Today Special/ શા માટે મનાવાય છે ‘વિશ્વ NGO દિવસ’…..શું છે એનો ઇતિહાસ અને ઉદ્દેશ્ય?

World NGO Day 2026 (વિશ્વ એનજીઓ દિવસ) ઉજવવા પાછળનું લક્ષ્ય સ્પષ્ટ છે. આટલી વિશાળ દુનિયાના ખૂણે-ખૂણે સહાયતા પહોંચાડવામાં ગમે તેટલી સક્ષમ સરકાર…

Trending World
World NGO Day 2026, બિનસરકારી, સંગઠનો, ગરીબી, સામાજીક સહાય

Today Special: વિશ્વભરમાં આજે અર્થાત્ 27 ફેબ્રુઆરી 2026 (27 February, 2026)ના રોજ ‘વિશ્વ એનજીઓ દિવસ’ મનાવવામાં આવશે. પ્રત્યેક વર્ષની જેમ, આ વર્ષે પણ દુનિયાભરના વિવિધ બિનસરકારી સંગઠનોના સામાજીક કાર્યોની સ્મૃતિમાં અને એમના સન્માનના હેતુથી આ દિવસ (World NGO Day 2026) ઉજવવામાં આવશે.

‘વિશ્વ એનજીઓ દિવસ’ (World NGO Day 2026) મનાવવાનો ઉદ્દેશ્ય

આજે વૈશ્વિક ધોરણે આ ‘વિશ્વ એનજીઓ દિવસ’ (વર્લ્ડ એનજીઓ ડે) ઉજવવા પાછળનું લક્ષ્ય સ્પષ્ટ છે. આટલી વિશાળ દુનિયાના ખૂણે-ખૂણે સામાજીક કાર્યો અને સહાયતા પહોંચાડવામાં ગમે તેટલી સક્ષમ સરકારનું માનવબળ તથા પહોંચ પણ ઓછા પડે છે અને એટલા જ માટે અનેક બિનસરકારી સંસ્થાઓ NGOs (Non-Governmental Organizations) આ કાર્યમાં મદદરુપ બને છે.

World NGO Day 2026, બિનસરકારી, સંગઠનો, ગરીબી, સામાજીક સહાય

આ દિવસ મનાવવાનો હેતુ સમાજમાં હકારાત્મક પરિવર્તન લાવવાનો, ગરીબી તથા અસમાનતા (Poverty and Inequality) સામે લડવા માટેનો હોવા ઉપરાંત, વિભિન્ન સામાજિક કાર્યો (Social Functions)માં નિઃસ્વાર્થપણે યોગદાન આપતી બિનસરકારી અને બિનનફાકારક સંસ્થાઓ (Nonprofit Organizations) તથા તેની સાથે જોડાયેલા સભ્યોને સન્માનિત કરવા માટે સમર્પિત છે. આવી જ સંસ્થાઓ અને બિનસરકારી સંગઠનોના સામાજીક યોગદાનને યાદ કરવા, પ્રશંસિત કરવા, એમને પ્રોત્સાહિત કરવા અને સહયોગ કરવાના હેતુથી પ્રત્યેક વર્ષે આ વિશેષ દિવસ મનાવવામાં આવે છે.

પરંતુ, શું તમને ખબર છે ખરી કે, દુનિયાનું પ્રથમ NGO ક્યારે અને શા માટે ખોલવામાં આવ્યું હતું? તો ચાલો આ દિવસના ઇતિહાસ પર વિહંગાવલોકન કરીએ…

World NGO Day 2026, બિનસરકારી, સંગઠનો, ગરીબી, સામાજીક સહાય

એનજીઓનો ઇતિહાસ (History of NGOs)

‘વર્લ્ડ એનજીઓ ડે’ આખી દુનિયામાં સ્થાપિત બિનસરકારી સંગઠનો દ્વારા કરવામાં આવેલા સામાજીક યોગદાનને પ્રશંસિત કરવાનો એક ઉત્તમ અવસર છે. વર્ષ 1945 માં આ NGO શબ્દનો સૌપ્રથમ વાર પ્રયોગ કરવામાં આવ્યો હતો. એ જ વર્ષે સાન ફ્રાન્સિસ્કો સંમેલન સમાપ્ત થયાના 4 મહિના બાદ, 24 ઓક્ટોબર 1945ના રોજ સત્તાવાર રીતે સંયુક્ત રાષ્ટ્રની શરુઆત થઇ હતી. યૂએન (UN) દ્વારા સત્તાવાર રીતે એ સમયે પોતાની સભાઓમાં નિરીક્ષકો તરીકે કેટલીક વિશેષ એજન્સીઓ કે જે, બિનસરકારી સંગઠનો હતા, એમને સામેલ કરવામાં આવી હતી.

World NGO Day 2026, બિનસરકારી, સંગઠનો, ગરીબી, સામાજીક સહાય

‘વર્લ્ડ એનજીઓ ડે’ મનાવવાનો પ્રારંભ ક્યારથી?

17 એપ્રિલ 2010 ના રોજ લિથુઆનિયામાં 8મા ‘બાલ્ટિક સી NGO ફોરમ’ દ્વારા 12 દેશોએ આ દિવસને માન્યતા આપી હતી. વર્ષ 2014 થી આંતરરાષ્ટ્રીય સ્તરે આ દિવસ ઉજવવાનો પ્રારંભ થયો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ‘વિશ્વ એનજીઓ દિવસ’ને સત્તાવાર રીતે મનાવવા માટેનો પ્રસ્તાવ વર્ષ 2010માં મૂકવામાં આવ્યો હતો અને વર્ષ 2012માં એને મનાવવાની ઘોષણા કરવામાં આવી હતી.

