Not Set/ સુપ્રીમ કોર્ટ: આતંકવાદને લીધે પણ નથી થયા એટલા રસ્તા પર ખાડાને કારણે થયા ૧૪,૦૦૦ લોકોના મોત

ગુરુવારે સુપ્રીમ કોર્ટે ખરાબ રસ્તાને લીધે મોત થનારા આંકડા પર દુઃખ વ્યક્ત કર્યું છે. છેલ્લા પાંચ વર્ષોમાં  રસ્તા પર રહેલા ખાડાને લીધે ૧૪,૯૨૬ લોકો મોતને ભેટ્યા છે. સુપ્રીમ કોર્ટના જજ મદન બી. લોકુર , જજ દીપક મિશ્રા અને જજ હેમંત ગુપ્તાએ આ આંકડા વિશે કહ્યું કે રસ્તા પર ખાડાને લીધે આટલા બધા લોકોના મૃત્યુ એ […]

Top Stories India Trending

ગુરુવારે સુપ્રીમ કોર્ટે ખરાબ રસ્તાને લીધે મોત થનારા આંકડા પર દુઃખ વ્યક્ત કર્યું છે. છેલ્લા પાંચ વર્ષોમાં  રસ્તા પર રહેલા ખાડાને લીધે ૧૪,૯૨૬ લોકો મોતને ભેટ્યા છે.

સુપ્રીમ કોર્ટના જજ મદન બી. લોકુર , જજ દીપક મિશ્રા અને જજ હેમંત ગુપ્તાએ આ આંકડા વિશે કહ્યું કે રસ્તા પર ખાડાને લીધે આટલા બધા લોકોના મૃત્યુ એ અસ્વીકાર્ય વાત છે.

આ આંકડો આતંકવાદીઓના લીધે થયેલા મૃત્યુ કરતા પણ વધારે છે.વર્ષ ૨૦૧૩થી ૨૦૧૭ સુધી રસ્તા પર પડેલા ખાડાને લીધે થયેલા મૃત્યુનો આંકડો જોઇને લાગે છે કે અધિકારીઓ આ વાત માટે આંખ આડે કાન કરી રહ્યા છે.

આ મામલે આગલી સુનવણી જાન્યુઆરી મહિનામાં થશે.