Rajkot News: પોરબંદર લોકસભા મત વિસ્તારના સાંસદ અને ભારત સરકારના શ્રમ અને રોજગાર તથા રમતગમત અને યુવા બાબતના કેબિનેટ મંત્રી ડૉ. મનસુખ માંડવિયા (Dr. Mansukh Mandaviya)ના પ્રયાસોથી રાજકોટ અને દિલ્હી (Rajkot-Delhi Flight) વચ્ચે એર ઇન્ડિયા અને ઇન્ડિગોની એમ કુલ બે નવી ફ્લાઈટ આવતીકાલે તા. 26/10/2025ના રોજ લાભ પાંચમના દિવસથી શરૂ થનાર છે.
કેન્દ્રીય મંત્રી ડૉ માંડવિયાના પ્રયત્નોથી લોકોની હવાઈ સુવિધામાં કરાયો વધારો
નવી હવાઈ સુવિધાથી સ્થાનિક વેપાર ઉધોગને ગતિ મળશે, તેમજ સૌરાષ્ટ્રના પ્રવાસીઓ માટે એર ઇન્ડિયા (Air India) અને ઇન્ડિગો (Indigo) દ્વારા નવી ફ્લાઈટ શરૂ થતા હવે લોકોને મોટી રાહત અનુભવાશે.
લાભપંચમ (Labh Pancham)થી શરૂ થઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઈટ અઠવાડિયામાં બુધવાર સિવાય તમામ દિવસ એટલે કે અઠવાડિયામાં છ દિવસ સવારે ઉડાન ભરશે તથા ઈન્ડિગોની ફ્લાઇટ દરરોજ ઉડાન ભરશે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વેપાર ઉધોગ અને પ્રવાસીઓ માટે કનેક્ટિવિટી સરળ બનશે
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ના પ્રયાસો અને માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્રમાં પ્રવાસન પ્રવૃત્તિ (Tourism)નો મોટા પાયે વિકાસ થયો છે. બીજી બાજુ સૌરાષ્ટ્રમાં સોમનાથ, પોરબંદર અને દ્વારકા જેવા મોટા આસ્થાના કેન્દ્રો આવેલા છે. વળી સૌરાષ્ટ્ર ખાસ કરીને રાજકોટ-જામનગર મોટા ઉદ્યોગનું કેન્દ્ર છે. કેન્દ્રીય મંત્રી ડૉ. માંડવિયાના પ્રયાસોથી શરૂ થયેલી આ બે નવી ફ્લાઈટ સેવાથી સૌરાષ્ટ્ર ક્ષેત્રના પ્રવાસનને ખૂબ મોટો વેગ મળશે, કનેક્ટિવિટી સુદ્રઢ થતા વેપાર રોજગારને પણ ગતિ મળશે.
પ્રથમ ફ્લાઈટમાં કેન્દ્રીય મંત્રી ડો. માંડવિયા કરશે પ્રવાસ
કાલે લાભપાંચમના દિવસે શરૂ થનાર એર ઇન્ડિયાની પ્રથમ ફ્લાઈટમાં કેન્દ્રીય મંત્રી ડૉ. માંડવિયા રાજકોટ આવશે.
આ પણ વાંચો: કમળના આકારમાં ડિઝાઇન કરવામાં આવ્યું નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે
આ પણ વાંચો: અમેરિકન એરલાઇન્સ હાઈજેક થવાના ડરથી પાયલટે ઇમરજન્સી કરાવ્યું લેન્ડિંગ
આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર દોહા-હોંગકોંગ ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ: ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી સર્જાતા લેન્ડ કરાઈ
