Entertainment News: સૈફ અલી ખાને (Saif Ali Khan) ટિવંકલ ખન્ના અને કાજોલના શો ‘ટૂ મચ’ (Too Much)માં પોતાના પર થયેલા હુમલા વિશે જણાવ્યું હતું. આપવીતી સંભળાવતી વખતે એણે લોકોને સણસણતો જવાબ પણ આપ્યો…જે લોકો આ ‘હુમલા’ અને ‘સર્જરી’ (Attack & Surgery)ને નકલી (Fake) કરાર આપી રહ્યાં છે!

કાનાફૂસી કરનારા લોકોને સણસણતો જવાબ
સૈફ અલી ખાન પર આ વર્ષના આરંભે એના જ ઘરમાં ચાકૂથી જીવલેણ હુમલો (Lethal Attack) થયો હતો. 16 જાન્યુઆરીની રાત્રે ઘટેલા આ બનાવે બૉલીવુડ (Bollywood)થી લઇને પોલીસ (Police) વિભાગ સુધી સનસની મચાવી દીધી હતી અને સુરક્ષા સંબંધી પ્રશ્નો ઉઠવા લાગ્યા! કથિત રુપે, એક શખ્સ ચોરી કરવાના ઇરાદે સૈફ-કરીના (Kareena Kapoor)ના ઘરમાં દાખલ થયો હતો. સૈફ સાથે એની હાથોહાથની લડાઇ થઇ જેનાથી બચવા માટે એ ચોરે અભિનેતા (Actor) પર ચાકૂથી હુમલો કરી દીધો! જ્યારે એ જાણવા મળ્યું કે, એ બદમાશ સૈફ-કરીનાના નાના પુત્ર જેહના ઓરડામાં ધૂસ્યો હતો એ વાતે આ ઘટનાને ઓર ભયાવહ બનાવી મૂકી! આ બનાવ બાદ, લોહીલુહાણ સૈફ હૉસ્પિટલ (Hospital)માં દાખલ થયો જ્યાં સર્જરી બાદ એના શરીરમાંથી ચાકૂ (Knife)નો એક હિસ્સો પણ કાઢવામાં આવ્યો! પરંતુ, એ પછી કંઇક એવું બન્યું કે આ હુમલા પર જ સવાલો ઉઠવા લાગ્યા! કેટલાય લોકોએ કહ્યું કે, આ પૂરી ઘટના જ એક જુઠ્ઠાણું (Lie) છે કેમ કે, સર્જરી પછી જ્યારે સૈફ હૉસ્પિટલથી ઘરે પરત ફર્યો ત્યારે એ ફિટ દેખાઇ રહ્યો હતો! એ પોતાના પગ પર ચાલીને બહાર આવ્યો હતો. હવે 9 મહિના બાદ, સૈફ અલી ખાને આ અંગે ચૂપકિદી તોડીને આ કાનાફૂસી કરનારા લોકોને સણસણતો જવાબ આપ્યો છે!

ટૉક શૉ ‘ટૂ મચ’ માં સૈફ અલી ખાનનો ખુલાસો
કાજોલ અને ટિવંકલ ખન્ના (Kajol & Twinkle Khanna)ના ટૉક શૉ ‘ટૂ મચ’ માં સૈફ અલી ખાને ખુલાસો કરતા જણાવ્યું હતું કે, હૉસ્પટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ એ પોતાના પગ પર ચાલીને ઘરે કેમ ગયો અને એવું પણ જણાવ્યું હતું કે, આ ઘટના અને સર્જરી બાદ એનું જીવન કેવી રીતે બદલાઇ ગયું? સૈફે આ ઘટનાને વિસ્તારપૂર્વક જણાવી ત્યારે કાજોલ અને ટિવંકલે એવી પ્રતિક્રિયા આપી હતી કે, “સૈફ ‘અસલી જિંદગીનો હીરો છે’ (Real Life Hero), જેણે પોતાના પરિવાર અને પુત્ર જેહની સુરક્ષાને પ્રાથમિકતા આપી.”
