અમેરિકાના નેબ્રાસ્કામાં અમેરિકન એરલાઇન્સના વિમાન સાથે એક ચોંકાવનારી ઘટના બની છે. વિમાન ઉડાન ભર્યા પછી, પાઇલટ્સે કોકપીટના દરવાજા પર ધડાકાનો અવાજ સાંભળ્યો, જેના પછી તેમને લાગ્યું કે કોઈ કોકપીટમાં ઘૂસીને વિમાનને હાઇજેક કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જેના કારણે ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. પાઇલટ્સને ખબર પડી કે તે કોઈ ધમાકો નહોતો પણ કોકપીટના દરવાજા પર કોઈ ફ્લાઇટ એટેન્ડન્ટ ટક્કર મારી રહ્યો હતો.
ફ્લાઇટ એટેન્ડન્ટ કોકપીટના દરવાજા પર ટક્કર મારી રહ્યો હતો
ઇમરજન્સી લેન્ડિંગ બાદ પાઇલટ્સે ખબર પડી કે તે કોઈ ધમાકાની આવજ નતી, પરંતુ એક ફ્લાઇટ એટેન્ડન્ટ કોકપીટના દરવાજા પર ટક્કર મારી રહ્યો છે. આ ઘટના સોમવાર, 20 ઓક્ટોબરના રોજ બની હતી, જ્યારે અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ 6469 ટેકઓફ થયાના 40 મિનિટથી ઓછા સમયમાં નેબ્રાસ્કાના ઓમાહા એરપોર્ટ પર પાછી ફરી હતી. આ ફ્લાઇટ લોસ એન્જલસ જઈ રહી હતી.
આ પણ વાંચો: World News/ટ્રમ્પેના દાવાને લઇને કોંગ્રેસે કહ્યું કે વડાપ્રધાન મોદી કેમ ચૂપ છે
આ પણ વાંચો: World News/ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર વાત સતત આગળ વધી રહી છે: પિયુષ ગોયલ
આ પણ વાંચો: World News/‘ભારત રશિયા પાસેથી તેલ નહીં ખરીદે,’ ટ્રમ્પનો દાવો – PM મોદીએ આપ્યું છે આશ્વાસન
