Not Set/ ગુજરાતમાં સ્વાઇન ફ્લૂથી 43ના મોત, દેશમાં ત્રીજા નંબરે

ગાંધીનગર, દેશભરમાં સ્વાઇન ફલૂ રોગના કારણે થતા મોતની સંખ્યામાં વધારો થયો છે.હજુ વર્ષ 2019 શરૂ નથી થયું ત્યાં તો સ્વાઈન ફ્લૂથી મરનારની સંખ્યા 226 પહોંચી છે.દેશમાં એવરેજ રોજના 7 લોકો સ્વાઇન ફ્લૂના કારણે મોતને ભેટી રહ્યા છે. જોવાની વાત એ છે કે સ્વાઇન ફ્લૂથી મોતને ભેટનારમાં ગુજરાત ત્રીજા નંબરે છે.ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના 898 કેસ નોંધાયા […]

Top Stories Gujarat

ગાંધીનગર,

દેશભરમાં સ્વાઇન ફલૂ રોગના કારણે થતા મોતની સંખ્યામાં વધારો થયો છે.હજુ વર્ષ 2019 શરૂ નથી થયું ત્યાં તો સ્વાઈન ફ્લૂથી મરનારની સંખ્યા 226 પહોંચી છે.દેશમાં એવરેજ રોજના 7 લોકો સ્વાઇન ફ્લૂના કારણે મોતને ભેટી રહ્યા છે.

જોવાની વાત એ છે કે સ્વાઇન ફ્લૂથી મોતને ભેટનારમાં ગુજરાત ત્રીજા નંબરે છે.ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના 898 કેસ નોંધાયા હતા જેમાં 43 લોકો મોતને ભેટ્યા. જ્યારે રાજસ્થાન 2,263 કેસ સાથે પહેલા નંબરે અને દિલ્હી 1,011 કેસ સાથે બીજા નંબરે છે.

કેન્દ્રી સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા અનુસાર દેશમાં સ્વાઇન ફ્લૂના કુલ 6,601 પોઝિટિવ કેસ નોંધાયા હતા, જેમાં સોમવાર સુધીમાં છેલ્લા સાત દિવસમાં 2,030 કેસ નોંધાયા છે.

સ્વાઇન ફ્લૂના કેસમાં વધારો થતાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યોને આ અંગે ધ્યાન આપવા માટે સૂચનો આપ્યા છે, સાથે જ રાજ્યની સરકારી હોસ્પિટલમાં બેડની સુવિધાઓ વધારવા માટે કહ્યું છે જેથી જરૂર પડે ત્યારે દર્દીને તાત્કાલિક સારવાર આપી શકાય. જો કે એક અધિકારીએ જણાવ્યું કે રાજ્યોએ આ મુદ્દાનો ઉકેલ લાવવા માટે હજુ સુધી દવાના જથ્થાની કે ડાયગ્નોસ્ટિક કિટની માગ કરી નથી.

અત્રે એ ઉલ્લેખનીય છે કે  વર્ષ 2018માં દેશમાં સ્વાઇન ફલૂના કુલ 14,992 કેસ નોંધાયા હતા જેમાંથી 1,103 દર્દીઓના મોત થયા હતા. જ્યારે ગુજરાતમાં 2016 અને 2017માં અનુક્રમે 411 અને 431 દર્દીઓના મોત થયા હતા.

જો શરીરમાં આ બીમારીના લક્ષણો દેખાય અને તાત્કાલિક તેની સારવાર કરાવવામાં આવે તો બીમારીને રોકી શકાય છે. દર્દીને હોસ્પિટલમાં સારવાર માટે ભરતી કરવો જરૂરી નથી જો સમયસર આ બીમારીની જાણ થાય તો ઘર પર તે સારવાર મેળવી શકે છે. આ બીમારી ગર્ભવતી મહિલા, નાના બાળકો તેમજ વૃદ્ધોના શરીરમાં જલ્દી પ્રવેશે છે તેથી તેમની વધારે કાળજી લેવી જોઇ