ભારત અને અમેરિકા વચ્ચેના ટ્રેડ ડીલ અંગેના વાટાઘાટો, જે વિવિધ મુદ્દાઓને કારણે અટકી પડી હતી, હવે ફરી આગળ વધી રહી છે. આ બાબતમાં સતત નવા અપડેટ્સ સામે આવી રહ્યા છે. હવે, કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું છે કે ભારત-અમેરિકા વેપાર કરાર પર બંને દેશો વચ્ચે વાટાઘાટો ઝડપથી આગળ વધી રહી છે. ભારતના વાટાઘાટકારોની એક ટીમ હાલમાં અમેરિકામાં હાજર છે અને સતત બેઠકો થઈ રહી છે.
પીયૂષ ગોયલે અપડેટ આપ્યું
નવી દિલ્હીમાં યોજાયેલી ભારત-બ્રાઝિલ વેપાર વાતો દરમિયાન વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ માટે સક્રિય રીતે વાત ચાલી રહી છે. તેમણે કહ્યું, “અમે છેલ્લા ત્રણ વર્ષમાં ઘણા વિકસિત દેશો સાથે મુક્ત વેપાર કરારો (FTA) પર હસ્તાક્ષર કર્યા છે. અમે યુનાઇટેડ સ્ટેટ્સ, યુરોપિયન યુનિયન, ચિલી, પેરુ, ન્યુઝીલેન્ડ અને ઓમાન સાથે સક્રિયપણે ટ્રેડ વાટાઘાટો કરી રહ્યા છીએ.”
પિયુષ ગોયલે એમ પણ જણાવ્યું હતું કે ગુરુવારે બ્રાઝિલ સાથેની વેપાર વાટાઘાટો હાલના વેપાર કરારના વિસ્તરણ પર કેન્દ્રિત હતી. તેમણે કહ્યું કે આનાથી ભવિષ્યમાં દક્ષિણ અમેરિકન બજારમાં ભારતનો મોટા પાયે પ્રવેશ સરળ બનશે.
આ પણ વાંચો: World News/‘ભારત રશિયા પાસેથી તેલ નહીં ખરીદે,’ ટ્રમ્પનો દાવો – PM મોદીએ આપ્યું છે આશ્વાસન
આ પણ વાંચો: USA News/વિશ્વમાં કાર્બન ડાયોક્સાઇડનું સ્તર રેકોર્ડ સ્તરે વધી ગયું છે
આ પણ વાંચો: World News/હમાસે તેના હથિયારો છોડી દેવા જોઈએ, નહીં તો અમે તેમને મુક્ત કરાવીશું-ટ્રમ્પ
