાં ઠસોઠસ ભરવામાં આવ્યા છે સેંકડો લોકો જેઓને તેમની ઈચ્છા વિરુદ્ધ તેમના ઘર અને પરિવારથી દૂર લઈ જવામાં આવી રહ્યાં છે.
સદીઓ સુધી લાખો લોકોને જબરદસ્તી તેમના ઘરોમાંથી દૂર લઈ જવામાં આવ્યા અને ગુલામ તરીકે વેચવામાં આવ્યા. આ લોકો હતા ગુલામી પ્રથાના વેપારના શિકાર… અને આ જ દુઃખદ ઇતિહાસની આજે કલ્પનામાત્ર કરતા જ આપણને અંદરથી ઝંઝોડી નાખે છે!

માનવ ઇતિહાસના સૌથી ક્રૂર અને અમાનવીય અપરાધ પૈકીનો એક ગુલામી પ્રથા
દાસનો વેપાર (Slave Trade) માનવ ઇતિહાસના સૌથી ક્રૂર અને અમાનવીય અપરાધો પૈકીનો એક છે. 400 થી વધુ વર્ષો સુધી આફ્રિકા (Africa)ના લગભગ 15 મિલિયનથી પણ વધારે એટલે કે દોઢ કરોડ જેટલા પુરુષો, મહિલાઓ અને બાળકોને આ ટ્રાન્સએટલાન્ટિક દાસપ્રથા અંતર્ગત ગુલામીના શિકાર બનાવાયા હતા. લોકોને એમના કબીલામાંથી ઉઠાવી લઇને અત્યંત ઓછા વેતન કે પછી વેતન વિના જ અત્યંત અમાનવીય પરિસ્થિતિઓ (Inhumane Conditions)માં કામ કરવા માટે મજબૂર બનાવવામાં આવ્યા હતા!
ગુલામીનો વેપાર કરવો અને લાંબા સમય સુધી લોકોને ખરીદવા, વેચવા એ તમામ બાબતો અગાઉ સામાન્ય ગણાતી હતી. માનવ સભ્યતાએ ગુલામીની પ્રથાને નાબૂદ કરવાની દિશામાં મોટું પગલું ભર્યું હતુ. પરંતુ, આ મજબૂર લોકોના બલિદાનોને યાદ રાખવા માટે આ દિવસ અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે અને એ આપણા માટે એક પદાર્થપાઠ છે કે આ પ્રકારના અત્યાચારોને આપણે ભવિષ્યમાં કદીયે નહિં થવા દઇએ!

આ દિવસનો ઇતિહાસ (History)
ઇતિહાસકારોની નોંધ મુજબ, 16મી થી 19મી સદી વચ્ચે લાખો આફ્રિકન લોકોને જબરદસ્તી અમેરિકા અને યુરોપના વિસ્તારોમાં લઈ જવામાં આવ્યા. આ લોકોને ખેતરોમાં, ખાણોમાં અને કાળી મજૂરી કરવા માટે ગુલામ તરીકે ગોંધી રાખવામાં આવ્યા! આ વેપારને ‘ટ્રાન્સએટલાન્ટિક સ્લેવ ટ્રેડ’ (Transatlantic Slave Trade) તરીકે ઓળખવામાં આવે છે. માનવ ઇતિહાસના સૌથી ક્રૂર અધ્યાયો પૈકીનો આ એક દુઃખદ અધ્યાય માનવામાં આવે છે.
વર્ષ 2006માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UN General Assembly)એ સંકલ્પ 61/19 ના માધ્યમથી એ સ્વીકાર કર્યુ કે, “દાસ વેપાર અને ગુલામી, આ બાબતના વ્યાપક સ્વરુપ અને સમયગાળાને ધ્યાનમાં રાખતા માનવ ઇતિહાસમાં માનવાધિકારોના સૌથી જઘન્ય ઉલ્લંઘનો પૈકીના એક છે” અને 25 માર્ચ 2007 ના એટલાન્ટિક દાસ વ્યાપાર નાબૂદીની બસ્સોમી વર્ષગાંઠના સ્મરણોત્સવ માટે આંતરરાષ્ટ્રીય દિવસના રુપમાં નામાંકિત કરવામાં આવ્યો હતો.
એના પછીના વર્ષ 2008 થી સંકલ્પ 62/122 ના માધ્યમથી 25 માર્ચને એટલાન્ટિક દાસ વેપારના પીડિતોની સ્મૃતિમાં વાર્ષિક આંતરરાષ્ટ્રીય દિવસના સ્વરુપે મનાવવાની અધિકૃત ઘોષણા કરવામાં આવી હતી. આ દાસ વેપાર નાબૂદી અધિનિયમ 25 માર્ચના રોજ વર્ષ 1807ના રોજ યુ.કે. (UK)માં પસાર કરવામાં આવ્યો હતો જેના પરિણામસ્વરુપે, આફ્રિકન લોકોની ગુલામી પ્રથાને નાબૂદ જાહેર કરવામાં આવી હતી. પણ કમનસીબે એ પ્રથા દશકાઓ સુધી જળવાઇ રહી હતી અને એને પૂર્ણ થતા વર્ષો લાગ્યા હતા.

