Punjab News/ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધની અસર પંજાબમાં! અમૃતસર અને ચંદીગઢથી દુબઈ-UAEની ફ્લાઈટ્સ રદ, મુસાફરો અટવાયા

મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિને કારણે અમૃતસર અને ચંદીગઢથી દુબઈ જતી ફ્લાઈટ્સ રદ (Flight Cancel) કરવામાં આવી છે. હજારો પંજાબી મુસાફરો એરપોર્ટ પર અટવાયા છે. જાણો લેટેસ્ટ અપડેટ.

NATIONAL Top Stories India
Amritsar Dubai Flight Cancel

Amritsar Dubai Flight Cancel: મધ્ય પૂર્વ (Middle East) માં અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલા બાદ સર્જાયેલી યુદ્ધની સ્થિતિની સીધી અસર હવે ભારતીય વિમાન વ્યવહાર પર પડી રહી છે. પંજાબના અમૃતસર અને ચંદીગઢ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી દુબઈ અને UAE જતી તમામ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે, જેના કારણે સેંકડો મુસાફરો એરપોર્ટ પર જ અટવાઈ પડ્યા છે.

અમૃતસર અને ચંદીગઢ એરપોર્ટ પર Flight Cancel

મધ્ય પૂર્વના દેશોએ પોતાનું એરસ્પેસ બંધ કરી દેતા પંજાબમાં વિમાની સેવાઓ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. અમૃતસર એરપોર્ટના ડાયરેક્ટર ભૂપેન્દ્ર સિંહના જણાવ્યા અનુસાર, શનિવારે રાત્રે 9 વાગ્યે શારજાહથી અમૃતસર આવતી ઇન્ડિગોની ફ્લાઇટ રદ કરવામાં આવી છે, તેમજ મોડી રાત્રે 1:15 વાગ્યે દુબઈ જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ અને રવિવારે સવારે 7:50 વાગ્યે દુબઈ જતી સ્પાઈસ જેટની ફ્લાઈટ પણ કેન્સલ કરી દેવામાં આવી છે. આવી જ રીતે ચંદીગઢ એરપોર્ટ પરથી પણ શનિવારે સાંજે 4:50 વાગ્યે દુબઈ જતી ફ્લાઈટ રદ કરાઈ હતી અને રવિવાર સવારની તમામ ઉડાન હાલ પૂરતી મોકૂફ રાખવાની ફરજ પડી છે.

Amritsar Dubai Flight Cancel

એરસ્પેસ બંધ થતા રૂટ બદલાયા

ઈરાનના મિસાઈલ હુમલા બાદ દુબઈ, UAE અને કતાર જેવા દેશોએ સુરક્ષાના કારણોસર પોતાના એરસ્પેસ (હવાઈ ક્ષેત્ર) બંધ કર્યા છે. આ કારણે જે ફ્લાઈટ્સ હજુ ચાલુ છે તેમના રૂટ લાંબા કરી દેવામાં આવ્યા છે, પરિણામે મુસાફરોને નિર્ધારિત સમય કરતા વધુ સમય પ્લેનમાં વિતાવવો પડી રહ્યો છે અને ભાડામાં પણ વધારો થવાની શક્યતા છે.

Amritsar Dubai Flight Cancel

ખાડી દેશોમાં પંજાબીઓની મોટી વસ્તી

વિદેશ મંત્રાલયના આંકડા મુજબ, પંજાબમાંથી દરરોજ આશરે 4,000 થી 6,000 લોકો પંજાબ અને મધ્ય પૂર્વ વચ્ચે મુસાફરી કરે છે. ખાસ કરીને બ્લુ-કોલર વર્કર્સ (મજૂરો) ની સંખ્યા ઘણી મોટી છે. અમૃતસર એરપોર્ટ પરથી દરરોજ લગભગ 10,000 મુસાફરોની અવરજવર થાય છે, જેમાંથી મોટો હિસ્સો દુબઈ, શારજાહ અને દોહા જતો હોય છે. હાલની સ્થિતિમાં આ મુસાફરો અને તેમના પરિવારો ચિંતામાં મુકાયા છે.


આ પણ વાંચો : વડોદરા એરપોર્ટથી જામનગર જતી ઈન્ડિગોની ફ્લાઈટ સહિત 6 ફ્લાઈટ્સ રદ

આ પણ વાંચો : પાક. પર એર સ્ટ્રાઈકના લીધે રાજકોટ, જામનગર, ભૂજ જતી ફ્લાઈટ્સ રદ

આ પણ વાંચો : દુબઈમાં ભારે વરસાદને પગલે ભારત અને યુએઈ વચ્ચે 30થી વધુ ફ્લાઈટ્સ રદ