મુંબઇ,
અજય દેવગણને સેટ પર કોઇપણ પ્રકારનું ગેરવર્તણુંક પસંદ નથી,ખાસ કરીને કોઇ પુરૂષ મહિલા સાથે અભદ્ર વર્તન કરે તો તેને પસંદ નથી પડતું. તાજેતરમાંઅજયની ફિલ્મ ‘દે દે પ્યાર દે’ ના સેટ પર મહિલા આસિસ્ટન્ટ ડિરેક્ટર સાથે મેક અપમેન દ્રારા બદતમીજી થઇ હતી.જો કે અજયને આ વિશે ખબર પડી ત્યારે તેણે તરત જ ફિલ્મમાંથી મેક અપ મેનને નીકળી દીધો હતો.
આસિસ્ટન્ટ ડિરેક્ટર તાન્યા પોલ સિંહએ આરોપ લગાવ્યો કે જયારે હું મોનીટર પર શોટ જોઈ રહી હતી ત્યારે મારા ખભા પર એક હાથ હોવાનું મને મહેસુસ થયું. સીન ચાલી રહ્યો હતો એટલા માટે હું ફરીને જોઈ શકી નહોતી કે પાછળ કોણ છે. થોડીવાર પછી તે મેક અપ મેને કહ્યું કે તમારે મારો આભાર માનવો જોઈએ કેમકે મે તમને મસાજ કરી આપ્યો હતો.
તાન્યા પોલ સિંહ કહે છે કે મેક અપમેન સીન જોવાના બહાને મારી ખુરશીથી અડીને ઊભો રહી ગયો અને ફરી મારા ખભા પર હાથ રાખ્યો. તાન્યાએ આ વાત તેના ટીમના સભ્યોને જણાવી અને એ પછી તે નિર્દેશન લવ રંજન પાસે પહોંચી. લવ રંજન પણ મેક અપમેનની આવી વર્તણુંકથી નારાજ થઇ ગયા.
ત્યાર પછી તાન્યા પોલ સિંહ ફિલ્મના હીરો અજય દેવગન પાસે ગઈ. અજયએ તરત જ તે મેક-અપ મેનને બહારનો રસ્તો બતાવી દીધો હતો. લવ રંજન પણ કહ્યું કે તેઓ તેમના ફિલ્મ સેટ આ આવો વ્યવહાર સહન કરશે નહિ.
આપને જણાવી દઈએ કે તાન્યા પોલ સિંહએ સોશિયલ મીડિયા પર પણ આ વાત શેર કરી છે.
#TanyaPaulSingh is not all complaint. The young female Assistant Director is all praise for @ajaydevgn and #LuvRanjan for nipping the sexual harassment she encountered, in the bud😱🔥#MeToo| @iamvickeyleaks | @TeamAjayDevgn | @tabuism https://t.co/aEprO3eY74
— SpotboyE (@Spotboye) October 22, 2018
