અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર દાવો કર્યો છે કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે. તેમણે કહ્યું કે ભારત હવે રશિયા પાસેથી તેલ ખરીદશે નહીં, પરંતુ તેઓએ તે પહેલાથી જ ઘટાડી દીધું છે. અને હવે તે તેમાં વધુ ઘટાડો કરશે. નવાઇ ની વાત તો એ છે ટ્રમ્પનો આ દાવો ભારતીય વિદેશ મંત્રાલયે તેમના દાવાને નકારી કાઢ્યાના થોડા કલાકો પછી જ આવ્યો છે. જોકે, ટ્રમ્પના નિવેદનથી કોંગ્રેસ પાર્ટી ગુસ્સે થઈ ગઈ છે. કોંગ્રેસે કહ્યું છે કે ટ્રમ્પ આપણા માટે નિર્ણયો લે છે તે દેશનું અપમાન છે.
એમ કોંગ્રેસના નેતાએ જણાવ્યું હતું કે, એપ્રિલ-સપ્ટેમ્બર 2025 દરમિયાન ચીન સાથે ભારતની વેપાર ખાધ વધીને $54.4 બિલિયન થઈ ગઈ, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં $49.6 બિલિયન હતી,
અગાઉ પણ ટ્રપે દાવો કર્યો હતો
રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ આયાત કરવાના ટ્રમ્પના અગાઉના દાવા બાદ, ભારત સરકારે કહ્યું હતું કે તે બજારની પરિસ્થિતિઓને અનુરૂપ તેના ઉર્જા સ્ત્રોત આધારને વિસ્તૃત અને વૈવિધ્યસભર બનાવી રહી છે. ટ્રમ્પના દાવાનો જવાબ આપતા, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે અસ્થિર ઊર્જા પરિસ્થિતિમાં ભારતીય ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવું એ સરકારની સતત પ્રાથમિકતા રહી છે.
આ પણ વાંચો: World News/મોદી ટ્રમ્પથી ડરતા નથી અમેરિકન ગાયિકાનો રાહુલ ગાંધી પર કટાક્ષ
આ પણ વાંચો: World News/ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીને ભારત પ્રત્યાર્પણ કરવા કોર્ટે મંજૂરી આપી
આ પણ વાંચો: USA News/વિશ્વમાં કાર્બન ડાયોક્સાઇડનું સ્તર રેકોર્ડ સ્તરે વધી ગયું છે
