Health & Fitness : પનીર એ ભારતીય આહારમાં પ્રોટીનનો એક મુખ્ય સ્ત્રોત છે. પરંતુ આજકાલ બજારમાં નકલી અને મિલાવટવાળું પનીર (fake paneer) મોટા પાયે વેચાઈ રહ્યું છે. નકલી પનીર બનાવવામાં સિન્થેટિક કેમિકલ્સ (Synthetic chemicals), વનસ્પતિ તેલ અને ડિટર્જન્ટનો પણ ઉપયોગ કરવામાં આવે છે, જે આરોગ્ય માટે અત્યંત હાનિકારક છે. જો તમને પણ શંકા હોય કે તમારા ઘરમાં આવતું પનીર અસલી છે કે નકલી, તો તમે ઘરે બેઠા જ કેટલીક આસાન રીતો દ્વારા તેની ખરાઈ (analog paneer test )કરી શકો છો.
ઘરબેઠા કરો ‘ફોમ ટેસ્ટ’ (ડિટર્જન્ટ અને તેલની મિલાવટ પકડવા)
પનીરમાં ડિટર્જન્ટ અથવા વનસ્પતિ તેલ (Analog paneer) છે કે નહીં તે જાણવા માટે ‘ફોમ ટેસ્ટ'(Foam Test) સૌથી અસરકારક રીત છે.કાચના એક ગ્લાસમાં પનીરનો નાનો ટુકડો મૂકો અને તેના પર થોડું ગરમ પાણી ઉમેરીને બરાબર હલાવો.જો ગ્લાસના પાણીમાં ઉપર નાના-નાના ફીણ જમા થવા લાગે, તો પનીરમાં ડિટર્જન્ટ ઉમેરાયેલું છે. આવું પનીર ભૂલથી પણ ન ખાવું જોઈએ.જો ગ્લાસમાં પાણીની ઉપર તેલનું એક પાતળું સ્તર (Layer) તરતું દેખાય, તો તે વનસ્પતિ તેલમાંથી બનેલું એનાલોગ (મિલાવટવાળું) પનીર છે.
હથેળીથી કરો ‘પામ ટેસ્ટ’ (Palming Test)
અસલી પનીર: અસલી પનીરના ટુકડાને હથેળીમાં રાખીને મસળવાથી તે તુરંત જ છૂટું પડી જાય છે અને તેનો ભુકો કે મેશ થઈ જાય છે.
નકલી પનીર: નકલી કે મિલાવટવાળું પનીર મસળતી વખતે રબરની જેમ ખેંચાય છે, વધુ પડતું ચીકણું લાગે છે અને તેમાંથી અજીબ દુર્ગંધ આવે છે.
સ્વાદ અને સુગંધથી અસલી-નકલી પનીરની ઓળખ
અસલી પનીર: અસલી દૂધમાંથી બનેલું પનીર ખાવામાં હળવું મીઠાશયુક્ત હોય છે અને તેમાંથી તાજા દૂધ જેવી સુગંધ આવે છે.
નકલી પનીર: નકલી પનીર ચાવતી વખતે મોંમાં રબર જેવું ચીકણું લાગે છે અને તેનો સ્વાદ સાવ મોળો કે સ્વાદહીન હોય છે.
તમારા પરિવારના સ્વાસ્થ્યની સુરક્ષા માટે પનીરનો ઉપયોગ કરતા પહેલા આ સરળ ટેસ્ટ અવશ્ય કરો. જો પનીરમાંથી ડિટર્જન્ટ કે કેમિકલની મિલાવટ જણાય, તો તેનો વપરાશ તુરંત જ બંધ કરવો.
