Lifestyle/ સંતરાની છાલમાં આ એક વસ્તુ મેળવીને લગાવો ચહેરા પર, પછી જુઓ ફાયદા વિચાર્યા પણ નહિ હોય!

જો તમે એમાં એક ખાસ વસ્તુ મેળવીને ચહેરા પર લગાવશો તો થોડા જ દિવસોમાં તમારી ત્વચામાં અનેરો નિખાર આવી જશે. ચાલો, હવે જાણીએ કે ચહેરાને ચમકદાર બનાવવા માટે આ ચમત્કારી ઘરગથ્થું નુસખાને શી રીતે અજમાવવો.

Lifestyle Tips & Tricks Trending

Lifestyle: જો તમે ગ્લૉઇંગ અને કલીન ત્વચા મેળવવા ઘરગથ્થું નુસખાની શોધમાં છો, તો અહીં જાણીશું કે સંતરાની છાલની મદદથી તમે શું કરી શકો છો. આ ઉપાય કઇ રીતે અજમાવવો, એ પણ જોઇશું.
ચહેરાની સુંદરતા વધારવા માટે લોકો મોંઘાાદાટ ક્રીમ, ફૅસવૉશ અને બ્યુટી ટ્રીટમેન્ટની મદદ લે છે, પરંતુ શું તમે જાણો છો કે તમારા રસોડામાં જ એક એવો ખજાનો છુપાયેલો છે, જે તમારી ત્વચાને નિખારવાની સાથોસાથ ખીલ, કરચલીઓ અને ડાઘ-ધબ્બાઓથી છૂટકારો અપાવી શકે છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ સંતરાની છાલની. જો તમે એમાં એક ખાસ વસ્તુ મેળવીને ચહેરા પર લગાવશો તો થોડા જ દિવસોમાં તમારી ત્વચામાં અનેરો નિખાર આવી જશે. ચાલો, હવે જાણીએ કે ચહેરાને ચમકદાર બનાવવા માટે આ ચમત્કારી ઘરગથ્થું નુસખાને શી રીતે અજમાવવો.
ગ્લૉઇંગ સ્કીન માટે સંતરાની છાલમાં શું ભેળવવું?
સંતરાની છાલમાં જ્યારે તાજું દહીં ભેળવવામાં આવે છે, ત્યારે આ એક કુદરતી સ્કિન ઍક્સફૉલિઍટર (સ્કબ) બની જાય છે. સંતરાની છાલમાં હાજર વિટામિન સી અને દહીંમાં હાજર લૅક્ટિક ઍસિડ બંને સાથે મળીને ત્વચાની ઊંડાણપૂર્વક સફાઇ કરે છે તથા મૃત ત્વચા સ્થાને નવી ત્વચા બનાવવામાં મદદ કરે છે.

કેવી રીતે પૅક બનાવવો અને વાપરવો?
સામગ્રી:
સંતરાની સૂકી છાલ (પીસીને પાઉડર બનાવી લો) -1 ચમચી
તાજું દહીં- 1 ચમચી

રીત:
એક વાડકીમાં બંને વસ્તુઓ મેળવીને એક પૅસ્ટ જેવું બનાવી લો.
આ પૅસ્ટને ચહેરા અને ગરદન પર લગાવી લો.
10-15 મિનિટ સુધી સુકાવા દો.
ત્યારબાદ, હળવા હાથે મસાજ કરીને નવશેકા પાણી વડે ધોઇ લો.
અઠવાડિયામાં 2-3 વખત આ પૅસ્ટનો વપરાશ કરવો.

આ ઘરગથ્થું ફૅઇસ પૅકના ચમત્કારી ફાયદા
1. ચહેરા પર કુદરતી ગ્લૉ: સંતરાની છાલમાં રહેલું વિટામિન સી ત્વચાને ઉજળી બનાવે છે અને ચહેરાને કુદરતી ચમક આપે છે.
2. ડાઘ-ધબ્બા અને ટૅનિંગ દૂર: આ ફૅઇસ પૅક ચહેરાની ટૅનિંગ અને સૂર્યપ્રકાશથી થતા નુકસાનને પણ ઓછા કરે છે, એની સાથોસાથ ખીલના ડાઘા પણ હળવા થવા લાગે છે.
3. પિમ્પલ્સ અને ઍક્ને થી રાહત: સંતરાની છાલમાં રહેલા ઍન્ટિ-બૅકટેરિયલ ગુણ ચહેરા પર ખીલની વૃધ્ધિને રોકે છે.
4. કરચલીઓ પર અસર : આ પૅકના નિયમિત વપરાશથી સ્કિન ટાઇટ થાય છે અને કરચલીઓ ધીરે-ધીરે ઓછી થવા લાગે છે.
5.ઑઇલી સ્કિનવાળા માટે છે વરદાન: આ પૅક વધારાનું તેલ શોષી લે છે, જેથી ત્વચા મૅટ અને તાજીમાજી લાગે છે.

રાખો આ સાવધાની:
જો તમારી ત્વચા અત્યંત સંવેદનશીલ હોય, તો પહેલા પૅચ ટેસ્ટ કરો અર્થાત્ થોડુંક હાથ પર લગાડીને ચૅક કરો.
દહીં તાજું જ લેવું, ખાટું ન હોય એનું ધ્યાન રાખવું.
અઠવાડિયામાં વધુ વાર પ્રયોગ કરવો નહિ, 2-3 વાર જ પૂરતું છે.
કુદરતી વસ્તુઓનો જાદુ હમેશા અસરકારક સિધ્ધ થાય છે, ફક્ત જરૂર છે એને સાચી રીતે અજમાવવાની. સંતરાની છાલ તથા દહીંનો આ ઘરગથ્થું પ્રયોગકેવળ તમારી ત્વચાને નિખારતો જ નથી, પરંતુ તમને મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સની પણ આવશ્યકતાથી બચાવી લે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આ રોટલી વજન ઘટાડશે, ફાઈબર એટલું વધારે છે કે તે શરીરના મેટાબોલિક રેટને વધારશે

આ પણ વાંચો:ખજૂરમાંથી બનાવો આ 5 વસ્તુઓ, જ્યારે તમે તેને ખાઓ ત્યારે મેળવો ઈન્સ્ટન્ટ એનર્જી

આ પણ વાંચો:આ એક વસ્તુને ગુલાબજળમાં મિક્સ કરો, થોડા અઠવાડિયામાં ત્વચાની ચમક બમણી થઈ જશે