Entertainment News/ મહાત્મા ગાંધીના જીવનની અનકહી કહાનીમાં વહીદા રહમાનની સરપ્રાઈઝ એન્ટ્રી

સુધિર મિશ્રાના ડાયરેક્શનમાં બની રહેલી મહાત્મા ગાંધી (Mahatma Gandhi)પર આધારિત ફિલ્મમાં વહીદા રહમાન બાપુના માતા પુતળીબાઈનો રોલ કરશે. મનોજ બાજપેયી ગાંધીજીના મુખ્ય રોલમાં જોવા મળશે.

Entertainment
Mahatma Gandhi Untold Story of Those 21 Days

Entertainment News : ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી (Mahatma Gandhi)ના જીવનના એક અત્યંત મહત્વપૂર્ણ અને અણછૂયા 21 દિવસો પર આધારિત ફિલ્મ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં આવવા જઈ રહી છે. આ ઐતિહાસિક પ્રોજેક્ટ માટે ડાયરેક્ટર સુધિર મિશ્રા અને પ્રોડ્યુસર અનુભવ સિન્હાએ ભારતીય સિનેમાના બુલંદ કલાકારોને એકસાથે સાંકળ્યા છે. હવે આ ખાસ ફિલ્મમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડ વિજેતા અને કલ્ટ એક્ટ્રેસ વહીદા રહમાન (Waheeda Rehman)ની ભવ્ય એન્ટ્રી થઈ છે. તેઓ સ્ક્રીન પર ગાંધીજીના માતુશ્રી પુતળીબાઈનો ભાવનાત્મક અને મજબૂત રોલ નિભાવતા નજરે પડશે.

Mahatma Gandhi : મનોજ બાજપેયી અને વહીદા રહમાન પહેલીવાર એક સાથે

આ ફિલ્મમાં નેશનલ એવોર્ડથી સન્માનિત એક્ટર મનોજ બાજપેયી (Manoj Bajpayee)મહાત્મા ગાંધીના પાત્રમાં જીવ રેડશે, જ્યારે તેમની સાથે જાણીતા અભિનેતા સૌરભ શુક્લા (Saurabh Shukla) પણ એક મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. આઝાદીના સંગ્રામ વખતે બાપુના નિર્ણયો અને તેમના અદભુત શાંત સ્વભાવ પાછળ તેમની માતાના સંસ્કારોનો મોટો ફાળો રહ્યો હતો, જેને વહીદા રહમાનનો અભિનય એક અલગ જ ઊંડાઈ આપશે. ‘A Banaras Mediaworks’ ના બેનર હેઠળ બની રહેલી આ પ્રેઝન્ટેશનને NH Studios દ્વારા થિયેટર્સમાં પ્રસ્તુત કરવામાં આવશે.

સુધિર મિશ્રા અને અનુભવ સિન્હા માટે સપનું સાચું થયા સમાન

‘પ્યાસા’, ‘ગાઇડ’ અને ‘કાગઝ કે ફૂલ’ જેવી માસ્ટરપીસ ફિલ્મો આપનાર વહીદા જી સાથે કામ કરવા અંગે ડિરેક્ટર સુધિર મિશ્રાએ ગદગદ થઈને કહ્યું કે, “હું જે આઈકોનિક આર્ટિસ્ટની ફિલ્મો જોઈને સિનેમા તરફ આકર્ષાયો હતો, તેઓ જ મારી ફિલ્મનો હિસ્સો બને તે મારા માટે બહુ મોટું સન્માન છે.” જ્યારે અનુભવ સિન્હાએ પણ ઉમેર્યું હતું કે વહીદા રહમાન સાથે આ વિષય પર ચર્ચા કરવી અને તેમને ફરી શૂટિંગ લોકેશન સુધી લાવવા એ જ આ સ્ક્રિપ્ટની મોટી સફળતા છે.


આ પણ વાંચો :દિશા સાલિયન કેસમાં મોટો વળાંક, પિતાએ આદિત્ય ઠાકરેને ₹500 કરોડની માનહાનિ નોટિસ મોકલી

આ પણ વાંચો :KGF ફેમ અનંત નાગને દાદાસાહેબ ફાળકે એવોર્ડ, PM મોદીએ આપી શુભેચ્છા

આ પણ વાંચો :83 વર્ષની ઉંમરે KBC અને બોલીવુડને અલવિદા કહી દેશે અમિતાભ બચ્ચન?