Not Set/ મિલાવટ, બનાવટ વિનાની સજાવટ !

હું ઘરેથી નીકળુ ત્યારે એકલો, પણ સ્કૂલમાં પહોંચતાં સુધીમાં મારાં જેવા બીજા ૧૫ છોકરાઓએ સવિતાબાની આંગળી પકડી હોય. પછી ધોરણ પાંચથી મોટી સ્કૂલમાં ગયાની ખુશી.

Trending

ધોરણ ૧ થી ૪ માં તો સંપૂર્ણ બાળપણ હતું, સ્કૂલમાં જવા રિક્ષા નહોતી, સવિતાબા તેડવા આવે, હું ઘરેથી નીકળુ ત્યારે એકલો, પણ સ્કૂલમાં પહોંચતાં સુધીમાં મારાં જેવા બીજા ૧૫ છોકરાઓએ સવિતાબાની આંગળી પકડી હોય. પછી ધોરણ પાંચથી મોટી સ્કૂલમાં ગયાની ખુશી. ધોરણ ૫ સુધી સ્લેટ ચાટવાથી કેલ્શિયમની ઉણપ પૂરી કરવી એ અમારી કાયમી ટેવ હતી પણ ખબર નહોતી પડતી કે તેનાથી કેલ્શિયમની ઉણપ પૂરી થાય છે (કે નહીં) ! અમારી આ કાયમી ટેવમાં થોડી ઘણી બીક એ પણ લાગતી હતી કે, સ્લેટ ચાટવાથી ક્યાંક વિદ્યામાતા ગુસ્સે ન થઈ જાય ! ભણવાનો તણાવ ? પેન્સિલના પાછલો હિસ્સો ચાવી ચાવીને તણાવમુક્ત થઈ જતાં હતા. ચોપડીઓ વચ્ચે વિદ્યાના ઝાડનું ડાળુ, પિપળાનું પાન અને મોરના પીછાને મૂકવાથી અમે હોશિયાર થઈ જઈશું એવી દૃઢ માન્યતા હતી !

કપડાની થેલીમાં તો ચોપડા ગોઠવવા એ અમારું આગવું કૌશલ્ય હતું અને ચોપડા ગોઠવવા એ જ એ જમાનામાં હુન્નર મનાતું હતું ! જ્યારે જ્યારે નવા ધોરણમાં આવતા ત્યારે ચોપડીઓ ઉપર પૂંઠા ચડાવવા એ અમારા જીવનનો વાર્ષિક ઉત્સવ હતો. અને માતા-પિતાને અમારા તો ભણતરની કોઈ ફિકર કે ચિંતા જ નહોતી પરંતુ અમારું ભણતર એ તેમના ઉપર એક આર્થિક તણાવ ઉભો કરવા વાળો બોજ તો હતો જ. વર્ષોના વર્ષો વીતી જતા છતાં અમારા માતા-પિતાના પાવન પગલા ક્યારેય અમારી સ્કૂલ તરફ પડતા નહોતા !

આ પણ વાંચો :ધોરણ-12 નો વિદ્યાર્થી શાળાની ફી ન ભરી શકતા કર્યો આપઘાત

અમારા દોસ્તો પણ કેવા મજાના હતા ! જ્યારે સાયકલ લઈને જતા હતા ત્યારે એકને ડંડા ઉપર અને બીજાને કેરિયર પર બેસાડતા  અને કેટલીયે મંઝિલો ખેડી હશે. એ અમને યાદ નથી પરંતુ થોડી થોડી બસ, અસ્પષ્ટ યાદો અમારી સ્મૃતિપટલ પર છે !

નિશાળમાં શિક્ષકનો માર ખાતા ખાતા અને અંગૂઠા પકડતા પકડતા ક્યારેય શરમ સંકોચ અનુભવ્યો નથી કારણ કે તે વખતે ક્યારેય અમારો “ઈગો” હર્ટ નહોતો થતો. કારણ કે અમને ખબર જ નહોતી કે ઈગો કઈ બલાનું નામ છે ? માર ખાવો એ અમારા જીવનની દૈનિક સહજ પ્રક્રિયાનો ભાગ હતો ! મારવાવાળો અને માર ખાવાવાળો, બંને ખુશ થતા હતા કારણ કે, એકને એમ હતું કે ઓછો માર ખાધો અને બીજાને એમ થતું હતું કે અમારો હાથ સાફ થઈ ગયો..! બેઉ ખુશ રહેતા.

આ પણ વાંચો :ઈસ્લામ છોડીને હિન્દુ ધર્મ અપનાવશે ફિલ્મમેકર અલી અકબર, જાણો કેમ લીધો આ નિર્ણય

એ સત્ય છે કે, અમે દુનિયાના કોઈપણ છેડે હોઈએ પરંતુ અમોને સચ્ચાઈ, હકીકતોએ પાળ્યા હતા. અમે સચ્ચાઈની દુનિયામાં જીવતા હતા. સ્કૂલ સમયમાં અગત્યના બે બનાવ આજે પણ યાદ આવે ત્યારે ફરીથી બાળક બનવાનું મન થઈ જાય.

પહેલી વાત એ કે જો અમે ‘લેસન’ ન કર્યુ હોય (અમારા વખતમાં હોમવર્ક નહોતું), કોઈ અવળચંડાઈ કે ધમાલ કરીએ તો સાહેબ/બહેન (એ વખતે “ટીચર-સર/મિસ/મેડમ” પણ નહોતા) અમને સજા થતી, અને સજામાં કાયમ પહેલી બેન્ચ ઉપર બે છોકરીઓની વચ્ચે બેસાડતા. (જો કે, હવે ઈચ્ છીએ તો ય આવી -મજાની- સજા કોઈ આપતું નથી !) અમને જાણીજોઈને ધમાલ ગમતી કારણકે પહેલી બેન્ચના કોર્નર ઉપર ‘મીતા’ બેસતી, એની જોડે બેસીને ભણવાનો વારંવાર ચાન્સ સૌથી વધારે મેં લીધો છે.

અમે સારા હતા કે ખરાબ એ ખબર નથી પણ અમારો પરિવાર અને અમારા મિત્રો એક સાથે હતા એ જ મહત્વનું ! અમુક સ્કૂલમિત્રો આજે પણ સાથે છે જ ને !

આ પણ વાંચો :પાકિસ્તાનની પાંચ ફાર્મા કંપનીઓએ ભારતને 2.82 કરોડ રૂપિયા આપવાના બાકી!

આ પણ વાંચો : DRDO એ પિનાકા-ER મલ્ટી બેરલ રોકેટ લોન્ચર સિસ્ટમનું સફળતાપૂર્વક કર્યુ પરીક્ષણ

આ પણ વાંચો :હિંમતનગરમાં 9 વર્ષની બાળકીનો આપઘાત, રૂમાલ વડે ગળે ફાંસો ખાધો

(દોસ્ત દિપ્તેશ મહેતાની વ્યથા- કથાના અંશની પ્રસ્તુતિ)