Ahmedabad News : ડિજીટલ પેમેન્ટ દ્વારા લાંચ સ્વાકીરનીરી અમદાવાદ RTOની મહિલા જુનિયર કલાર્ક સ્વાતિ આર.રાઠોડની ACBએ ધરપકડ કરી હતી. આ કેસની વિગત મુજબ ફરીયાદી મોટર ડ્રાઈવિંગ સ્કૂલ ચલાવે છે. તેઓના બે અસીલો કે જેમને ડુપ્લીકેટ આર.સી. બુક મેળવવાની હોવાથી તે સારું ઓનલાઇન ચલણથી 700 રૂપિયા RTO માં ફી ભરી હતી.
તેમ છતાં અમદાવાદ RTO કચેરીની મહિલા જુનિયર ક્લાર્ક સ્વાતિબેન રમેશભાઈ રાઠોડે વેરીફાઈ અને એપ્રુવલના બહાને ફરિયાદીને પોતાનો કયુ.આર. કોડ વૉટ્સએપ દ્વારા મોકલી 800 રૂપિયાની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી. આ લાંચની રકમ તેઓને ડીજીટલ પેમેન્ટ પ્લેટફોર્મ એપનું સ્કેનર / ક્યુઆર કોડ મોકલીને આપી દેવાનું જણાવ્યું હતું.
જે ગેરકાયદેસર લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, ફરીયાદીએ ACBનો સંપર્ક કરી ફરિયાદ આપતા ફરીયાદીની ફરીયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન સ્વાતી રાઠેડે ફરીયાદી સાથે વાતચીત કરી, ગેરકાયદેસર લાંચના નાણાં રૂ800 ડીજીટલ પેમેન્ટ પ્લેટફોર્મ પોતાના સ્કેનર/ક્યુઆર કોડથી સ્વીકારી, ગેરકાયદેસર લાંચના નાણાં પોતાના એકાઉન્ટમાં જમા થયાની સ્વીકૃતિ આપી, પકડાઇ ગઈ હતી.
આ પણ વાંચો:બી.એ.ડાંગર કોલેજના વિદ્યાર્થીની આત્મહત્યા કેસમાં સાક્ષી પર કરાયો હુમલો
આ પણ વાંચો:ઇંગ્લેન્ડના હાઉટનમાં ગર્લફ્રેન્ડે તેના ચહેરા પર બુટ ફેંક્યું, પુરુષે 18 વાર છરી મારી કરી હત્યા…
આ પણ વાંચો:લોદરિયાળમાં પ્રેમીએ કરી વિવાહિત પ્રેમિકા સાથે પુત્રીની હત્યા, પ્રેમીએ કરી આત્મહત્યા
