Sudan Gold Mine Collapse Red Sea: સુદાનમાં સોનાની ખાણોમાં સુરક્ષાનો અભાવ ફરી એકવાર ગંભીર અકસ્માતનું કારણ બન્યો છે. માત્ર એક સપ્તાહમાં ખાણ ધસી પડવાની બે મોટી ઘટનાઓ બની છે, જેમાં અત્યાર સુધીમાં કુલ 93 લોકોનાં મોત થયાના અહેવાલ છે. તાજેતરની ઘટનામાં 11 ખાણકામદારોના જીવ ગયા છે, જ્યારે 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. કાટમાળ નીચે હજુ કેટલાક લોકો ફસાયેલા હોવાની આશંકા હોવાથી બચાવ કામગીરી ચાલુ છે.
રેડ સી વિસ્તારમાં ખાણ ધસી પડી
તાજેતરની દુર્ઘટના સુદાનના(Sudan) ઉત્તર-પૂર્વમાં આવેલા રેડ સી રાજ્યના દૂરના ઓની વિસ્તારમાં બની હતી. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, શનિવાર રાત્રે ખાણનો શાફ્ટ અચાનક ધસી પડ્યો હતો. ઘટનાની જાણ થતાં બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. સરકારી સુદાની મિનરલ રિસોર્સિસ કંપની સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું કે રવિવાર સુધીમાં 11 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા અને 30 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. જોકે, હજુ કેટલા લોકો કાટમાળ નીચે ફસાયેલા છે તેની ચોક્કસ સંખ્યા સામે આવી નથી.

એક અઠવાડિયા પહેલાં 82નાં મોત
આ ઘટના પહેલાં ગત રવિવારે પણ સુદાનમાં(Sudan) મોટી સોનાની ખાણ દુર્ઘટના સર્જાઈ હતી. ખાણની અનેક સુરંગો ધસી પડતાં ઓછામાં ઓછા 82 લોકોનાં મોત થયા હતા. એટલે માત્ર સાત દિવસમાં બે અલગ-અલગ ખાણ અકસ્માતોમાં મૃત્યુઆંક 93 સુધી પહોંચ્યો છે. ગત ઘટના સુદાનના પશ્ચિમી વિસ્તારમાં બની હતી. આ વિસ્તાર અર્ધલશ્કરી સંગઠન રેપિડ સપોર્ટ ફોર્સિસ એટલે કે RSFના નિયંત્રણ હેઠળ હોવાનું જણાવવામાં આવે છે.
Sudan માં અનૌપચારિક ખાણો મોટી સમસ્યા
સુદાનમાં(Sudan) હજારો નાની અને અનૌપચારિક સોનાની ખાણો કાર્યરત છે. આવી ઘણી ખાણોમાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા અને જરૂરી ટેક્નિકલ ધોરણોનું પાલન ન થતું હોવાની ફરિયાદો સામે આવતી રહે છે. જેના કારણે ખાણ ધસી પડવાની ઘટનાઓનું જોખમ સતત રહે છે. સુદાન સોનાના ઉત્પાદન માટે મહત્વ ધરાવતો દેશ છે, પરંતુ લાંબા સમયથી ચાલી રહેલા સશસ્ત્ર સંઘર્ષને કારણે ખાણકામ ક્ષેત્ર પર પણ ગંભીર અસર પડી છે.
RSF અને સેનાના યુદ્ધ વચ્ચે સોનાનું મહત્વ વધ્યું
સુદાનની(Sudan) સેના અને RSF વચ્ચે એપ્રિલ 2023થી સશસ્ત્ર સંઘર્ષ ચાલી રહ્યો છે. દેશના અનેક વિસ્તારોમાં નિયંત્રણ માટે બંને પક્ષો વચ્ચે લડાઈ ચાલુ છે. યુદ્ધ દરમિયાન સોનું આર્થિક રીતે મહત્વપૂર્ણ સંસાધન બની ગયું છે. સંયુક્ત રાષ્ટ્ર સાથે જોડાયેલા નિષ્ણાતોના અહેવાલો અનુસાર, સુદાનમાંથી સોનાની ગેરકાયદેસર હેરફેર દ્વારા સશસ્ત્ર જૂથોને નાણાકીય મદદ મળતી હોવાના આક્ષેપો થયા છે. આ સમગ્ર પરિસ્થિતિ વચ્ચે ખાણ અકસ્માતોએ સામાન્ય શ્રમિકોની સુરક્ષા અંગે પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે.
આ પણ વાંચો:ઉત્તર કોરિયાએ ફરી બેલેસ્ટિક મિસાઇલ છોડી, જાપાનમાં પડી; દક્ષિણ કોરિયાએ બોલાવી NSC બેઠક
આ પણ વાંચો:રશિયામાં ચૂંટણીના અંતિમ દિવસે મોસ્કોની ઓઇલ રિફાઇનરી પર ડ્રોન હુમલો, આગથી ખળભળાટ
આ પણ વાંચો:નેતન્યાહૂને કતારના પૈસાથી હમાસની સૈન્ય વિંગને ફાયદાની જાણ હતી? રિપોર્ટથી ઈઝરાયલમાં ચર્ચા તેજ
