Amritsar Crime Update September 2026: પંજાબના અમૃતસરમાં ડ્યુટી પર તૈનાત ASI હરજીત સિંહની(ASI Harjit Singh) હત્યા બાદ પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે. આ કેસના મુખ્ય આરોપીઓમાં સામેલ દીપક સિંહને પોલીસ સાથેની અથડામણ દરમિયાન ગોળી વાગી હતી. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ રસ્તામાં જ તેનું મોત થયું. પોલીસના જણાવ્યા અનુસાર, અથડામણ દરમિયાન તેનો એક સાથી અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો અને તેની શોધખોળ માટે સર્ચ ઓપરેશન ચાલુ છે.
નાકાબંધી દરમિયાન પોલીસ પર ફાયરિંગ
પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર, ASI હરજીત સિંહની(ASI Harjit Singh) હત્યા બાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં નાકાબંધી વધારી દેવામાં આવી હતી. પોલીસને શંકાસ્પદ લોકો અંગે માહિતી મળ્યા બાદ તરનતારનના થાંદા રોડ વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન સ્કૂટી પર સવાર બે શંકાસ્પદોને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસના દાવા મુજબ, શંકાસ્પદોએ રોકાવાને બદલે પોલીસ ટીમ પર ફાયરિંગ કર્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે, આરોપીઓએ ફરીથી ફાયરિંગ કરતાં કેટલાક ગોળીબાર પોલીસના વાહન અને સુરક્ષા જાકીટ સાથે અથડાયા હતા. ત્યારબાદ પોલીસે જવાબી કાર્યવાહી કરી હતી, જેમાં દીપક સિંહને ગોળી વાગી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેનું મોત થયું. પોલીસના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળેથી હથિયાર, મેગેઝિન, કારતૂસ, મોબાઇલ ફોન અને સ્કૂટી પણ મળી આવી છે.
Commissionerate Police Amritsar took swift action in the murder case of Shaheed ASI Harjit Singh No. 1599/ASR City, who was killed in the line of duty on 18.09.2026 in Dana Mandi, under PS Gate Hakima, Amritsar.
During investigation of FIR No. 281 dated 18.09.2026, technical… pic.twitter.com/3iEWJ3g4H9
— Commissionerate Police Amritsar (@cpamritsar) September 19, 2026
પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સ સાથે કનેક્શનનો દાવો
પોલીસ કમિશનરે આ સમગ્ર કેસમાં સરહદ પાર બેઠેલા હેન્ડલર્સની સંડોવણી હોવાનો દાવો કર્યો છે. પોલીસ મુજબ, યુવાનોને પૈસા અને નશાના વેપારમાં ભાગીદારીની લાલચ આપીને ગુનાહિત પ્રવૃત્તિઓમાં જોડવામાં આવતા હોવાની તપાસમાં માહિતી મળી છે. જોકે, આ કનેક્શન અંગેની તપાસ હજુ ચાલુ છે. તપાસમાં પોલીસને વધુ એક મહત્વની માહિતી મળી હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, ASI હરજીત સિંહને(ASI Harjit Singh) ગોળી માર્યા બાદ આરોપીઓ ફરી ઘટનાસ્થળે પરત આવ્યા હતા અને લગભગ 30થી 40 સેકન્ડનો વીડિયો બનાવ્યો હતો. પોલીસનું માનવું છે કે આ વીડિયો સરહદ પાર બેઠેલા હેન્ડલર્સને મોકલીને હત્યા પૂર્ણ થયાનો પુરાવો આપવા માટે બનાવવામાં આવ્યો હોઈ શકે છે.
ફરાર આરોપીની શોધખોળ ચાલુ
હાલ પોલીસે ફરાર શંકાસ્પદ આરોપીને પકડવા માટે કોમ્બિંગ ઓપરેશન શરૂ કર્યું છે. બીજી તરફ ASI હરજીત સિંહની(ASI Harjit Singh) હત્યાના સમગ્ર કાવતરાની તપાસ પણ આગળ વધી રહી છે. પોલીસ આ કેસમાં સ્થાનિક આરોપીઓથી લઈને સરહદ પારના સંભવિત સંપર્કો સુધીની તમામ કડીઓ તપાસી રહી છે.
આ પણ વાંચો:વિસ્ફોટોથી હચમચી ગયું પંજાબ,ત્રણ કલાકમાં જલંધર,અમૃતસરમાં BSF BSF હેડક્વાટરની બહાર બ્લાસ્ટ
આ પણ વાંચો:ઈઝરાયેલ-ઈરાન યુદ્ધની અસર પંજાબમાં! અમૃતસર અને ચંદીગઢથી દુબઈ-UAEની ફ્લાઈટ્સ રદ, મુસાફરો અટવાયા
આ પણ વાંચો:શું અમૃતસરના સુવર્ણ મંદિરમાં એર ડિફેન્સ ગન તૈનાત કરવામાં આવી હતી? જાણો શું છે સત્ય