શું છે આ ખાસ દિવસનો ઉદ્દેશ્ય
આ દુઃખદ અને કરુણ ઇતિહાસને યાદ રાખવા માટે સંયુક્ત રાષ્ટ્ર (United Nations, UN) દ્વારા આ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ છે…
1. ગુલામીના શિકાર લોકોને શ્રદ્ધાંજલિ (Tribute) આપવી
2. ઇતિહાસ વિશેની જાગૃતિ વધારવી
3. જાતીય ભેદભાવ (Racial Discrimination) અને અન્યાય સામે લડવા પ્રેરણા આપવી
માનવ અધિકારો (Human Rights)નું સંરક્ષણ કેટલું મહત્વપૂર્ણ છે એ બાબતની આ દિવસ આપણને યાદ તાજી કરાવે છે.

સમાનતા અને માનવ અધિકારો માટેની લડતની પ્રેરણા
નિષ્ણાતોનું કહેવું છે કે, ભલે ને ગુલામીનો યુગ (The era of slavery) સમાપ્ત થઈ ગયો હોય… પરંતુ આજે પણ વિશ્વમાં માનવ તસ્કરી (Human Trafficking) અને બળજબરીથી કામ કરાવવાની સમસ્યાઓ કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. આથી ઇતિહાસમાંથી પાઠ લઈને સમાનતા અને માનવ અધિકારો માટેની લડત જારી રાખવી જરૂરી છે.
‘આંતરરાષ્ટ્રીય સ્મૃતિ દિવસ’ માત્ર ઇતિહાસને યાદ કરવાનો દિવસ નથી. પરંતુ તે આપણને યાદ અપાવે છે કે માનવ સમાજમાં સમાનતા, ન્યાય અને માનવ અધિકારો કેટલા મહત્વપૂર્ણ છે. ગુલામીના શિકારોની યાદ આપણે ભવિષ્યમાં આવી દુઃખદ ઘટનાઓ ફરી ન બને તે માટે પ્રેરણા આપે છે.
અંતે નિષ્કર્ષ એ છે કે, માનવ ઇતિહાસના આ કાળી શાહીથી લખાયેલી ઘટનાથી આપણે એક મહત્વપૂર્ણ પાઠ શીખીએ છીએ…માનવતા અને સમાનતા દરેક સમાજ માટે અમૂલ્ય છે. આંતરરાષ્ટ્રીય સ્મૃતિ દિવસ આપણે યાદ અપાવે છે કે, અન્યાય સામે અવાજ ઉઠાવવો અને માનવ અધિકારોનું રક્ષણ કરવું દરેકની જવાબદારી છે.
આ પણ વાંચો: ‘હા! આપણે ટીબીનો અંત લાવી શકીએ છીએ!’…આ થીમ સાથે 24 માર્ચે ઉજવાશે ‘વર્લ્ડ ટ્યુબરક્યુલોસિસ ડે’…
આ પણ વાંચો: પ્રત્યેક વ્યક્તિને સમાનતા અને સન્માન સહિત જીવવાનો પૂર્ણ અધિકાર…1 માર્ચે ‘શૂન્ય ભેદભાવ દિવસ’ની ઉજવણી…
