A relationship/ અપૂરતી ઊંઘ ફક્ત સ્વાસ્થ્ય માટે જ નહિ, સંબંધો માટે પણ છે હાનિકારક! આટલા કલાક ઊંઘવુ છે જરુરી

રાત્રે પર્યાપ્ત અને સારી ઊંઘ લેવી એ આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત જરુરી હોય છે કારણ કે, પૂરતી ઊંઘથી આપણા શરીરને સક્ષમ રીતે કાર્ય કરવામાં મદદ મળે છે. ઘર તથા કાર્યસ્થળે આપણે કેટલી ક્ષમતાથી કાર્ય કરીએ છીએ એમાં પણ આપણી નિંદ્રાનો સમયગાળો પ્રમુખ ભૂમિકા ભજવે છે. પૂરતી ઊંઘ આપણને બીજા દિવસ માટે એકાગ્રતા અને ઉર્જા પ્રદાન કરીને તાજગીથી ભરી દે છે.

Relationships Trending Lifestyle

Relationship: અપૂરતી ઊંઘ તમારા સંબંધોને પણ વિપરીત અસર કરી શકે છે, આથી જ તમારી નિંદ્રા અને તમારા સંબંધો વચ્ચે ઉચિત સંતુલન જાળવવા બાબતે તમારે ગંભીરતાપૂર્વક વિચારવુ જોઇએ. આ વિષયમાં નિષ્ણાતોનું શું કહેવું છે, આવો જાણીએ.

રાત્રે પર્યાપ્ત અને સારી ઊંઘ લેવી એ આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત જરુરી હોય છે કારણ કે, પૂરતી ઊંઘથી આપણા શરીરને સક્ષમ રીતે કાર્ય કરવામાં મદદ મળે છે. ઘર તથા કાર્યસ્થળે આપણે કેટલી ક્ષમતાથી કાર્ય કરીએ છીએ એમાં પણ આપણી નિંદ્રાનો સમયગાળો પ્રમુખ ભૂમિકા ભજવે છે. પૂરતી ઊંઘ આપણને બીજા દિવસ માટે એકાગ્રતા અને ઉર્જા પ્રદાન કરીને તાજગીથી ભરી દે છે.

પરંતુ, જ્યારે તમને પર્યાપ્ત અને ગાઢ નિંદ્રા નથી મળતી તેવા સંજોગોમાં તમારે કેટલીયે માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, જેમ કે, નાની-નાની વાતોમાં જાત પરથી નિયંત્રણ ગુમાવી દેવું, સ્વભાવ ચીડિયો થઇ જવો વગેરે ઉપરાંત, તમને વારંવાર મૂડ સ્વિંગ્સનો અનુભવ પણ થઇ શકે છે. આટલું જ નહિ પરંતુ, અપૂરતી ઊંઘ તમારા સંબંધોને પણ વિપરીત અસર પહોંચાડી શકે છે, આથી જ તમારી નિંદ્રા અને તમારા સંબંધો વચ્ચે ઉચિત સંતુલન જાળવવા બાબતે તમારે ગંભીરતાપૂર્વક વિચારવુ જોઇએ.

સ્વાસ્થ્ય માટે ઊંઘ શા માટે જરુરી છે?

જે પ્રમાણે, શરીર માટે ભોજન અને પાણીની જરુર છે, એ રીતે ઉંઘવુ પણ એટલું જરુરી છે. ઊંઘ દરમિયાન, આપણુ શરીર થાકેલાં અંગોનો સ્વયં ઉપચાર (Healing) કરે છે. વ્યક્તિને કેટલી ઊંઘની જરુર છે એ બાબતનો આધાર એની ઉંમર તથા તંદુરસ્તી પર રહેલો છે. પરંતુ, અમેરિકન હૅલ્થ એજન્સી ‘નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હૅલ્થ’ ના એક રિપોર્ટ મુજબ, પુખ્ત વયની કોઇ પણ વ્યક્તિએ રાત્રે 7 થી 8 કલાકની ઊંઘ તો લેવી જ જોઇએ.

1.ચીડિયાપણું વધી જવું

અપૂરતી ઊંઘથી વ્યક્તિના સ્વભાવમાં ચીડિયાપણું અને મૂડ સ્વિંગ વધી શકે છે, જેથી તમારા પાર્ટનર સાથે નાની-નાની વાતોમાં ચણભણ થવાની સંભાવનાઓ વધી જાય છે. યુગલ પૈકીના બેઉ સાથી થાકેલાં હોય ત્યારે ધીરજ અને સહનશીલતાનું સ્તર નીચે આવી ગયુ હોય છે, આવા સમયે એમની વચ્ચે નાનકડી વાતમાં પણ તણખાં ઝરે છે, જે એમના સંબંધને નકારાત્મક અસરથી પ્રભાવિત કરે છે.

2. ભાવનાત્મક જોડાણમાં ઓટ આવવી

પૂરતી ઊંઘ ન મળવાથી યુગલના ભાવનાત્મક જોડાણ પર ખરાબ અસર થઇ શકે છે, પરિણામે બંને પાત્રોનું પરસ્પર લાગણીઓથી જોડાયેલાં રહેવું કઠિન પુરવાર થાય છે. પર્યાપ્ત નિંદ્રા ન મળવાને કારણે, તમારી અંગત સંબંધ વિશેની સમજદારી પર પણ ખરાબ અસર થાય છે.

3. સંબંધમાં અસંતોષ

અપૂરતી ઊંઘથી વ્યક્તિની ઉર્જાનું સ્તર નીચું જાય છે, જેની સીધી અસર યુગલના શારીરિક સંબંધો પર પડે છે. જ્યારે બેમાંથી કોઇ એક અથવા બંને સાથી ખૂબ થાકેલાં હોય ત્યારે ફિઝીકલી કનેક્ટ થવાની સંભાવનાઓ ઘટી જાય છે, જે સમગ્રપણે એમના સંબંધના જોડાણને નબળું બનાવી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રોમાન્સ દરમિયાન આ વાતોનું ધ્યાન રાખો, સંબંધ નહીં તૂટે

આ પણ વાંચો:શું તમે છોકરીઓનું દિલ જીતવા માંગો છો? તમે એ ખાસિયત ધરાવો છો………

આ પણ વાંચો:યુગલોએ લગ્ન પહેલા પૂછવા માટેના પ્રશ્નો, લગ્નજીવન થઈ જશે સરળ