સમગ્ર વિશ્વની નજર ટ્રમ્પ (Trump) દ્વારા શરૂ કરવમાં આવેલા ટેરિફ વોર (Tarrif War) અને રેસિપ્રોકલ ટેરિફ (Reciprocal Tarrif) પર છે. ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો તથા ચીન સામે તો ટેરિફ વોર જાહેર કરી જ દીધી છે. આ ઉપરાંત યુરોપમાં પણ તેણે સ્ટીલ પ્રોડક્ટ્સ (Steel Products) પર ટેરિફ વોર જાહેર કરી દીધી છે. કેનેડા (Canada) અને ચીને (China) પણ ટ્રમ્પની ટેરિફ વોરનો વળતો જવાબ તેની પ્રોડક્ટ્સ પર ટેરિફ આપીને લાદ્યો છે. આમ વિશ્વ ટ્રેડ વોર તરફ આગળ વધી રહ્યુ છે.
આ સંજોગોમાં ભારત પણ હવે વિશ્વને ટેરિફ લાદીને વિશ્વના નવા ટેરિફ હુમલાથી (Tarrif attack) ચોંકાવવાની તૈયારી કરી રહ્યું છે. વાસ્તવમાં ભારત સ્ટીલ ઉત્પાદનો પર ટેરિફ લાદવાનું આયોજન કરી રહ્યુ છે. આ માટે ભારત પાસે 200 દિવસનો માસ્ટર પ્લાન (Master Plan) પણ તૈયાર થઈ ગયો છે. આગામી દિવસોમાં ભારત આ પ્લાનની જાહેરાત કરે તો કોઈને આશ્ચર્ય ન થવું જોઈએ.
ભારતનો આ નિર્ણય ચીન, સાઉથ કોરીયા અને જાપાનને મોટો ફટકો મારી શકે તેમ છે. ભારતે આ દેશોમાંથી ફિનિશ્ડ સ્ટીલની મોટાપાયા પર આયાત કરે છે. હવે કોઈને પણ આશ્ચર્ય થાય કે ભારત આ સ્ટીલ પ્રોડક્ટ્સ પરની ડ્યુટી શા માટે વધારી રહ્યુ છે. ભારત શું ટ્રમ્પ દ્વારા લાદવામાં આવનારા રેસિપ્રોકલ ટેરિફના લીધે થનારા નુકસાનની ભરપાઈ કરવા માટે આ ડ્યુટી વધારી રહ્યું છે. આવા ઘણા સવાલ ઉઠે છે.
ભારતમાં હાલમાં સ્ટીલ પ્રોડક્ટ્સનો ભરાવો થઈ રહ્યો છે અને સ્થાનિક સ્ટીલ માર્કેટ પર સંકટમાં આવ્યું છે ત્યારે તેને સંરક્ષણ આપવા માટે વાણિજ્ય મંત્રાલયના એકમ ડિરેક્ટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડીઝે ચોક્કસ સ્ટીલ ઉત્પાદનો પર 12 ટકાની કામચલાઉ ડ્યુટી લાદવાની ભલામણ કરી છે. આમ આ ઇમ્પોર્ટ ડ્યુટી દ્વારા સ્થાનિક ઉદ્યોગને ખાસ પ્રકારની સ્ટીલ પ્રોડક્ટ્સની સામે રક્ષણ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડીઝે ગયા વર્ષે ડિસેમ્બરમાં ઓટો, ટ્રેક્ટર, સાઇકલ અને ઇલેક્ટ્રિક પેનલ્સ પાઇપ મેન્યુફેક્ચરિંગ, ફેબ્રિકેશનની સાથે કેપિટલ ગૂડ્સ સહિત વિવિધ ઉદ્યોગોમા ઉપયોગમાં લેવાતા નોન એલોય અને એલોય સ્ટીલ ફ્લેટ ઉત્પાદનોની આયાતમાં અચાનક વધારાની નોંધ લીધી હતી. તેના પગલે તેણે આની તપાસ પણ કરી હતી.
ઇન્ડિયન સ્ટીલ એસોસિયેશનના સભ્યોએ ડીજીએફટીને (DGFT) સ્ટીલ પ્રોડક્ટ્સના થતાં ડમ્પિંગ અંગે તપાસ કરતાં વેપાર મંત્રાલયના એકમે આ તપાસ હાથ ધરી હતી. ઇન્ડિયન સ્ટીલ એસોસિયેશનના સભ્યોમાં આર્સેલરમિત્તલ, નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા, JSW સ્ટીલ, JSW સ્ટીલ કોટેડ પ્રોડક્ટ્સ, ભૂષણ પાવર એન્ડ સ્ટીલ, જિંદાલ સ્ટીલ એન્ડ પાવર, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (સેઇલ)નો સમાવેશ થાય છે.
