Entertainment News/ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ઘરે ફરી ગુંજી કિલકારી: બીજીવાર બન્યા પેરેન્ટ્સ

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ (Deepika Padukone)અને રણવીર સિંહ બીજીવાર માતા-પિતા બન્યા છે. 19 સપ્ટેમ્બરે દીપિકાએ ક્યૂટ દીકરીને જન્મ આપ્યો છે. જાણો સેલેબ્સની પ્રતિક્રિયા.

Entertainment
Deepika Padukone Became a mother again

Entertainment News: બોલિવૂડના મોસ્ટ પોપ્યુલર અને ક્યૂટ કપલ દીપિકા પાદુકોણ (Deepika Padukone)અને રણવીર સિંહ (Ranveer Singh)ના ઘરે ફરી એકવાર લક્ષ્મીજી પધરામણા થયા છે. આ સ્ટાર કપલ બીજીવાર માતા-પિતા બની ગયું છે. દીપિકા પાદુકોણે 19 સપ્ટેમ્બરના રોજ એક સુંદર બેબી ગર્લને જન્મ આપ્યો (Newborn Baby)છે. આ આનંદના સમાચાર ખુદ દીપિકા અને રણવીરે પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પર એક ખાસ પોસ્ટ શેર કરીને ચાહકો સાથે સાઝા કર્યા છે.

Deepika Padukone  : ઈન્સ્ટાગ્રામ પર શેર કરી ખાસ પોસ્ટ

દીપિકા-રણવીરે ઈન્સ્ટાગ્રામ પર બેબીના નાના પગની છાપ (ફૂટપ્રિન્ટ) વાળું એક સુંદર પિક્ચર શેર કર્યું છે, જેમાં લખ્યું છે, ‘વેલકમ બેબી ગર્લ’. આ ફોટોમાં બર્થ ડેટ 19 સપ્ટેમ્બર 2026 દર્શાવવામાં આવી છે. પોસ્ટ સામે આવતા જ બોલિવૂડ સેલેબ્સથી લઈને ફેન્સ સુધીના તમામ લોકો આ દંપતી પર પ્રેમ વરસાવી રહ્યા છે અને કમેન્ટ સેક્શનમાં અભિનંદનની વર્ષા થઈ રહી છે.

દુઆ (DUAA) બાદ હવે ઘરમાં આવી બીજી નાનકડી પરી

ઉલ્લેખનીય છે કે દીપિકા અને રણવીરના લગ્ન 2018 માં ઈટાલીના લેક કોમો ખાતે થયા હતા. લગ્નના પાંચ વર્ષ બાદ, વર્ષ 2024 માં દીપિકાએ પોતાની પહેલી દીકરી ‘દુઆ’ને જન્મ આપ્યો હતો. દુઆ 2 વર્ષની થઈ છે ત્યારે જ હવે 2026 માં આ કપલના ઘરે બીજી દીકરીનું આગમન થયું છે. બોલિવૂડ સેલેબ્સ અને ફ્રેન્ડ્સે કમેન્ટ કરીને લખ્યું છે કે, ‘ઘરમાં બે-બે દીકરીઓ હોવી એ ખૂબ જ સૌભાગ્યની વાત છે.’


આ પણ વાંચો :ગુજરાતી કોમેડી કિંગ ચંદન રાઠોડનું અકસ્માતમાં દુઃખદ નિધન

આ પણ વાંચો :દિશા સાલિયન કેસમાં મોટો વળાંક, પિતાએ આદિત્ય ઠાકરેને ₹500 કરોડની માનહાનિ નોટિસ મોકલી

આ પણ વાંચો :KGF ફેમ અનંત નાગને દાદાસાહેબ ફાળકે એવોર્ડ, PM મોદીએ આપી શુભેચ્છા