સત્તાવાર પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રથમ વાર વર્ષ 2014માં આ દિવસને સંયુક્ત રાષ્ટ્ર, યુરોપીય સંઘ અને અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠનો દ્વારા ચિન્હિત કરવામાં આવ્યો હતો. 27 ફેબ્રુઆરીએ આ દિવસ બ્રિટીશ માનવતાવાદી માર્ક્વિસ લીઓસ સ્કેડમેનિસ દ્વારા પ્રતિષ્ઠિત કરાયો હતો.

‘બાલ્ટિક સી સ્ટેટ્સ કાઉન્સિલ’ના ‘બાલ્ટિક સી એનજીઓ ફોરમ’ દ્વારા આ દિવસને સત્તાવાર રીતે માન્યતા પ્રદાન કરવામાં આવી હતી. ‘બાલ્ટિક સી એનજીઓ ફોરમ’ (Baltic Sea NGO Forum)ના સભ્ય દેશો હતા, બેલારુસ, ડેનમાર્ક, એસ્ટોનિયા, ફિનલેન્ડ, જર્મની, આઇસલેન્ડ, લૅટવિયા, લિથુઆનિયા, પોલેન્ડ, રશિયા, નોર્વે તથા સ્વીડન!

‘વિશ્વ એનજીઓ દિવસ’નો પ્રથમ વૈશ્વિક ઉદ્ઘાટન સમારંભ ફિનલેન્ડના વિદેશ મંત્રાલય દ્વારા 27 ફેબ્રુઆરી 2014ના રોજ ફિનલેન્ડની રાજધાની હેલસિંકી (Helsinki, Capital of Finland) ખાતે આયોજીત કરવામાં આવ્યો હતો. આ દિવસને વર્ષ 2010 થી 2018 ની મધ્યે 89 દેશો અને 6 મહાદ્વીપોમાં ઓળખ પ્રાપ્ત થઇ હતી.

World NGO Day 2026, બિનસરકારી, સંગઠનો, ગરીબી, સામાજીક સહાય

વિશ્વનું પ્રથમ એનજીઓ ‘રેડક્રોસ’ 

દુનિયાનું સૌપ્રથમ NGO ‘રેડક્રોસ’ (Red Cross) છે જેની સ્થાપના વર્ષ 1863 માં જીનીવા, સ્વિટ્ઝર્લેન્ડ ખાતે કરવામાં આવી હતી. એનો મૂળ ઉદ્દેશ્ય યુદ્ધગ્રસ્ત ક્ષેત્રોમાં ચિકિત્સા અને માનવીય સહાયતા પ્રદાન કરવાનો હતો.

World NGO Day 2026, બિનસરકારી, સંગઠનો, ગરીબી, સામાજીક સહાય

એનજીઓ શું છે અને શું કરે છે?

બિનસરકારી સંગઠન એક એવી સંસ્થા હોય છે જે, સરકારથી સ્વતંત્રપણે સામાજીક કાર્યો જેવા કે, શિક્ષણ, સ્વાસ્થ્ય, ગરીબી નાબૂદી, પર્યાવરણ સંરક્ષણ, માનવાધિકાર, આપત્તિ રાહત કાર્યો જેવા કામો સાથે સંકળાયેલી હોય છે. સરકાર દ્વારા એમનું રજીસ્ટ્રેશન થયેલું હોય છે અને વિવિધ સામાજીક કાર્યોમાં મદદરુપ થવા સરકાર દ્વારા એમને આર્થિક સહાયતા પણ આપવામાં આવે છે. પરંતુ, આ એનજીઓ એમની સેવા કે મદદ માટે લોકો પાસેથી કોઇ પણ જાતનું શુલ્ક લેતા નથી!

World NGO Day 2026, બિનસરકારી, સંગઠનો, ગરીબી, સામાજીક સહાય

ભારતમાં કેટલા એનજીઓ સક્રિય છે?

આપણને પ્રશ્ન થાય કે, દુનિયાભરમાં કુલ કેટલા એનજીઓ સક્રિય છે? આનો જવાબ છે લગભગ 1 કરોડ જેટલા બિનસરકારી સંગઠનો હાલમાં કાર્યરત છે.

ભારતીય કેન્દ્રીય આંકડાકીય સંસ્થાન્ Indian Central Statistical Institute ની એક યાદી મુજબ, ભારત (India)માં અંદાજે 33 લાખ એનજીઓ કામ કરી રહ્યાં છે. સ્માઇલ ફાઉન્ડેશન, હેલ્પએજ ઇન્ડિયા, અક્ષયપાત્ર ફાઉન્ડેશન, મિડ-ડે મીલ યોજના, ગૂંજ, પ્રણવ મુખર્જી ફાઉન્ડેશન વગેરે ભારતના અગ્રગણ્ય NGOs માં સામેલ છે.

જો કે, Charities and Foundations ના એક રિપોર્ટ મુજબ, આ યાદીમાં ભારત વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં જોઇએ તો ઘણા નીચા સ્તરે છે! અને આ NGO પૈકીના ઘણા બધા નિષ્ક્રિય પણ છે! ભારતમાં આ ક્ષેત્રે હજુ વધારે પ્રયાસ કરવાની તાતી જરુર છે.


આ પણ વાંચો: આજે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ડે… ICG દિવસની ઉજવણી…ભારતીય તટના રક્ષકોનું સન્માન..!

આ પણ વાંચો: ‘જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે’…માતૃભાષાના સંવર્ધનના પ્રતીકસમો ‘ઇન્ટરનેશનલ મધર લેંગ્વેજ ડે’…

આ પણ વાંચો: ‘સેન્ટ્રલ એક્સાઇઝ ડે’ 24 ફેબ્રુઆરીએ શા માટે મનાવવામાં આવે છે? જાણો મહત્વ અને ઇતિહાસ…