Today Special: ‘વર્લ્ડ ડે ફોર સોશિયલ જસ્ટિસ’ અર્થાત્ ‘વિશ્વ સામાજીક ન્યાય દિવસ’ (World Day of Social Justice 2026) 20 ફેબ્રુઆરી 2026 ના રોજ શુક્રવારે મનાવવામાં આવશે. આ તારીખ સંયુક્ત રાષ્ટ્ર (United Nations) દ્વારા જાહેર કરવામાં આવી છે અને વર્ષ 2009થી એને પ્રત્યેક વર્ષે મનાવવામાં આવે છે.
સામાજીક વિકાસ અને સમાનતા સાથે સંલગ્ન એક સિદ્ધાંતના સ્વરુપ એવો આ દિવસ સામાજીક ન્યાય પર પ્રકાશ પાડે છે. આ દિવસની ઉજવણી ગરીબી, બેરોજગારી, લૈંગિક અસમાનતા અને માનવ અધિકારો (Poverty, Unemployment, Gender Inequality and Human Rights) જેવા વૈશ્વિક પડકારોના સમાધાનની દ્યોતક છે. દુનિયાભરમાં શાંતિ, સમાનતા અને સતત વિકાસના પાયારુપ એવા સામાજીક ન્યાયની વકીલાતનું સમર્થન કરવા માટેનો આ વિશેષ દિન છે.

વિશ્વ સામાજીક ન્યાય દિવસ 2026 (World Day of Social Justice 2026) ની થીમ
આ વર્ષ 2026નો વિષય (Theme) છે, ‘સામાજિક વિકાસ અને સામાજિક ન્યાય પ્રત્યે નવી પ્રતિબદ્ધતા’ (Renewed Commitment to Social Development and Social Justice)…
વિશ્વ સામાજીક ન્યાય દિવસ સરકારો, સંગઠનો અને વ્યક્તિઓને અધિક સમાવેશી સમાજની રચના હેતુ એકજૂટ થવાની પ્રેરણા આપે છે. આ દિવસે સમાનતા, માનવાધિકારો અને સામાજીક સુરક્ષાને પ્રોત્સાહન આપનારા પગલાંનું સમર્થન કરીને ઉચિત કાર્યવાહી કરવી જેથી આગામી પેઢીએ માટે એક નિષ્પક્ષ અને ન્યાયપૂર્ણ જગત સુનિશ્ચિત હોય!
આ દિવસ મનાવવા પાછળ રહેલા મુખ્ય વિકાસ લક્ષ્યો
ફક્ત આર્થિક વિકાસ જ દુનિયાની સમસ્યાઓનું સમાધાન નથી કરી શકતો કારણ કે, અસમાનતાના કારણે એક સમૃદ્ધ કે વિકાસશીલ દેશના અનેક નાગરિકે ગરીબીમાં જીવન વ્યતીત કરવા માટે મજબૂર બને છે. આ બાબત જ આ દિવસની સ્થાપના અંગેની પ્રેરણાસ્ત્રોત બની હતી.
1. ગરીબી ઉન્મૂલન
ગરીબી જ નહિં, પરંતુ ગરીબીના તમામ સ્વરુપોને નિર્મૂળ કરવા
2. લૈંગિક સમાનતા
લૈંગિક સમાનતા પ્રાપ્ત કરવી અને તમામ મહિલાઓ અને યુવતીઓનું સશક્તિકરણ

3. સમાવેશી વિકાસ
તમામ લોકો માટે સમાવેશી અને ટકાઉ આર્થિક વિકાસ અને સભ્ય કાર્યોને પ્રોત્સાહન આપવું
4. અસમાનતાને ઓછી કરવી
વિભિન્ન દેશો અને દેશોની અંદર પણ અસમાનતાને ઓછી કરવી અને સામાજીક ન્યાયની વકીલાત કરવી
વિશ્વ સામાજિક ન્યાય દિવસનો ઇતિહાસ (World Day of Social Justice History)
વર્ષ 1995માં કોપેનહેગન, ડેન્માર્ક ખાતે વિશ્વ સામાજિક વિકાસ માટે સંમેલન થયું અને કોપેનહેગન ઘોષણા અને કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યા.
વર્ષ 2005માં ન્યૂયોર્ક સિટી,અમેરિકા ખાતે સંયુક્ત રાષ્ટ્રના સભ્ય રાજ્યો દ્વારા કોપેનહેગન ઘોષણા અને કાર્યક્રમની સમીક્ષા થઇ.
સામાજીક ન્યાય વિના શાંતિ અને આર્થિક વિકાસ સંભવ નથી એમ સમજીને ત્યાર બાદ, 26 નવેમ્બર, 2007ના દિવસે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ સત્તાવાર જાહેરાત કરી કે, 20 ફેબ્રુઆરી (20 February)એ વિશ્વ સામાજિક ન્યાય દિવસના સ્વરૂપમાં મનાવવામાં આવશે.
વર્ષ 2008માં નિષ્પક્ષ વૈશ્વીકરણ માટે સામાજીક ન્યાય પરના ઘોષણા પત્રને અપનાવીને એમાં વૈશ્વિકૃત અર્થવ્યવસ્થા (Global Economy)માં તમામ લોકો માટે સન્માનજનક કાર્ય, સમાન અવસર અને નિષ્પક્ષ પરિણામો સુનિશ્ચિત કરવાની જરુરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ સત્તાવાર જાહેરાત કર્યા મુજબ, વર્ષ 2009થી એ પ્રત્યેક વર્ષે આ સામાજીક દિવસને મનાવવામાં આવે છે.

સામાજીક કલ્યાણ અને ન્યાય સુધીની પહોંચ સુનિશ્ચિત બને એ મૂળ ઉદ્દેશ્ય
આને સમગ્ર રીતે જોઇએ તો, દુનિયાભરના તમામ લોકો માટે સામાજીક સુરક્ષા અને સન્માનજનક કાર્યો થાય એ ઉદ્દેશ્ય મૂળ હેતુ છે. ગરીબી નિર્મૂળ થાય, પૂર્ણ રોજગાર અને લૈંગિક સમાનતાને ઉત્તેજન મળે તેમજ તમામ લોકો માટે સામાજીક કલ્યાણ અને ન્યાય સુધીની પહોંચ સુનિશ્ચિત બને એ માટે નક્કર કાર્યવાહી કરવા માટે આ દિવસ સૌને આહ્વાન કરે છે.
આનું લક્ષ્ય એક એવા સમાજનું નિર્માણ કરવાનું છે જ્યાં બધા માટે સમાન અવસર હોય અને પ્રત્યેક વ્યક્તિને એની પૃષ્ઠભૂમિના ભેદભાવ વિના અધિકાર અને અવસર પ્રાપ્ત થાય.
આજે વિશ્વભરમાં અમીર વ્યક્તિઓ વધારે અમીર બની રહી છે જ્યારે ગરીબ ઓર ગરીબ! આ ભેદભાવ દૂર કરીને અમીર અને ગરીબ વચ્ચેની ખાઈને પૂરવા વિષયક નીતિઓ પર ચર્ચા કરવાનો આ વિશેષ અવસર છે. વૈશ્વિક સ્તરે નિષ્પક્ષતા અને સંગઠનના મૂલ્યવર્ધન માટેનો આ વિશેષ દિન છે.
આ પણ વાંચો: આજે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ડે… ICG દિવસની ઉજવણી…ભારતીય તટના રક્ષકોનું સન્માન..!
આ પણ વાંચો:
