World News/ નોકરીની લાલચ, ટૂરિસ્ટ વિઝા અને ડિટેન્શન: મલેશિયામાં ફસાયા ભારતીય યુવાનો

મલેશિયા (Malaysia)માં નોકરી અપાવવાના બહાને ફસાઈ રહેલા ભારતીયો માટે ભારતીય હાઈકમિશને એડવાઈઝરી જાહેર કરી છે. વર્ક પરમિટ વગર મુસાફરી ન કરવા સખત સૂચના.

international World Trending
Malaysia Be cautious before leaving for job

World News : મલેશિયા (Malaysia)માં નોકરી અપાવવાના બહાને ભારતીય નાગરિકો ઠગાઈ (Fraud against Indian citizens) અને કાનૂની મુશ્કેલીઓનો ભોગ બની રહ્યા છે. ક્વાલાલંપુર સ્થિત ભારતીય હાઈકમિશને (Indian High Commission)22 સપ્ટેમ્બર 2026 ના રોજ એક કડક સિક્યોરિટી એડવાઈઝરી જાહેર કરીને તમામ ભારતીયોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે યોગ્ય વર્ક પરમિટ કે ‘વિઝા વિથ રેફરન્સ’ (VDR) વગર નોકરી માટે મલેશિયા જવું અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.

30 દિવસની વિઝા-ફ્રી સુવિધાનો એજન્ટો દ્વારા દુરુપયોગ

હાઈકમિશનના જણાવ્યા મુજબ, મલેશિયા સરકારે (Malaysian government)ભારતીય નાગરિકો માટે 31 ડિસેમ્બર 2026 સુધી 30 દિવસની વિઝા-ફ્રી એન્ટ્રીની સુવિધા આપી છે. પરંતુ આ સુવિધા માત્ર પ્રવાસન, બિઝનેસ કે સામાજિક મુલાકાતો માટે છે, નોકરી કરવા માટે નહીં. કેટલાક અસમાજિક એજન્ટો ભારતીય યુવાનોને ટૂરિસ્ટ વિઝા પર મલેશિયા મોકલીને બોગસ જોબ ઓફર આપે છે, જેના કારણે નિર્દોષ ભારતીયો મલેશિયાના કડક ઈમિગ્રેશન કાયદા અને દરોડામાં ઝડપાઈ જાય છે.

MALAYSIA

આંધ્રપ્રદેશના 4 યુવાનોની અટકાયત અને નવા નિયમો

તાજેતરમાં જ આંધ્રપ્રદેશના શ્રીકાકુલમના 4 યુવાનો ટૂરિસ્ટ વિઝા પર કામ કરવા બદલ મલેશિયન ઈમિગ્રેશન વિભાગની અટકાયતમાં આવ્યા છે. મલેશિયામાં હાલમાં ગેરકાયદેસર કામદારો સામે કડક ઝુંબેશ ચાલી રહી છે. હાઈકમિશને સ્પષ્ટ કર્યું છે કે મલેશિયા જતા પ્રવાસીઓ પાસે ઓછામાં ઓછું 6 મહિનાનું વેલિડ પાસપોર્ટ, કન્ફર્મ રિટર્ન ટિકિટ, હોટલ બુકિંગ અને મુસાફરીના 3 દિવસ પહેલા ‘Malaysia Digital Arrival Card’ (MDAC) ઓનલાઈન સબમિટ કરેલું હોવું ફરજિયાત છે.


આ પણ વાંચો : મુલાકાત પહેલાં ઝેલેન્સ્કી પર કેમ ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ? રશિયા-યુક્રેન યુદ્ધ અંગે યુએસ પ્રમુખે આપ્યું આકરું નિવેદન

આ પણ વાંચો :પાકિસ્તાની ફાઇટર જેટ્સની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઈક, કુનારમાં 3નાં મોત

આ પણ વાંચો :સુદાનમાં એક સપ્તાહમાં બે સોનાની ખાણ ધસી પડી, 93નાં મોત; અનેક શ્રમિકો કાટમાળમાં ફસાયા