Lifestyle/ પ્રોટીનથી ભરપૂર સોયાબીન ની ચટણી…જબરદસ્ત સ્વાદ…રોટલી-રાઇસ સાથે ખાવાની મજા પડી જશે!

Soybean Chutney (સોયાબીનની ચટણી) ખાવી સ્વાસ્થ્ય માટે અત્યંત પૌષ્ટિક વિકલ્પ છે, કારણ કે તે પ્રોટીન, ફાઈબર તથા એન્ટી-ઓક્સિડન્ટ્સનો સારો સ્ત્રોત છે…

Trending Food Health & Fitness Lifestyle
Soybean Chutney, સોયાબીનની ચટણી, પ્રોટીન,સ્વાદિષ્ટ

Lifestyle: ધરના કિચનમાં બનતી એકધારી રસોઇથી ઘણી વાર બધા બોર થઇ જાય છે અને દાળ કે શાક સિવાય પણ કંઇક અથાણા, ચટણી (Pickle, Chutney) જેવું ચટપટું ખાવાની ઇચ્છા થાય છે! તમે કદી સોયાબીનની ચટણી (Healthy Soybean Chutney) ખાધી છે ખરી? અમે તમને ફટાફટ તૈયાર થઇ જતી આ ચટપટી, હૅલ્ધી ચટણીની રેસિપી બતાવવા જઇ રહ્યાં છીએ…!

ભારત (India)માં લોકો ભોજન સાથે અથાણું કે પછી ચટણી લેવાનું પસંદ કરે છે. દેશના અલગ-અલગ પ્રાંતમાં વિવિધ જાતની ચટણીઓ બનાવવામાં આવે છે. આ ચટણીઓ જમણનો સ્વાદ વધારે છે. તમે અનેક જાતની ચટણી ખાધી હશે પણ આજે અમે તમારા માટે એક નવીન તરેહની વાનગી લઇને આવ્યા છીએ…જે પોષક તત્વોથી સભર છે અને એને ખલ-દસ્તા વડે અથવા તો મિક્સરમાં બનાવી શકાશે.

Soybean Chutney, સોયાબીનની ચટણી, પ્રોટીન,સ્વાદિષ્ટ

આ ચટણીના સ્વાસ્થ્ય લાભ (Health Benefits)

સોયાબીનની દાળની ચટણીમાંથી અનેક પોષક તત્વો પ્રાપ્ત થાય છે. જો તમે ઉચિત માત્રામાં અને યોગ્ય રીતે એનું સેવન કરશો તો તમારા સ્વાસ્થ્ય પર એની પોઝીટિવ અસરો અવશ્ય જોવા મળશે. બાળકો (Kids)થી માંડીને વડીલો સુધી તમામ લોકોને આનો સ્વાદ ચોક્ક્સ પસંદ પડશે.

સોયાબીનની ચટણી ખાવી સ્વાસ્થ્ય માટે અત્યંત પૌષ્ટિક વિકલ્પ છે, કારણ કે તે પ્રોટીન, ફાઈબર તથા એન્ટી-ઓક્સિડન્ટ્સ (Protein, Fiber and Antioxidants)નો સારો સ્ત્રોત છે. હૃદયને સ્વસ્થ રાખવા ઉપરાંત, પાચન સુધારવામાં, વજન નિયંત્રિત રાખવામાં અને હાડકાંને મજબૂત બનાવવામાં એના સેવનથી મદદ મળે છે.

જોકે, વધુ પડતું સોયાબીનનું સેવન કરવાથી એલર્જી અથવા તો હોર્મોનલ સમસ્યાઓ (Hormonal Problems) ઉદ્ભવી શકે છે. આ કઠોળને રાંધેલા ફોર્મ (Cooked Form)માં ખાવું હિતાવહ છે.

શી રીતે બનાવશો સોયાબીનની ચટણી (Soybean Chutney)?

જો જમવાની થાળીમાં સાથે ચટણી કે અથાણા પીરસવામાં આવે તો ભોજનની લહેજત (Taste)ઓર વધી જાય છે. જો તમે મસાલેદાર વાનગી ખાવાના શોખીન છો તો, આ રીતે સોયાબીન-દાળની ચટણી બનાવીને એની મજા માણી શકો છો. અહિં અમે તમને એની સરળ રેસિપી (Recipe) બતાવવા જઇ રહ્યાં છીએ.

આ વાનગી બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

Soybean Chutney, સોયાબીનની ચટણી, પ્રોટીન,સ્વાદિષ્ટ

સામગ્રી

1 નાની વાડકી સોયાબીનની દાળ

અડધી વાડકી કોથમીર

5-7 લસણની કળીઓ

3-4 લીલા મરચા

થોડો ફુદીનો

જરુર મુજબ લીંબુનો રસ

સ્વાદાનુસાર મીઠું

Soybean Chutney, સોયાબીનની ચટણી, પ્રોટીન,સ્વાદિષ્ટ

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ તવા પર સોયાબીનની કોરી દાળ (Soyabean Dal)ને હળવી શેકી લેવી.

2. એનો રંગ થોડો બદલાય એટલે ઉતારીને પ્લેટમાં ઠંડી કરી લેવી.

3. હવે એક ખલદસ્તામાં આ શેકેલી દાળ સાથે તાજી કોથમીર, લસણની કળીઓ (Coriander, Garlic), લીલા મરચા અને ફુદીનાને વાટી લેવા. એમાં સ્વાદાનુસાર મીઠું પણ ઉમેરી દેવું.

4. જો તમારી પાસે ખલ ન હોય તો તમે એને મિક્સરમાં પણ બનાવી શકો છો.

5. આ ચટણીને કોઇક બાઉલમાં કાઢી લો અને તમને ખટાશ પસંદ હોય તો થોડો લીંબુનો રસ (Lemon Juice) ઉમેરી દો.

6. આ તૈયાર ચટણી પર કાચા સરસિયા (Mustard Oil)ને રેડી દો. તમને એ ન પસંદ હોય તો તમે એમાં કે કોઇ પણ અન્ય તેલમાં જીરાનો વઘાર કરીને પણ ઉમેરી શકો છો.

તો તૈયાર છે તમારી સોયાબીન ચટણી….એને તમે ગરમાગરમ રોટલી, પરોઠા, રાઇસ વગેરે સાથે સર્વ કરી શકો છો.

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


આ પણ વાંચો: મૂળાની ભાજીને ફેંકશો નહિં…બનાવો ચટાકેદાર મૂળાની ચટણી…ફટાફટ રેસિપી..!

આ પણ વાંચો: ચટણી લીલી રાખવા આ નુસ્ખા અપનાવો, 10 દિવસ સુધી રહેશે તાજી!