Food Recipe/ સાંજ કે સવારના નાસ્તા માટે બનાવો ક્રિસ્પી સોયા બોલ્સ….દરેક બાઇટમાં મળશે અનોખો આનંદ..!

સોયા એક સંપૂર્ણ પ્રોટીન છે, અહિં તમારા માટે સોયા બોલ્સની એક બહેતરીન રેસિપી (Soya Balls Recipe) લઇને આવ્યા છીએ. આ હાઈ-પ્રોટીન સ્નૅક સ્વાસ્થ્ય માટે…

Trending Food Lifestyle
Soya Balls....Protein-rich સ્વાદિષ્ટ રેસિપી બનાવો 6 સ્ટેપ્સમાં....બહારથી Solid ક્રિસ્પી અંદરથી Soft!

Food Recipe: જો સાંજના સમયે તમને કશુંક ક્રિસ્પી અને સ્પાઈસી સ્નેક ખાવાની ઈચ્છા થાય તો અહિં તમારા માટે સોયા બોલ્સની એક બહેતરીન રેસિપી (Soya Balls Recipe) લઇને આવ્યા છીએ. ઉકાળેલા સોયા ચંક્સ અને બટાટા (Soya Chunks and Potatoes)થી બનેલા આ સોયા બોલ્સ બહારથી ક્રિસ્પી અને અંદરથી નરમ હોય છે. વિશેષ બાબત એ છે કે આ એક હાઈ-પ્રોટીન સ્નૅક છે જે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તો ચાલો જાણીએ શી રીતે આ સોયા બોલ્સ બનાવી શકાય અને એ માટે કઈ-કઈ સામગ્રી જોઇશે?

Health Benefits of Soya Chunks
Health Benefits of Soya Chunks

સોયા ચંક્સના સ્વાસ્થ્યલાભ (Health Benefits of Soya Chunks)

1. પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત

સોયા એક સંપૂર્ણ પ્રોટીન (Complete Protein) છે, જેનો અર્થ એ છે કે, એમાં તમામ 9 એમિનો એસિડ (9 Amino Acids) પ્રાપ્ત થાય છે જે શરીર માટે આવશ્યક છે. એના સેવનથી મસલ્સને મજબૂતી મળે છે.

2. વજન ઘટાડવામાં સહાયક

સોયાબીનમાં ફાઇબર (Fiber)ની માત્રા વધુ હોય છે, જેથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. એ મોટાબોલિઝમને બૂસ્ટ કરે છે જેથી શરીરમાં ફેટ બર્ન થવામાં મદદ મળે છે.

3. હૃદયના સ્વાસ્થ્ય માટે લાભકારી

સોયાબીનમાં સેચ્યુરેટેડ ફેટ ઓછી હોય છે અને એમાં હાજર ઓમેગા-3 ફેટી એસિડ અને આઇસોફ્લેવોન્સ ખરાબ કોલેસ્ટ્રોલ (Bad Cholesterol)ને ઓછું કરવા માટે અને હૃદયની બીમારીઓના જોખમ (Heart Disease Risk)ને ઓછું કરવામાં સહાયક સિદ્ધ થાય છે.

શી રીતે બનાવશો ક્રિસ્પી સોયા બોલ્સ? (Soya Balls Recipe)

સોયા બોલ્સ બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી

Soya Balls Recipe Ingredients
Soya Balls Recipe Ingredients

1 કપ સોયા ચંક્સ

2 બાફેલા બટાટા

1 ડુંગળી

2 લીલા મરચાં

1 મુઠ્ઠી કોથમીર

1 ચમચી લાલ મરચું પાવડર

1 ચમચી ગરમ મસાલા પાવડર (વૈકલ્પિક)

3 મોટા ચમચા કોર્ન ફ્લોર

બ્રેડક્રમ્બ્સ

સ્વાદાનુસાર મીઠું

તેલ (ફ્રાય કરવા માટે)

સ્લરી માટે

1 ચમચી કોર્ન ફ્લોર

અડધી ચમચી લાલ મરચું પાવડર

આવશ્યકતા અનુસાર પાણી

Soya Balls Recipe
Soya Balls Recipe

સોયા બોલ્સ બનાવવાની વિધિ

1. સૌપ્રથમ સોયાબીન ચંક્સને પાણીમાં સારી રીતે ઉકાળી લેવા. ત્યાર બાદ પાણીમાંથી કાઢીને સોયા ચંક્સને મિક્સર જારમાં અધકચરા વાટી લેવા અને એક મોટા બાઉલમાં કાઢી લેવા.

2. એમાં બાફીને મૅશ કરેલા બટાટા, ઝીણા સમારેલા ડુંગળી, લીલા મરચાં, કોથમીર મિક્સ કરવા.

3. આ મિશ્રણમાં મીઠું, લાલ મરચું, ગરમ મસાલો, કોર્ન ફ્લોર અને થોડું પાણી મિક્સ કરવું. તમારે ગરમ મસાલો ન નાખવો હોય તો તમે તમારો અન્ય મનપસંદ મસાલો ઉમેરી શકો છો.

4. આ મિશ્રણને સારી રીતે મિક્સ કરીને એના નાના-નાના બોલ્સ બનાવી લો.

5. હવે એક બાઉલમાં કોર્ન ફ્લોર, લાલ મરચું અને મીઠું ઉમેરીને એક સ્લરી તૈયાર કરી લો.

6. ગૅસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એને સ્લરીમાં ડિપ કરીને પછી બ્રેડક્રમ્બ્સથી કોટિંગ કરીને મધ્યમ તાપે તળી લો. બોલ્સ સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવા.

તો તૈયાર છે તમારા સ્વાદિષ્ટ સોયા બોલ્સ (High Protein Snack Soya Balls)… જેને એક પ્લેટમાં કાઢીને મેયોનીઝ (Mayonnaise) સાથે સર્વ કરો.


આ પણ વાંચો: રાતના ખાણામાં બનાવો સોયા મશરુમ બિરયાની…પ્રોટીનથી ભરપૂર….સ્વાદિષ્ટ એવી કે વારંવાર બનાવશો!

આ પણ વાંચો: સવારના નાસ્તામાં પ્રોટીનસભર સોયાબીન સલાડ….ઝટપટ બનતી હૅલ્ધી રેસિપી…!