સૈફ અલી ખાને એ રાતનો પૂરો કિસ્સો કર્યો બયાન
સૈફ અલી ખાને શૉમાં જણાવ્યું કે, એ રાત્રે કરીના બહાર ગઇ હતી. હું, તૈમૂર અને જેહ અમે એક ફિલ્મ જોઈને ઊભા થયાં હતા. અમે સૂવા ગયા ત્યારે ઘણી રાત થઇ ગઇ હતી, લગભગ 2 વાગ્યા હતા. કરીના ઘરે આવી પછી અમે થોડી વાતચીત કરી અને ત્યારે જ હાંફળીફાંફળી મેઇડ આવી, એણે કહ્યું, “જેહ બાબાના રુમમાં કોઇ છે. એના હાથમાં ચાકૂ છે અને કહી રહ્યો છે કે એને પૈસા જોઇએ છે!”
જેહ અને એની નૅનીને પણ ચાકુ વાગ્યું!
સૈફ અલી ખાને વધુમાં કહ્યું કે, “મેં જેવું આ સાંભળ્યું કે મને ઝાટકો લાગ્યો! આ સાંભળતાવેંત, હું પથારીમાંથી નીચે ઉતરી ગયો અને અંધારામાં જેહના ઓરડા તરફ દોડ્યો. મેં જોયું કે, એ માણસ (Thief)એના બેડ ઉપર ઊભો હતો અને એના હાથમાં ચાકૂ હતું!” શૉમાં સૈફની સાથેના અન્ય મહેમાન અક્ષય કુમારે (Akshay Kumar) આ અંગે પૂછ્યું કે, “શું એ હુમલાખોર જેહની તરફ ચાકૂ બતાવી રહ્યો હતો?” ત્યારે સૈફે જવાબ આપ્યો હતો કે, “એ ચાકૂ એમની તરફ વીંઝી રહ્યો હતો જેનાથી જેહ અને એની નૅનીને પણ કટ વાગી ગયો!”
અંધકારમાં એ ગાંડાની જેમ ચાકૂ ચલાવવા લાગ્યો!
અલબત્ત, સૈફે આ ઘટના બયાન કરતી વખતે કહ્યું, “મને અંધારામાં એવું લાગ્યું કે એ મારાથી નાનો છે, મતલબ કે ઉંમરમાં! હું એની તરફ કૂદ્યો. પાછળથી જેહે મને કહ્યું કે, તમે ભૂલ કરી નાખી. એને તમારે લાતો અને મુક્કા મારવા જોઇતા હતા. પણ હું કૂદ્યો અને અમારી વચ્ચે હાથોહાથની લડાઇ થવા લાગી. એ ગાંડાની જેમ બચવા માટે ચાકૂ વીંઝવા લાગ્યો અને એણે મારા શરીર પર ઘણી જગ્યાએ વાર કર્યા હતા.”

તૈમૂરે કહ્યું, હું પણ હૉસ્પિટલ જવા માંગુ છું
સૈફે જણાવ્યું કે સાચા અર્થમાં એ જેહની નૅની જ હતી, જેણે એને બચાવ્યો. એણે બદમાશને પાછળથી ધક્કો માર્યો પરંતુ, ત્યાં સુધી એ ચાકુથી કેટલાયે વાર કરી ચૂક્યો હતો. સૈફે કહ્યું, એણે મારી કરોડરજ્જુ પર વાર કર્યો હતો. તૈમૂરે (Taimur) મને પૂછ્યું કે, “અબ્બા શું તમે મરી જવાના છો?” મેં એને કહ્યું કે, “મને તો એવું નથી લાગતું, પણ મારી પીઠમાં બહુ દર્દ થઇ રહ્યું છે.” અભિનેતાએ વધુમાં જણાવ્યું હતું કે, “એ બદમાશ ત્યાંથી ભાગ્યા બાદ કરીના બાળકોને લઇને કરિશ્મા (Karishma)ના ઘરે જવાની હતી.” અમે એક ઑટો રિક્ષા વાળાને રોક્યો. તૈમૂરે ત્યારે કહ્યું કે, “એ પણ હૉસ્પિટલ આવવા માગે છે.” સૈફ જણાવે છે કે, “મેં એ વખતે એને જોયો, અને મને અજબની શાંતિ મળી!”
