મુંબઇ,
મૈને પ્યાર કિયાથી જાણીતી થયેલી અભિનેત્રી ભાગ્યશ્રીના દીકરાએ હવે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. તેની ફિલ્મ મર્દ કો દર્દ નહીં હોતાનું ટ્રેલર રીલીઝ થયું છે. અભિમન્યુ દાસાનીની ઘણી સારી એક્ટિંગ સ્કિલ આ ટ્રેલરમાં જોવા મળી છે.
ટ્રેલરની શરૂઆતથી માંડીને એન્ડ સુધી એન્ટરટેઇનમેન્ટ જોવા મળી રહ્યું છે. ઇમોશન હોય કે એક્શન અભિમન્ય તમને નિરાશ નહીં કરે. તો લીડ રોલ કરનારી રાધિકા મદન પણ પ્રથમ વાર સ્ક્રિન પર નજરે પડી રહી છએ. ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ દર્શકોને પસંદ આવશે. એક અલગ સ્ટોરીને જુદી રીતે રજૂ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
મર્દ કો દર્દ નહીં હોતાના ટ્રેલર પરથી જાણવા મળે છે કે આ સૂર્યા નામના એક યુવકની વાત છે જેની સાથે બાળપણમાં એક દુર્ઘટના બને છે. અને પછી તેને એવી બિમારી થાય છે જેમાં તેને પીડા થતી બંધ થઈ જાય છે. તેની લાઇફમાં રાધિકા પણ અગત્યની છે. જે એકલી ગુંડાઓને પહોંચી વળે તેમ છે. બંને બાળપણના દોસ્ત છે પછી અલગથાય છે પરંતુ જ્યારે તે મળે છે ત્યારે ટ્વિસ્ટ આવે છે. આ ફિલ્મ 21 માર્ચે રીલીઝ થઈ રહી છે.
