Today Special: આજે વિશ્વભરમાં ડાઉન સિન્ડ્રોમ સમુદાય ‘વિશ્વ ડાઉન સિન્ડ્રોમ દિવસ’ અર્થાત્ ‘વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ ડે’ (World Down Syndrome Day) મનાવવા અને ‘એકલતાની વિરુદ્ધ સંગઠીત’ થવાના વિષયને પ્રોત્સાહન આપવા માટે એકજૂથ થશે.

‘વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ ડે’ (World Down Syndrome Day)
દરેક વ્યક્તિ ક્યારેક ને ક્યારેક તો એકલતા અનુભવે જ છે! પરંતુ ડાઉન સિન્ડ્રોમ અથવા તો અન્ય બૌદ્ધિક અક્ષમતાઓ (Intellectual disabilities)થી ગ્રસ્ત કેટલાયે લોકો માટે એકલતા ઘણી વાર વધારે અસહજ અને એક પીડાદાયક અનુભવ હોય છે. ઓસ્ટ્રેલિયામાં થયેલા એક વૈશ્વિક અધ્યયન (Australian Research)માં એવું જાણવા મળ્યું છે કે, બૌદ્ધિક અક્ષમતાઓથી ગ્રસિત લોકો મોટા ભાગે એકલતા (Loneliness) મહેસૂસ કરતા હોય છે એની ટકાવારી આશરે 39 ટકા હોય છે જ્યારે અન્ય કોઇ સક્ષમ લોકોમાં આ આંક 14 ટકા હોય છે. આ સમાનતા ન હોવાની લાગણી એમને મૂંઝવે છે!

શું છે ડાઉન સિન્ડ્રોમ?
ડાઉન સિન્ડ્રોમ એક આનુવંશિક વિકાર (Genetic disorder) છે જે ગુણસૂત્ર 21 (Chromosome 21)ની એક વધારાની પ્રતિકૃતિથી ઉત્પન્ન થાય છે. તે બાળકના શારીરિક અને માનસિક વિકાસને ધીમો કરી દે છે અને એથી બૌદ્ધિક અક્ષમતા અને વિશિષ્ટ શારીરિક લક્ષણો જેવા કે ચપટો ચહેરો, તિરછી આંખો વગેરે જણાય છે. એનો કોઇ ઇલાજ નથી, પરંતુ પ્રારંભિક થેરાપીથી જીવનની ગુણવત્તા સુધારી શકાય છે.

ડાઉન સિન્ડ્રોમ ધરાવનારા એકલતા મહેસૂસ કરે છે
એકલતા એક ગંભીર સમસ્યા છે અને એ કેવળ એક દુ:ખદ ભાવના જ નથી પણ આપણા સ્વાસ્થ્ય અને પ્રસન્નતા માટે હાનિકારક પણ હોય છે. એ લોકોને ચિંતાતુર કે અવસાદગ્રસ્ત બનાવી શકે છે. એ શારીરિક સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડી શકે છે.
એકલતા ત્યારે જ ઉત્પન્ન થતી હોય છે જ્યારે લોકોને અન્ય લોકો સાથે સંબંધ બનાવવા અને જાળવી રાખવાનું સમર્થન પ્રાપ્ત થતુ નથી હોતુ! આનો એક જ જવાબ છે…વાસ્તવિક સમાવેશ...જે સારી દોસ્તી અને સંબંધો વિશે હોય છે. આ કિંમતી પળોને મહેસૂસ કરવા અને એ જાણવા માટે હોય છે કે તમે આ સમુદાયનો એક ભાગ છો.

એકલતા વિરુદ્ધ સંગઠીત થવાનો પ્રયાસ
આ એક એવી સમસ્યા છે જેનું આપણે સમાધાન કરી શકીએ છીએ અને એકલતા વિરુદ્ધ સંગઠીત થવાની કાર્યવાહીનો આ દિવસ એક આહ્વાન સ્વરુપ છે.
અહિં એવા તમામ રીત આપી છે જેનાથી તમે વિશ્વ ડાઉન સિન્ડ્રોમ દિવસ મનાવવા અને આ મહત્વપૂર્ણ સંદેશને ફેલાવવા માટે આપણે સૌ સાથે મળીને પ્રયાસો કરી શકીએ એમ છીએ.

મનોરંજક કાર્યક્રમોનું આયોજન કરી શકાય
વિશ્વ ડાઉન સિન્ડ્રોમ બીસી અને ડાઉન સિન્ડ્રોમ રિસોર્સ ફાઉન્ડેશન (World Down Syndrome BC and Down Syndrome Resource Foundation) ના સહયોગથી આયોજીત વિશ્વ ડાઉન સિન્ડ્રોમ દિવસે નૃત્ય કાર્યક્રમ, પોતાની ઓળખ અને લાગણીથી ભરપૂર એક આનંદમય ઉત્સવ ઉજવવામાં આવે છે. આ પ્રકારના મનોરંજક કાર્યક્રમો (Entertainment Programes)નું આયોજન કરીને ડાઉન સિન્ડ્રોમથી ગ્રસિત વ્યક્તિ અને એમના પરિવારોનું મિલન કરાવી શકાય છે અને એ લોકો ખૂલીને પોતાની ભાવનાઓ શૅર કરી શકીએ છીએ.
આ પણ વાંચો: શા માટે મનાવાય છે ‘વિશ્વ NGO દિવસ’…..શું છે એનો ઇતિહાસ અને ઉદ્દેશ્ય?
આ પણ વાંચો: આજે 8 માર્ચ…વિશ્વભરમાં ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ ની ઉજવણી…સ્ત્રીના સમાન અધિકારોને પ્રોત્સાહન..!
આ પણ વાંચો: પ્રત્યેક વ્યક્તિને સમાનતા અને સન્માન સહિત જીવવાનો પૂર્ણ અધિકાર…1 માર્ચે ‘શૂન્ય ભેદભાવ દિવસ’ની ઉજવણી…
