Entertainment News/ 14 વર્ષ પહેલાં ઐશ્વર્યા રાય પણ બની હતી બોડી-શેમિંગનો શિકાર: આરાધ્યાના જન્મ બાદ ટ્રોલર્સને આપ્યો હતો કડક જવાબ

દીકરી આરાધ્યાના જન્મ બાદ કાન્સ 2012 માં ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai)ના વધેલા વજન પર ભારે વિવાદ થયો હતો. અભિનેત્રીએ સોશિયલ મીડિયા ટ્રોલ્સને અત્યંત ગૌરવપૂર્ણ જવાબ આપ્યો હતો.

Entertainment
Aishwarya Rai A befitting reply

Entertainment News : અંબાણી પરિવારના ગણેશોત્સવમાં પહોંચેલી કેટરીના કૈફના વજનને લઈને સોશિયલ મીડિયા પર શરૂ થયેલા ટ્રોલિંગ બાદ બોલીવુડમાં પ્રેગ્નેન્સી પછી મહિલા કલાકારો સાથે થતી બોડી-શેમિંગનો મુદ્દો ફરી ગરમાયો છે. તાજેતરમાં જ સલમાન ખાને ‘બિગ બોસ 20’ના મંચ પરથી આવી નકારાત્મક માનસિકતા ધરાવતા લોકોનો ભારે ઉધડો લીધો હતો. જોકે, સેલેબ્સ સાથે આવી ઘટનાઓ કોઈ નવી નથી; વર્ષો પહેલાં વિશ્વની સૌથી સુંદર મહિલા ગણાતી ઐશ્વર્યા રાય (Aishwarya Rai) બચ્ચન પણ આ પ્રકારની ટીકાઓનો ભોગ બની ચૂકી છે.

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2012 માં ઐશ્વર્યાના લુક પર થયો હતો વિવાદ

નવેમ્બર 2011માં દીકરી આરાધ્યાને જન્મ આપ્યા બાદ, ઐશ્વર્યા રાયે વર્ષ 2012ના પ્રતિષ્ઠિત ‘કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ’ (Cannes Film Festival) ના રેડ કાર્પેટ પર હાજરી આપી હતી. તે સમયે પ્રેગ્નેન્સી પછી વધેલા વજનના કારણે મીડિયા અને સોશિયલ મીડિયા પર તેની આકરી ટીકા કરવામાં આવી હતી. માતા બન્યા બાદ તુરંત જ જૂના શેપમાં ન આવવા બદલ કેટલાક લોકોએ તેની પર અભદ્ર કમેન્ટ્સ (Offensive comments)કરી હતી, જેનાથી સમગ્ર દેશમાં એક ઉગ્ર ચર્ચા છેડાઈ હતી.

ઐશ્વર્યા રાયનો ગૌરવપૂર્ણ જવાબ

ટ્રોલ્સને કોઈ તીખો કે ગુસ્સાવાળો જવાબ આપવાને બદલે ઐશ્વર્યા રાયે અત્યંત શાંતિ અને પરિપક્વતાથી સ્થિતિ સંભાળી હતી. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, માતૃત્વ ધારણ કર્યા બાદ શરીરમાં ફેરફાર થવો અને વજન વધવું એ બિલકુલ સ્વાભાવિક બાબત છે. ‘સાઇઝ ઝીરો’ (Size Zero)જેવી કૃત્રિમ સુંદરતાના માપદંડો પાછળ દોડવાને બદલે તેઓ પોતાની નવજાત બાળકી સાથે વાસ્તવિક પળો જીવવામાં વધુ ખુશ હતા. રવીના ટંડન અને સ્વરા ભાસ્કર જેવા કલાકારોએ ઐશ્વર્યાના આ વલણના વખાણ કરી નવી માતાઓને આત્મવિશ્વાસ આપવા બદલ તેને બિરદાવી હતી.

સલમાન ખાને પણ પૂર્વ મિસ વર્લ્ડની જેમ ટ્રોલ્સની ઝાટકણી કાઢી

હાલમાં જ સલમાન ખાને પણ ‘વીકેન્ડ કા વાર’માં નામ લીધા વગર સેલેબ્સની બોડી-શેમિંગ કરતા લોકો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ઉમેર્યું કે, માતા બન્યા બાદ સ્ત્રીના શરીરમાં આવતા ફેરફારો કુદરતી છે અને કામ પર વાપસી સમયે તેઓ પોતાના ફિટનેસ ગોલ્સ હાંસલ કરી જ લે છે. આ ઘટના દર્શાવે છે કે સમય ગમે તેટલો બદલાય, પરંતુ નવી માતાઓ પ્રત્યે સમાજે વધુ સંવેદનશીલ અને સન્માનજનક દૃષ્ટિકોણ અપનાવવાની સખત જરૂર છે.


આ પણ વાંચો :દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ઘરે ફરી ગુંજી કિલકારી: બીજીવાર બન્યા પેરેન્ટ્સ

આ પણ વાંચો :દિશા સાલિયન કેસમાં મોટો વળાંક, પિતાએ આદિત્ય ઠાકરેને ₹500 કરોડની માનહાનિ નોટિસ મોકલી

આ પણ વાંચો :KGF ફેમ અનંત નાગને દાદાસાહેબ ફાળકે એવોર્ડ, PM મોદીએ આપી શુભેચ્છા