ડિરેક્ટોરેટ જનરલની પ્રાથમિક તપાસનું તારણ હતું કે તાજેતરના ભૂતકાળમાં ભારતમાં આ ઉત્પાદનોની આયાતમાં અચાનક જ તીવ્ર વધારો નોંધાયો છે. તેના લીધે સ્થાનિક સ્ટીલ ઉદ્યોગને ગંભીર નુકસાન જાય તેવી સંભાવના પણ તેણે તપાસના તારણમાં વ્યક્ત કરી હતી.
આના પગલે ડીજીટીઆરે 18મી માર્ચના રોજના જાહેરનામામાં જણાવ્યું હતું કે સ્થાનિક સ્ટીલ ઉદ્યોગ માટે સ્થિતિ ગંભીર છે. અહીં જો કોઈ કામચલાઉ પગલાં તાત્કાલિક ધોરણે લેવામાં ન આવ્યા તો પૂરું ન કરી શકાય તેવું નુકસાન થઈ શકે છે. સ્થાનિક સ્ટીલ ઉદ્યોગને કદાચ ફરીથી ક્યારેય બેઠા ન થઈ શકે તેવો માર વાગી શકે છે. કદાચ આ પ્રકારની પરિસ્થિતિ થોડો પણ વધારે સમય ચાલે તો સ્થાનિક સ્ટીલ ઉદ્યોગ મૃતઃ પ્રાય સ્થિતિમાં આવી જશે. તેથી તેના સંરક્ષણ અર્થે તાકીદના ધોરણે પગલાં લેવામાં રહ્યા. ચોક્કસ સ્ટીલ પ્રોડક્ટ્સની (Steel Products) આયાતનો તીવ્ર વધારો સ્થાનિક સ્ટીલ ઉદ્યોગને મરણતોલ ફટકો મારી શકે છે.
આના પગલે ડીજીએફટીના સત્તાવાળાઓએ આ ચોક્કસ સ્ટીલ પ્રોડક્ટ્સ પર 12 ટકાની ઇમ્પોર્ટ ડ્યુટી (Import Duty) લાદવાની ભલામણ કરી છે, જેથી સ્થાનિક સ્ટીલ ઉદ્યોગને તાત્કાલિક ધોરણે રક્ષણ મળે. સરકારે હવે તેના પર તાકીદના ધોરણે નિર્ણય કરવાનો છે. આ અંગે નાણા મંત્રાલયે પહેલાં તો 200 દિવસના સમયગાળા માટે આયાત જકાત લાદવાનો નિર્ણય લેવાનો છે. સ્થાનિક ઉદ્યોગોના રક્ષણાર્થે તે ઝડપથી નિર્ણય લે તેમ માનવામાં આવે છે.
સ્થાનિક સ્ટીલ ઉદ્યોગના જણાવ્યા મુજબ ચીન, દક્ષિણ કોરીયા અને જાપાનમાં સ્ટીલની માંગ નથી, તેના કારણે તેઓએ તેમનો સ્ટીલનો પુરવઠો ભારત ભણી વાળ્યો છે. તેના કારણે ભારતીય બજારમાં મોટાપાયા પર સ્ટીલ પ્રોડક્ટ્સ ખડકાતા માંગ કરતાં પુરવઠો વધી જવાથી સ્ટીલ પ્રોડક્ટ્સના ભાવ નીચે જવા માંડ્યા છે. તપાસનો સમયગાળો છેલ્લા ત્રણ નાણાકીય વર્ષનો હતો. સ્ટીલ પ્રોડક્ટ્સની આયાત 2021-22ના લગભગ 23 લાખ ટનથી વધીને 66 લાખ ટનથી પણ વધી ગઈ તે દર્શાવે છે ફક્ત ત્રણ જ વર્ષમાં આયાતમાં ત્રણ ગણો વધારો થયો છે.
સ્ટીલ પ્રોડક્ટ્સની આયાતમાં વધારો મુખ્યત્વે ચીન, જાપાન, સાઉથ કોરીયા તથા વિયેતનામ જેવા દેશોમાંથી થયો છે. આમ ડીજીએફટીએ તો ભારતના સ્ટીલ ઉદ્યોગને બચાવવા માટે આવશ્યક પગલાં લઈ લીધા છે, હવે નિર્ણય નાણા મંત્રાલયે કરવાનો છે. તેણે ડીજીએફટીની ભલામણોને વહેલામાં વહેલી તકે પૂરી પાડીને સ્થાનિક સ્ટીલ ઉદ્યોગને રક્ષણ પૂરું પાડવાનું છે.
આ પણ વાંચો: અમારા મૌનને અમારી નબળાઈ ના સમજોઃ વિક્રમ ઠાકોર
આ પણ વાંચો: 76 લાખ કુટુંબો સરકારી અનાજ પર, 180 ધારાસભ્યોની સંપત્તિ 3,000 કરોડ
આ પણ વાંચો: DRI-ગુજરાત ATSને અમદાવાદમાં મળી ‘સોનાની ખાણ’