Health & Fitness News : ઓગસ્ટ મહિનો શરૂ થતાં જ તહેવારોની હારમાળા શરૂ થઈ જતી હોય છે. રક્ષાબંધન, જન્માષ્ટમી અને અન્ય ધાર્મિક ઉત્સવો દરમિયાન દરેક મહિલા ઈચ્છતી હોય છે કે તેનો ચહેરો સુંદર, ચાંદ જેવો ચમકતો (kiwi paste)અને તાજો દેખાય. પરંતુ દર વખતે પાર્લરમાં જઈને કલાકો વિતાવવા કે મોંઘી ટ્રીટમેન્ટ કરાવવી શક્ય હોતી નથી. આવી સ્થિતિમાં ઘરમાં ઉપલબ્ધ વસ્તુઓથી બનાવેલું ‘કીવી ફેશિયલ’ તમને મિનિટોમાં કુદરતી નિખાર આપી શકે છે.
બ્યુટી એક્સપર્ટ્સના મતે કીવીમાં વિટામિન C અને એન્ટી-ઓક્સિડન્ટ્સ ભરપૂર માત્રામાં હોય છે, જે ત્વચાની નિસ્તેજતા (Dullness) દૂર કરી તેને કોમળ અને હેલ્ધી બનાવે છે.
kiwi paste : કીવી ફેશિયલ કરવાની સરળ 2-સ્ટેપ રીત:
સ્ટેપ 1: કીવી ક્લેન્ઝર (ત્વચાની સફાઈ)
1 ચમચી કીવીનો પલ્પ અને 1 ચમચી એલોવેરા જેલ લો.બંનેને મિક્સ કરીને ગાલ, જો-લાઈન, અને કપાળના ભાગે 2 થી 3 મિનિટ સુધી હળવા હાથે ગોળાકાર (Circular) ગતિમાં મસાજ કરો. આનાથી ત્વચાના છિદ્રોમાંથી ગંદકી સાફ થશે. ત્યારબાદ ચહેરો સાદા પાણીથી ધોઈ લો.
સ્ટેપ 2: હોમમેઇડ કીવી ફેસ પેક (Kiwi Face Pack)
2 ચમચી કીવીના પલ્પમાં ૧ ચમચી મધ ઉમેરો.ડ્રાય સ્કિન માટે આ મિશ્રણમાં અડધી ચમચી તાજું દહીં ઉમેરવું.ઓઈલી સ્કિન માટે આ મિશ્રણમાં અડધી ચમચી ચણાનો લોટ (બેસન) ઉમેરવો.આ પેસ્ટને ચહેરા પર સરખી રીતે લગાવી 7 થી 10 મિનિટ રહેવા દો. ત્યારબાદ પાણીથી ચહેરો ધોઈને હળવું મોઇશ્ચરાઇઝર (Moisturizer) લગાવી લો.
ત્વચા પર દેખાશે નેચરલ ચમક
કીવીમાં રહેલું વિટામિન C ત્વચામાં કોલેજનનું ઉત્પાદન વધારે છે, જેનાથી ફેસ પર ઇન્સ્ટન્ટ ગ્લો આવે છે.
આ પણ વાંચો :વિટામિન C ની ઉણપ પૂરી કરવા રોજ પીઓ આ 5 હેલ્ધી જ્યુસ, ઇમ્યુનિટી વધારવા અને વજન ઘટાડવામાં કરશે મદદ.
આ પણ વાંચો :ચહેરા પરના ડાઘ-ધબ્બા મિનિટોમાં થશે ગાયબ; રોજિંદા આહારમાં સામેલ કરો આ અદ્ભુત ‘સુપર-ડ્રિંક’
આ પણ વાંચો :ચોમાસામાં હેર સ્પા કે હેર માસ્ક? જાણો વાળની ચીકાશ, ફ્રિઝીનેસ અને ખંજવાળ દૂર કરવા કયો વિકલ્પ છે બેસ્ટ