સૈફ હૉસ્પિટલ પહોંચ્યો પછી શું થયું?
સૈફ અલી ખાને હૉસ્પિટલની સારવારની ક્ષણોને યાદ કરતાં કહ્યું હતું કે, મેં ત્યાં પહોંચીને એક છોકરાને પૂછ્યું કે, “શું એ મને સ્ટ્રેચર લાવી આપશે?” એણે પૂછ્યું કે, “વ્હીલચેર?” જવાબમાં મેં કહ્યું કે, “મને લાગતું નથી કે મને સ્ટ્રેચરની જરુર છે.” મેં જોયું કે એ બેસી જ રહ્યો હતો, છેવટે મેં એને કહ્યું કે, “હું સૈફ અલી ખાન છું, અને આ મેડિકલ ઇમરજન્સી છે.”
હૉસ્પિટલથી ડિસ્ચાર્જ થયો ત્યારે ચાલવામાં પીડા
અંતે, સૈફ અલી ખાને આ ઓરોપો પર ચુપકિદી તોડતાં ઘટસ્ફોટ કર્યો હતો કે, “કથિત હુમલો અને એની સર્જરી એ તમામ ખોટું હતું, જ્યારે બધું જ થઇ ગયું ત્યારે મને ઘણા પ્રકારની સલાહો મળી. એવી સલાહ પણ મળી કે મારે કોઇ પણ સંજોગોમાં બહાર જવું જોઇએ. મીડિયાની અધીરાઇ ખૂબ વધી ગઇ હતી અને મારી વાત કોઇ સાંભળી નહતું રહ્યું! આ ખરાબ વાત હતી. એમણે સર્જરીના ઘા પર સ્ટિચ લીધા હતા, મને ચાલતી વખતે દર્દ થઇ રહ્યું હતું પણ હું ચાલી શકતો હતો, વ્હીલ ચેર (Wheel Chair)ની કોઇ જરુર નહતી.”

માતા શર્મિલાની સલાહ
સૈફ અલી ખાને ખુલાસો કર્યો હતો કે, મા શર્મિલા ટાગોરે (Sharmila Tagore) એને સલાહ આપી હતી. માએ કહ્યું હતુ કે પગપાળા જવાના બદલે વ્હીલ ચેર પર જા. સૈફના જણાવ્યા અનુસાર, “માએ વ્હીલ ચેર પર હૉસ્પિટલની બહાર જવાની સલાહ આપી હતી. પરંતુ હું એક મેસેજ આપવા માગતો હતો કે, હવે હું ઠીક છું અને મને મીડિયા એટેન્શન નહોતું જોઇતું. હું કેવળ ફેન્સ અને બાકીના તમામને એવો સંદેશ આપવા માગતો હતો કે, બધું જ પહેલાથી બહેતર છે અને વિના કારણે હેરાન થવાની જરુર નથી.”
આ પણ વાંચો: Entertainment News/ રજનીકાંતે કામમાંથી “આધ્યાત્મિક” વિરામ લીધો અને ઋષિકેશ ગયા, જ્યાં તેણે સામાન્ય માણસની જેમ રસ્તા પર….
આ પણ વાંચો: Entertainment News/ રાવણ દહન કાર્યક્રમમાં રામચરણનો પ્રભાવશાળી સંદેશ: “હું રામના ચરણોમાં રહું છું”…..
આ પણ વાંચો: Entertainment News/ કરવા ચોથ પર પ્રિયંકા ચોપરાએ મહેંદી રચાવી, હાથમાં ફ્લૉન્ટ કર્યું પતિ નિક નું અસલી નામ..!
