Ahmedabad News : અમદાવાદમાં 15 જૂન 2006માં સ્વાધ્યાય પરિવારના પંકજ ત્રિવેદીની હત્યા થઈ હતી. આ હત્યા મામલે અમદાવાદ સેસન્સ કોર્ટે ચુકાદો આપ્યા છે. જેમાં 10 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
આ કેસની વિગત મુજબ મૂળ NRI અને સ્વાધ્યાય પરિવાર સાથે સંકળાયેલા પંકજ ત્રિવેદીની વર્ષ 2006માં 15 જૂનના દિવસે અમદાવાદના એલિસબ્રિજ જીમખાના નજીક હત્યા કરવામાં આવી હતી. સ્વાધ્યાય પરિવારમાં ચાલતી ગેરરીતિઓ અંગે પંકજ ત્રિવેદીએ અવાજ ઉઠાવ્યો હતો. જેથી સ્વાધ્યાય પરિવાર સાથે સંકળાયેલા લોકોએ જ તેમની હત્યા કરી નાખી હોવાનો આરોપ હતો. વર્ષ 2009 માં દાખલ થયેલ કેસનો 16 વર્ષે ચુકાદો આવ્યો છે જેમાં અમદાવાદ સેશન્સ કોર્ટે 10 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.
આ આરોપીઓને સજા ફટકારવામાં આવી
ચંદ્રસિંહ જાડેજા
હિતેશ સિંહ ચુડાસમા
દક્ષેશ શાહ
ભૂપતસિંહ જાડેજા
માનસિંહ વાઢેર
ઘનશ્યામસિંહ ચુડાસમા
ભરતભાઈ તટે
ભરતસિંહ જાડેજા,
ચંદ્રકાંત ડાકી
જશુભાઈ જાડેજા
આ પણ વાંચો:સુરતના રીંગ રોડ વિસ્તારમાં ટેક્સટાઇલ માર્કેટમાં લાગી ભયાનક આગ
આ પણ વાંચો:અમદાવાદમાં કાપડના ગોડાઉનમાં ભીષણ આગ
આ પણ વાંચો:અમદાવાદના લાંભા મંદિર પાસે વહેલી સવારે ભીષણ આગ લાગી
