Lifestyle News/ ચોમાસામાં હેર સ્પા કે હેર માસ્ક? જાણો વાળની ચીકાશ, ફ્રિઝીનેસ અને ખંજવાળ દૂર કરવા કયો વિકલ્પ છે બેસ્ટ

ચોમાસામાં વાતાવરણના ભેજને કારણે વાળ ફ્રિઝી અને સ્કેલ્પ (Take care-your hair)ઓઈલી થઈ જાય છે. જાણો હેર સ્પા અને હેર માસ્કમાંથી તમારા માટે શું ઉત્તમ છે અને ઘરે જ દહીં-મધનું હેર માસ્ક બનાવવાની આસાન રીત.

Trending Health & Fitness Lifestyle
Take care-your hair during the monsoon.

Health & Fitness : ચોમાસાની ઋતુમાં હવામાં ભેજનું પ્રમાણ ખૂબ વધી જવાથી વાળની સંભાળ (Take care-your hair)રાખવી એક મોટો પડકાર બની જાય છે. વરસાદી વાતાવરણમાં વાળ અચાનક ડલ, ફ્રિઝી, નિર્જીવ અને ગૂંચવાયેલા થઈ જાય છે. આ ઉપરાંત, માથાની ત્વચા (Scalp) પર ચીકાશ વધવાથી ખંજવાળ અને ડેન્ડ્રફની સમસ્યા પણ વ્યાપક બને છે.

HAIR

આવી સ્થિતિમાં પાર્લરમાં જઈને ‘હેર સ્પા’ કરાવવું કે ઘરે જ ‘હેર માસ્ક’ લગાવવું, તે અંગે ઘણીવાર મૂંઝવણ થતી હોય છે.વાળની ચોક્કસ સમસ્યા મુજબ હેર સ્પા અને હેર માસ્ક બંનેના અલગ-અલગ ફાયદા છે. ચાલો જાણીએ કે તમારા વાળ માટે કયો વિકલ્પ સૌથી વધુ યોગ્ય રહેશે.

Take care-your hair : સ્કેલ્પની સમસ્યાઓ માટે હેર સ્પા છે શ્રેષ્ઠ

હેર સ્પા એ એક પ્રોફેસનલ ટ્રીટમેન્ટ છે, જેમાં ડીપ ક્લીન્સિંગ, મસાજ, સ્ટીમિંગ (Steam) અને ન્યુટ્રિશિયસ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે.જો તમારું સ્કેલ્પ વધુ પડતું ઓઈલી હોય, સતત ખંજવાળ આવતી હોય કે ડેન્ડ્રફ થતો હોય તો હેર સ્પા બેસ્ટ ઓપ્શન છે.તે માથાની ત્વચા પર જમા થયેલી ગંદકી, સ્વેટ અને કેમિકલ બિલ્ડ-અપને દૂર કરે છે. સ્ટીમ અને મસાજથી બ્લડ સરક્યુલેશન વધે છે, જેથી વાળના મૂળ મજબૂત બને છે. સામાન્ય રીતે દર 3 થી 6 અઠવાડિયે એકવાર હેર સ્પા કરાવવાની સલાહ આપવામાં આવે છે.

ડ્રાય અને ફ્રિઝી વાળ માટે ઘરે જ બનાવો નેચરલ હેર માસ્ક

હેર માસ્ક એ વાળને ઊંડાણપૂર્વક પોષણ (Moisture) આપવાનો સૌથી સરળ અને બજેટ-ફ્રેન્ડલી ઘરેલુ ઉપાય (Home remedies) છે. તે ખાસ કરીને વાળની લંબાઈ અને તેના નીચેના છેડાને હાઈડ્રેટેડ રાખે છે. ફ્રિઝી અને સુકા વાળ માટે અઠવાડિયામાં 1 થી 2 વાર હેર માસ્કનો ઉપયોગ કરવો અત્યંત ગુણકારી છે.

ઘરે હેર માસ્ક બનાવવાની સરળ રીત

2 ચમચી તાજું દહીં, 1 ચમચી શુદ્ધ મધ અને 1 ચમચી ઓલિવ ઓઈલ (જેતુનનું તેલ).

આ તમામ સામગ્રીને સરસ રીતે મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ મિશ્રણને વાળની લંબાઈ અને છેડા પર 20 મિનિટ સુધી લગાવી રાખો. ત્યારબાદ સૌમ્ય શેમ્પૂથી માથું ધોઈ લો. આનાથી વાળ એકદમ સોફ્ટ, શાઈની અને ફ્રિઝ-ફ્રી બનશે. સ્કેલ્પની ઊંડી સફાઈ અને બ્લડ સરક્યુલેશન માટે હેર સ્પા ઉત્તમ છે, જ્યારે વાળમાં નમી અને ગ્લો જાળવી રાખવા માટે ઘરેલું હેર માસ્ક વધુ ફાયદાકારક ગણાય છે.


આ પણ વાંચો :સવારે ખાલી પેટે કરો આ 3 ખાસ વસ્તુઓનું સેવન; આખો દિવસ મળશે સુપરફાસ્ટ એનર્જી અને થાક થશે દૂર

આ પણ વાંચો :જમ્યા પછી કેમ આવે છે ભારે સુસ્તી અને અતિશય ઊંઘ? જાણો વૈજ્ઞાનિક કારણો અને અચૂક ઉપાયો

આ પણ વાંચો :કાળા થઈ ગયેલા ઘૂંટણ અને કોણી મિનિટોમાં ચમકશે; અજમાવો આ 2 સરળ દેશી ઉપાયો