મુંબઈ
કાજોલની અપકમિંગ ફિલ્મ ‘હેલિકોપ્ટર એલા’ની રિલીઝ ડેટ બલવામાં આવી છે તેની ડેટ બદલીને હવે 7 સપ્ટેમ્બર કરવામાં આવી છે. આ પહેલા ફિલ્મ 14 સપ્ટેમ્બરે રીલીઝ થાય તેવી અટકળો ચાલી રહી હતી. આ ફિલ્મમાં એક સિંગલ મધર અને તેના પુત્રની વાર્તા રજુ કરવામાં આવી છે.
ડાયરેક્ટર પ્રદિપ સરકારના માર્ગદર્શનમાં બનેલ આ ફિલ્મમાં રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા રિદ્ધિ સેને કાજોલના પુત્રનો રોલ ભજવ્યો છે. આ ફિલ્મમાં કાજોલ એક એવી સિંગલ મધરની ભૂમિકામાં છે જે પોતાના પુત્રને ઉછેરવા માટે પોતાના સિંગર બનવાના સપનાને છોડી દે છે.
Fooled you… coming on 7th September now 😜 #MomsRock@ajaydevgn @HelicopterEela @pradeepsrkar #SirshaRay @riddhisen896 @nehadhupia @ADFfilms @jayantilalgada @saregamaglobal pic.twitter.com/lndyy6tvYS
— Kajol (@itsKajolD) July 27, 2018
જોકે પુત્રને પોતાની માતાની વધુ પડતી ચિંતા અને જીવનમાં હસ્તક્ષેપ બિલકુલ પસંદ પડતો નથી. આ ફિલ્મ મિતેષ શાહના પુસ્તક એલા પર આધારીત છે.
