Health & Fitness News : આજના ભાગદોડભર્યા જીવનમાં મોટાભાગના લોકો પોતાના ખાવા-પીવા પર પૂરતું ધ્યાન આપી શકતા નથી. ખાસ કરીને સવારે ઉઠતાંની સાથે જ સૌથી પહેલાં પેટમાં શું પધરાવવું જોઈએ (Morning on an empty stomach), તે બાબત પ્રત્યે ભારે બેદરકારી જોવા મળે છે. આરોગ્ય નિષ્ણાતોના મતે, સવારની શરૂઆત કેવી રીતે થાય છે તેના પર જ આપણા આખા દિવસનું એનર્જી લેવલ, પાચનતંત્રની કાર્યક્ષમતા અને મૂડ નિર્ભર કરે છે.
જાણીતા ન્યુટ્રિશનિસ્ટ પોતાની મોર્નિંગ રૂટિન શેર કરતા જણાવ્યું છે કે તેઓ સવારે 6 વાગ્યે ખાલી પેટે કઈ 3 વસ્તુઓનું સેવન કરે છે. જો તમે પણ સવારે સુસ્તી, આળસ કે થાક અનુભવતા હોવ, તો આ સરળ નુસખાને તમારી દિનચર્યાનો ભાગ બનાવી શકો છો.

Morning on an empty stomach : 250 મિલી પાણી પીને કરો દિવસની શરૂઆત
રાત્રે 7 થી 8 કલાકની ઊંઘ દરમિયાન શરીર પાણી વગર રહેતું હોવાથી સવારે ડીહાઇડ્રેશન (Water shortage) અનુભવાય છે. તેથી સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલા 250 મિલી નવશેકું અથવા સાદું પાણી પીવું જોઈએ. આનાથી શરીરમાં ફ્લુઇડ્સની ભરપાઈ થાય છે, ટોક્સિન્સ બહાર નીકળે છે અને મેટાબોલિઝમ તુરંત જ સક્રિય થઈ જાય છે.
1 ચમચી શુદ્ધ નારિયેળ તેલ (હેલ્ધી ફેટ)
પાણી પીધા પછી તરત જ ચા કે નાસ્તો કરવાને બદલે એક ચમચી ‘વર્જિન કોકોનટ ઓઇલ’ (Pure coconut oil) લેવાની સલાહ આપવામાં આવે છે. સવારે ખાલી પેટે હેલ્ધી ફેટ લેવાથી બ્લડ સુગરનું સ્તર આખો દિવસ નિયંત્રિત અને સ્થિર રહે છે. પરિણામે વારંવાર ભૂખ લાગતી નથી અને દિવસ દરમિયાન ચિડચિડાપણું કે એનર્જી ડાઉન થવાની સમસ્યા થતી નથી.
એક કપ ગરમ બ્લેક કોફી (એનર્જી અને સતર્કતા માટે)
રૂટિનના અંતિમ ચરણમાં એક કપ બ્લેક કોફી પીવાનો સમાવેશ થાય છે. બ્લેક કોફીમાં રહેલું કેફીન સવારે શરીરમાં કોર્ટિસોલનું નેચરલ લેવલ 30 થી 40 ટકા સુધી વધારી દે છે, જેનાથી સવારની આળસ ગાયબ થઈ જાય છે અને કાર્યક્ષમતા વધે છે. આ ઉપરાંત કોફીમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ્સ (Polyphenols) આંતરડાના સ્વાસ્થ્ય (Gut Health) માટે ખૂબ જ ગુણકારી ગણાય છે.આ ત્રણેય વસ્તુઓનું યોગ્ય સંયોજન સવારે પાચનતંત્રને શાંત રાખીને દિવસભર શરીરને સ્ફૂર્તિલા અને ઉર્જાવાન રાખવામાં મદદ કરે છે.
આ પણ વાંચો :કાળા થઈ ગયેલા ઘૂંટણ અને કોણી મિનિટોમાં ચમકશે; અજમાવો આ 2 સરળ દેશી ઉપાયો
આ પણ વાંચો :તમે જે પનીર ખાઈ રહ્યા છો તેમાં ડિટર્જન્ટની ભેળસેળ તો નથી ને? આ રીતે ઘરે જ કરો સરળ ચકાસણી
આ પણ વાંચો :સવારે ખાલી પેટે કરો આ 3 વસ્તુઓનું સેવન, આખો દિવસ બોડીમાં રહેશે ઓવરલોડેડ એનર્જી
