Vadodara News/ વડોદરા એરપોર્ટથી જામનગર જતી ઈન્ડિગોની ફ્લાઈટ સહિત 6 ફ્લાઈટ્સ રદ

રદ થયેલી અન્ય ફ્લાઈટ્સમાં વડોદરા-દિલ્હી, વડોદરા-મુંબઈ, વડોદરા-હૈદરાબાદ તથા વડોદરા-બેંગલુરુનો સમાવેશ થાય છે. ઈન્ડિગોએ મુસાફરોને મોડી રાત્રે કે સવારે SMS દ્વારા ફ્લાઈટ રદ થયાની હોવાની જાણ કરી હતી.

Top Stories Gujarat Vadodara Breaking News
ફ્લાઈટ

Vadodara News:આજે સવારથી જ વડોદરા એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ઈન્ડિગો એરલાઈન્સે અચાનક જ વડોદરા એરપોર્ટથી ઉડાન ભરનારી કુલ છ ફ્લાઈટ્સ રદ કરી દેતાં સેંકડો મુસાફરો એરપોર્ટ પર ફસાઈ ગયા હતા. આમાં સૌથી મહત્વની ફ્લાઈટ વડોદરા-જામનગર (6E-5248)ની હતી, જે સવારે 8:40 વાગ્યે ઉડાન ભરવાની હતી.

રદ થયેલી અન્ય ફ્લાઈટ્સમાં વડોદરા-દિલ્હી, વડોદરા-મુંબઈ, વડોદરા-હૈદરાબાદ તથા વડોદરા-બેંગલુરુનો સમાવેશ થાય છે. ઈન્ડિગોએ (Indigo fligh) મુસાફરોને મોડી રાત્રે કે સવારે SMS દ્વારા ફ્લાઈટ રદ થયાની હોવાની જાણ કરી હતી, પરંતુ મોટાભાગના મુસાફરોને આ મેસેજ મળ્યો નહીં અને તેઓ સીધા એરપોર્ટ પહોંચી ગયા હતા.એક મુસાફરે કહ્યું હતું કે “અમારે આજે જામનગરમાં એક મહત્વનું ફેમિલી ફંક્શન છે. રાત્રે 2 વાગ્યે ઘરેથી નીકળ્યા હતા.એરપોર્ટ આવીને ખબર પડી કે ફ્લાઈટ રદ છે. ઈન્ડિગોના કાઉન્ટર પર કોઈ જવાબદાર અધિકારી નથી. ફોન પર પણ કોઈ જવાબ નથી મળતો.”

ઈન્ડિગોની વધુ એક બેદરકારી

આવી જ નારાજગી અન્ય મુસાફરોમાં પણ જોવા મળી હતી.ઈન્ડિગો આવી ગેરવ્યવસ્થા માટે કોઈ વળતર આપતું નથી.”ઈન્ડિગોના સ્થાનિક પ્રતિનિધિએ મીડિયા સમક્ષ જણાવ્યું કે, “ઓપરેશનલ કારણોસર આ ફ્લાઈટ્સ રદ કરવી પડી છે.અમે મુસાફરોને ફુલ રિફંડ કે અલ્ટરનેટ ફ્લાઈટની સુવિધા આપી રહ્યા છીએ.” જોકે, મુસાફરોનો આરોપ છે કે એરપોર્ટ પર કોઈ અલ્ટરનેટ ફ્લાઈટ આજે ઉપલબ્ધ નથી અને રિફંડ માટે પણ લાંબી પ્રોસેસ છે.

ગત નવેમ્બર મહિનાથી જ વડોદરા એરપોર્ટ પર ઈન્ડિગોની ફ્લાઈટ્સમાં વારંવાર વિલંબ અને રદ થવાની ફરિયાદો વધી છે. નવેમ્બરમાં જ વડોદરા-ગોવા, વડોદરા-જામનગર તથા વડોદરા-દિલ્હીની ફ્લાઈટ્સ અનેક વખત રદ થઈ ચૂકી છે. મુસાફરોનું કહેવું છે કે ઈન્ડિગો હવે “લો-કોસ્ટ”ના નામે “લો-સર્વિસ” આપી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો :ફ્લાઈટ મોડી પડતા અમદાવાદ એરપોર્ટ પર યાત્રાળુઓએ મચાવ્યો હોબાળો

આ પણ વાંચો :રાજકોટ-દિલ્હી વચ્ચે એક સાથે નવી બે ફ્લાઈટનો કાલે લાભ પાંચમથી થશે પ્રારંભ…

આ પણ વાંચો :એર ઈન્ડિયા ફ્લાઈટ AI117નું બર્મિંઘમમાં ઈમરજન્સી લેન્ડિંગ,RAT સિસ્ટમની ખામી