Tripti Dimri/ તૃપ્તિ ડિમરીએ એનિમલ બાદ ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ વધવા પર વ્યક્ત કરી ખુશી

તૃપ્તિ ડિમરીઆ દિવસોમાં ફિલ્મ ‘એનિમલ’ને લઈને ચર્ચામાં છે. રણબીર કપૂરની ‘એનિમલ’માં ‘ઝોયા’નું પાત્ર ભજવીને તૃપ્તિએ પોતાના ખાતામાં વધુ

Trending Entertainment

તૃપ્તિ ડિમરીઆ દિવસોમાં ફિલ્મ ‘એનિમલ’ને લઈને ચર્ચામાં છે. રણબીર કપૂરની ‘એનિમલ’માં ‘ઝોયા’નું પાત્ર ભજવીને તૃપ્તિએ પોતાના ખાતામાં વધુ એક સિદ્ધિ ઉમેરી છે. ફિલ્મ સુપરહિટ થયા બાદ તૃપ્તિ ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલો કરવામાં આવતી બીજી અભિનેત્રી બની ગઈ છે. તૃપ્તિ ડિમરી ફિલ્મ ‘એનિમલ’માં એક નાનકડા રોલમાં જોવા મળી હતી, આમ છતાં તૃપ્તિએ ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે દર્શકો ફિલ્મમાં તેનું પાત્ર ‘ઝોયા’ પસંદ કરી રહ્યા છે. ફિલ્મ રિલીઝ થયા બાદ તૃપ્તિને ‘નેશનલ ક્રશ’ અને ‘ભાભી 2’ કહેવામાં આવી રહી છે. ફિલ્મની સફળતા બાદ અભિનેત્રીના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફોલોઅર્સની સંખ્યા પણ નોંધપાત્ર રીતે વધી રહી છે. હવે તૃપ્તિએ આ અંગે પ્રતિક્રિયા આપી છે.

તૃપ્તીએ નવી સિદ્ધિ પર ખુશી વ્યક્ત કરી

તાજેતરના એક ઈન્ટરવ્યુમાં તૃપ્તીએ કહ્યું હતું કે, ‘તેને ખ્યાલ નહોતો કે લોકો ફિલ્મ ‘એનિમલ’માં તેના પાત્ર ‘ઝોયા’ને આટલો પ્રેમ કરશે. હું સોશિયલ મીડિયા પર ફોલોઅર્સની વધતી સંખ્યા પર નજર રાખતી નથી. મારા પરિવારના સભ્યો અને મારા મિત્રો મને સ્ક્રીનશોટ મોકલીને મનેકહ્યું કે તમારા ઘણા ફોલોઅર્સ વધી ગયા છે.આ સાંભળી મને ચોક્કસપણે સારું લાગે છે, પરંતુ હું ગણતરી કરતી નથી.

તૃપ્તિ પોતાના માટે પણ સમય કાઢે છે

પોતાની ફિલ્મો અને અંગત જીવન વિશે વાત કરતાં તૃપ્તીએ કહ્યું કે હું કામ અને મારી અંગત જિંદગી વચ્ચે સંતુલન જાળવી રાખું છું. હું પરિવાર સાથે સમય વિતાવું છું અને મિત્રો માટે પણ સમય કાઢું છું. હું નથી ઈચ્છતી કે જ્યારે હું ભવિષ્યમાં પાછું વળીને જોઈશ ત્યારે મને અફસોસ થાય કે હું જીવન જીવી ન શકી અને માત્ર કામ કરતી રહી.

તૃપ્તિની ફિલ્મી કરિયર

તૃપ્તિના ફિલ્મી કરિયરની વાત કરીએ તો ‘એનિમલ’ પહેલા તે ‘કાલા’ અને ‘બુલબુલ’ જેવી ફિલ્મોમાં જોવા મળી છે. આ ફિલ્મોમાં પણ તેના અભિનયના ખૂબ વખાણ થયા હતા, પરંતુ ‘એનિમલ’ તૃપ્તિની કારકિર્દીની સૌથી મોટી હિટ ફિલ્મ બની છે. સંદીપ રેડ્ડી વાંગા દ્વારા દિગ્દર્શિત ‘એનિમલ’ રિલીઝ થઈ ત્યારથી જ વિશ્વભરમાં રેકોર્ડબ્રેક કમાણી કરી રહી છે. ‘એનિમલ’ સ્ટાર્સ તૃપ્તિ ડિમરી અને રણબીર કપૂર સાથે અનિલ કપૂર, બોબી દેઓલ અને રશ્મિકા મંદન્ના સહિતના ઘણા દિગ્ગજ સ્ટાર્સ મુખ્ય ભૂમિકામાં છે.


આ પણ વાંચો :Shreyas Talpade/નેશનલ ક્રશ તૃપ્તિ ડિમરીનું છે શ્રેયસ તલપડે સાથે કનેક્શન, જાણો કેવી રીતે બની તે ‘એનિમલ’ એક્ટ્રેસની  ગોડફાધર

આ પણ વાંચો :Shreyas Talpade/હાર્ટ એટેકના થોડા સમય પહેલા શ્રેયસ તલપડે શું કરતો હતો, વીડિયો સામે આવ્યો