Relationship News/ લગ્ન પછી પાર્ટનર સાથે ભૂલથી પણ ન કરતા આ વાતો, નહીં તો હસતું-રમતું ઘર બની જશે સ્મશાન

નવા લગ્ન થયા હોય ત્યારે પાર્ટનર (Partner) સાથે વાતચીત કરતી વખતે કઈ સાવધાની રાખવી જોઈએ? ભૂતકાળની વાતો, સરખામણી અને પરિવાર પર કટાક્ષ કરવાથી સંબંધો કેવી રીતે બગડે છે, તે વિશે વાંચો આ ખાસ અહેવાલમાં.

Trending Tips & Tricks Lifestyle Relationships
Partner

Newly Married Couple Tips: લગ્ન એ માત્ર બે વ્યક્તિઓનું જ નહીં પરંતુ બે પરિવારો અને બે અલગ-અલગ વિચારધારાઓનું મિલન છે. લગ્નના શરૂઆતના દિવસોમાં દરેક કપલ પોતાના સંબંધોને મજબૂત અને મધુર બનાવવાનો પ્રયત્ન કરતું હોય છે. આ એવો સમય છે જ્યારે પાર્ટનર એકબીજાની આદતો અને સ્વભાવને સમજવાનો પ્રયાસ કરે છે, તેથી આ દરમિયાન તમારી વાતચીતની રીત અત્યંત મહત્વનો ભાગ ભજવે છે.

ઘણીવાર આપણે મજાક-મજાકમાં અથવા અજાણતા એવી વાતો કહી દઈએ છીએ જે સામેવાળી વ્યક્તિના દિલને ઠેસ પહોંચાડી શકે છે. જો તમે ઈચ્છો છો કે તમારો નવો સંબંધ લાંબા સમય સુધી પ્રેમ અને વિશ્વાસથી ભરેલો રહે, તો લગ્ન પછી તરત જ પાર્ટનર સાથે કેટલીક વાતો કરવાનું ટાળવું જોઈએ.

Partner

લગ્નજીવનની શરૂઆતમાં ભૂલથી પણ ન કરો આ 5 વાતો (Partner)

લગ્ન પછી તમારા જૂના સંબંધો કે ભૂતકાળનો વારંવાર ઉલ્લેખ કરવો પાર્ટનરને અસહજ (Uncomfortable) કરી શકે છે. ભૂતકાળની તુલના વર્તમાન સાથે કરવાથી સંબંધોમાં અસુરક્ષાની ભાવના (Insecurity) વધે છે. તેથી, જૂની વાતો ભૂલીને માત્ર તમારા વર્તમાન અને ભવિષ્ય પર જ ફોકસ કરો.

લગ્ન પછી બંને પક્ષના પરિવારોનું સન્માન કરવું અનિવાર્ય છે. પાર્ટનરના (Partner) માતા-પિતા કે પરિવાર વિશે ખોટી ટિપ્પણી કરવી અથવા તેમનો મજાક ઉડાવવો સંબંધોમાં ગંભીર તણાવ પેદા કરી શકે છે. જો તમને કોઈ વાત પસંદ ન પણ આવી હોય, તો શાંતિથી બેસીને ચર્ચા કરો.

Partner

જો તમે નાની-નાની વાતો પર સતત ફરિયાદો (Complaining) કરતા રહેશો, તો સંબંધોમાં નકારાત્મકતા વધી જશે. નવી શરૂઆતમાં એકબીજાની આદતોને અનુકૂળ થવામાં સમય લાગે છે, તેથી ધીરજ અને સમજદારીથી કામ લો.

તમારા પાર્ટનરની(Partner) સરખામણી કોઈ મિત્ર, સંબંધી કે સોશિયલ મીડિયાના ‘પર્ફેક્ટ કપલ્સ’ સાથે ક્યારેય ન કરો. દરેક માણસની ખૂબીઓ અલગ હોય છે. તુલના કરવાથી સામેવાળી વ્યક્તિનો આત્મવિશ્વાસ ઘટે છે અને મનમોટાવ વધે છે.

લગ્નનો અર્થ એ નથી કે પાર્ટનર (Partner) પર ચોવીસ કલાક નજર રાખવી કે બિનજરૂરી રોકટોક કરવી. પ્રેમની સાથે સંબંધમાં ‘Personal Space‘ આપવી પણ એટલી જ જરૂરી છે. એકબીજા પર ભરોસો રાખવાથી જ સંબંધો મજબૂત બને છે.


આ પણ વાંચો: શું તમે પણ સંબંધોમાં ‘દુકાનદારી’ કરો છો? વાંચો સમર્પણ અને સમજદારીનું અનોખું ગણિત

આ પણ વાંચો: સેક્સ દરમિયાન પાર્ટનરને ક્યારેય ના કહેશો આ 5 વાતો, સુખી લગ્નજીવન માટે જાણી લો આ ખાસ ટિપ્સ

આ પણ વાંચો:ફ્લેવર્ડ કોન્ડમ વાપરતા પહેલા વાંચી લેજો આ ચેતવણી, મહિલાઓમાં વધી શકે છે ઈન્ફેક્શનનું જોખમ