Lifestyle/ જો આ રીતે બનાવશો સીંગદાણાની ચટણી, તો આંગળા ચાટતા રહેશો! રોટલી સાથે પણ ભાવે એવી સરળ રેસિપી!

Peanut Chutney (સીંગદાણાની ચટણી) કોપરાનું છીણ, સીંગદાણા અને આમલીની પેસ્ટના પરફેક્ટ કોમ્બિનેશનના કારણે ચટાકેદાર અને સોડમથી ભરપૂર બને છે…

Trending Food Health & Fitness Lifestyle
Peanut Chutney,  સીંગદાણાની ચટણી, હૅલ્થ, ટેસ્ટી, રેસિપી

Lifestyle: તમે જો દરરોજ એકની એક ચટણી ખાઇ-ખાઇને કંટાળી ગયા હો અને કંઇક નવો ટેસ્ટ ઇચ્છતા હો તો આ સીંગદાણાની ચટણી (Peanut Chutney)ને અવશ્ય ટ્રાય કરો. એનો જબરદસ્ત સ્વાદ એટલો તો દાઢે વળગશે કે, તમે આંગળા ચાટવા મજબૂર થઇ જશો!

સ્વાસ્થ્ય લાભ આપતા ઘટકો ધરાવતી ચટણી

શિયાળાની ઋતુ (Winter Season)માં શરદી-ખાંસી (Cold-Cough)નું જોખમ ઘણું જ વધી જાય છે. આ ઉપરાંત, આ મોસમમાં તીખી-મીઠી વસ્તુઓ ખાવાની ક્રેવિંગ થાય છે. આ ઠંડી ઋતુમાં દરેક ઘરમાં તરેહ-તરેહની ચટણીઓ બનાવવામાં આવે છે, જેવી કે લસણની ચટણી, કોથમીર-મરચાની ચટણી, મૂળા-લસણની ચટણી વગેરે…પણ જો આ ચટણીઓને ઘરે જ હૅલ્ધી રીતે બનાવવામાં આવેલી હોય તો અતિ ઉત્તમ! એના સેવનથી અનેક સ્વાસ્થ્ય લાભ (Health Benefits) પ્રાપ્ત થાય છે. શું તમે જાણો છો કે હૅલ્ધી (Healthy) ગણાતા કોપરા, સીંગદાણા અને આમલીનું સેવન કરવાથી વાયરલ ઇન્ફેક્શન (Viral Infection)નું જોખમ પણ ઘટે છે.

સીંગદાણા એ પ્રોટીન, હેલ્ધી ફેટ્સ, ફાઈબર, વિટામિન E તથા કેલ્શિયમ અને આયર્ન જેવા ખનીજોનો ઉત્તમ સ્ત્રોત છે. દરરોજ એક મુઠ્ઠી સીંગદાણા ખાવાથી પાચન તો સુધરે જ છે, એ ઉપરાંત હૃદયની તંદુરસ્તી જળવાઈ રહે છે. વળી મગફળીના સેવનથી હાડકાં મજબૂત થાય છે, રોગપ્રતિકારક શક્તિ વધે છે અને વજન પણ નિયંત્રણમાં રહે છે. આમ, આ સીંગદાણાની ચટણીને રેગ્યુલર ડાયેટમાં ઉમેરવાથી આપણને અનેક હૅલ્થ બેનિફિટ્સ પ્રાપ્ત થાય છે.

Peanut Chutney,  સીંગદાણાની ચટણી, હૅલ્થ, ટેસ્ટી, રેસિપી

પૌષ્ટિક અને સ્વાદિષ્ટ આ ચટણીનું પરફેક્ટ કોમ્બિનેશન

લીલા કોપરા (Coconut), સીંગદાણા (Peanuts) અને આમલી (Tamarind)ને અનેક વ્યંજન-વાનગીઓમાં ઉમેરીને એનો આસ્વાદ માણી શકાય છે, જેમ કે ઇડલી, ઢોસા, સાંભાર, રસમ (Sambhar, Rasam, Idli, Dosa) વગેરે….પરંતુ આ સૌથી સરળ રેસિપી (Recipe) છે જેને ફૉલો કરીને સ્વાદિષ્ટ સીંગદાણાની ચટણી બનાવીને એનો આસ્વાદ માણી શકાય છે.

ચટણીની વિશેષ બાબત એ છે કે, એ માત્ર ઇડલી કે ઢોસા સાથે નહિં પરંતુ રોટલી, પરોઠા અને ભાત (Roti, Paratha & Rice) સાથે પણ એટલી જ સ્વાદસભર લાગે છે! કોપરાનું છીણ, સીંગદાણા અને આમલીની પેસ્ટના પરફેક્ટ કોમ્બિનેશનના કારણે આ ચટણી તદ્દન ચટાકેદાર અને સોડમથી ભરપૂર બને છે.

જો જમવાની થાળીમાં સાથે ચટણી કે અથાણા પીરસવામાં આવે તો ભોજનની લહેજત (Taste)ઓર વધી જાય છે. જો તમે મરચાવાળી કે પછી મસાલેદાર વાનગીઓ ખાવાના શોખીન છો તો, આ રીતે સીંગદાણાની ચટણી બનાવીને એની મજા માણી શકો છો. અહિં અમે તમને એની સરળ રેસિપી (Recipe) બતાવવા જઇ રહ્યાં છીએ. એને બનાવવા માટે તમને આટલી સામગ્રીની આવશ્યકતા રહેશે. તો ચાલો એને બનાવવાની સરળ વિધિ અંગે વિસ્તૃતપણે….

શી રીતે બનાવશો સીંગદાણાની ચટણી (Peanut Chutney)?

સીંગદાણાની ચટણી બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

Peanut Chutney,  સીંગદાણાની ચટણી, હૅલ્થ, ટેસ્ટી, રેસિપી

સામગ્રી

1/2 કપ સીંગદાણા (કાચી મગફળી)

મધ્યમ આકારનું લીલું નારિયેળ

2 લીલા મરચા

5 થી 6 લસણની કળીઓ

1/2 ઇંચ આદુનો ટુકડો

2 મોટી ચમચી આમલીની પેસ્ટ

સ્વાદાનુસાર મીઠું

Peanut Chutney,  સીંગદાણાની ચટણી, હૅલ્થ, ટેસ્ટી, રેસિપી

વઘાર માટેની સામગ્રી

1 મોટો ચમચો તેલ

1 ચપટી હીંગ

1/2 નાની ચમચી રાઇ

1 નાની ચમચી અડદની દાળ

2 સૂકા લાલ મરચા

10 થી 12 લીમડાના પાન

Peanut Chutney,  સીંગદાણાની ચટણી, હૅલ્થ, ટેસ્ટી, રેસિપી

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ એક તાવડીમાં કાચી મગફળી ને હળવી શેકી લેવી. એ સોનેરી થાય ત્યાં સુધી શેકવી.

2. હવે આ સીંગદાણાને ઠંડા થવા દઇને એમાં કોપરાનું છીણ, લીલા મરચા, લસણ, આદુ, આમલીનો પલ્પ અને મીઠું (Salt) ઉમેરો. જરુર જણાય તો થોડું પાણી ઉમેરીને એક સ્મૂધ ચટણી બનાવી લેવી.

3. હવે એમાં વઘાર કરી લેવો. આ માટે એક નાના વઘારિયામાં તેલ (Oil) લઇને ગરમ કરવા મૂકો.

4. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ ઉમેરો. એ ફૂટવા લાગે એટલે એમાં અડદની દાળ નાખીને એને ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લેવી.

5. ત્યાર બાદ, સૂકા લાલ મરચા, લીમડાના પાન તથા એક ચપટી હીંગ નાખીને વઘાર તૈયાર કરી લેવો.

6. આ વઘારને ચટણી પર ઉમેરીને ચટણીને હલાવી લેવી અને ત્યાર બાદ, 2-4 મિનિટ ઢાંકી દેવી.

તો તૈયાર છે તમારી સીંગદાણાની ચટણી….એને ગરમાગરમ ઢોસા, ઇડલી, રોટલી અને પરોઠાની સાથે સર્વ કરો. જે પણ એને ખાશે એ વારંવાર બનાવવાની ફરમાઇશ કરશે!


આ પણ વાંચો: મૂળાની ભાજીને ફેંકશો નહિં…બનાવો ચટાકેદાર મૂળાની ચટણી…ફટાફટ રેસિપી..!

આ પણ વાંચો: ચટણી લીલી રાખવા આ નુસ્ખા અપનાવો, 10 દિવસ સુધી રહેશે તાજી!